નેપોટીજ્મની ચર્ચા વચ્ચે ડેબ્યું માટે તૈયાર છે આ સ્ટાર કિડ્સ, સોશિયલ મીડિયા પર પહેલાથી ફેમસ છે

સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક મહિનાનો સમય થઈ ગયો છે અને તેમને ફેન્સની સાથે-સાથે સેલિબ્રિટી પણ યાદ કરી રહ્યા છે. સુશાંત તો ચાલ્યા ગયા પરંતુ એકવાર ફરીથી નેપોટીજ્મ અને આઉટસાઇડર્સ પ્રત્યે ઇન્ડસ્ટ્રીના વ્યવહારનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. બોલિવૂડમાં ઘણા સિતારાઓએ બીજા દિગ્ગજ સીતારાઓ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે તેઓ આઉટસાઇડર્સને અવસર આપતા નથી અને ફક્ત સ્ટાર કિડ્સને જ લોન્ચ કરે છે.

આ ચર્ચામાં કરણ જોહર અને સલમાન ખાનનું નામ સૌથી આગળ છે, જે અવાર નવાર સ્ટાર કિડ્સને લોન્ચ કરે છે. વળી હવે ફેન્સ સ્ટાર કિડ્સની ફિલ્મોને બોયકોટ કરવાની વાત કરી રહ્યા છે. જોકે હજુ પણ સ્ટાર કિડ્સનું એક લાંબું લિસ્ટ છે, જે ફિલ્મમાં આવવાની તૈયારીમાં જોડાયેલ છે. તમને જણાવીએ કે તે ક્યા સ્ટાર કિડ્સ છે જે આવનારા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ થઈ શકે છે.

સુહાના ખાન

શાહરુખ ખાનની લાડલી સુહાના ની બોલિવૂડમાં ડેબ્યૂ ની વાત કોઈ નવી નથી. સુહાનાએ પહેલા પણ તે વાતનો ખુલાસો કર્યો છે કે તે પોતાના પાપા જેમ બોલિવૂડમાં હાથ અજમાવવા માંગે છે. જો કે શાહરુખ ખાન ઇચ્છે છે કે તે પહેલાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લે પછી ઇન્ડસ્ટ્રીમાં પગલા માંડે. જણાવી દઈએ કે સુહાન ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. સુહાના એક શોર્ટ ફિલ્મ “ધ ગ્રેટ પાર્ટ ઓફ બ્લૂ” માં નજર આવી ચૂકી છે. તેવામાં સ્પષ્ટ છે કે આવનારા સમયમાં સુહાના બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે.

શનાયા કપૂર

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર પણ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. તેમની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે પહેલા જ બોલિવૂડમાં આવી ચૂકી છે. ૨૦ વર્ષીય શનાયા પાછલા વર્ષે પેરિસના પ્રતિષ્ઠિત Le Bals des માં ડેબ્યૂ કર્યું હતું. એટલું જ નહીં શનાયા તે સિવાય જાનવી કપૂરની ફિલ્મ “ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ” માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર ના રૂપમાં પણ કામ કરી ચૂકી છે. વળી ખબર છે કે તેઓ ખૂબ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે.

હાન શેટ્ટી

સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી પહેલાથી જ બોલિવૂડમાં પગ રાખી ચુકી છે, જોકે તેમને ફિલ્મમાં કોઈ ખાસ સફળતા મળી નહીં. વળી હવે સમાચાર છે કે સુનીલ શેટ્ટીના દિકરા અહાન શેટ્ટી પણ બોલીવુડમાં આવવા માટે તૈયાર છે. તેઓ તેલુગુની હિટ ફિલ્મ આરએક્સ ૧૦૦ની રિમેકની સાથે પોતાનું ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તારા સુતરિયા તેમના ઓપોઝિટ માં નજર આવી શકે છે.

ઈબ્રાહિમ ખાન

સેફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઈબ્રાહિમ ખાન પણ બોલિવૂડમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. ઇબ્રાહિમની દાદી, માં, પિતા અને બહેન પહેલાથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. તેવામાં ઇબ્રાહિમ પણ પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. ઈબ્રાહીમ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. જોકે ઇબ્રાહિમે ખુલીને આ મુદ્દા પર વાત કરી નથી.

આર્યન ખાન

શાહરુખ ના દિકરા આર્યન ખાન હાલમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ફિલ્મનો અભ્યાસ કરી રહ્યા છે. જોકે આર્યનને એક્ટિંગમાં વધારે સરસ નથી, તે રાઇટીંગને લઈને ખુબ જ ઉત્સાહિત રહે છે. શાહરૂખ ખાને પણ આર્યન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “તેને લખવાનો શોખ છે અને તે ખૂબ જ સારું લખે છે. મને લાગે છે કે એક્ટર બનવાની ઈચ્છા અંદરથી આવે છે. તેણે મને કહ્યું હતું કે દરેક વખતે તેની તુલના મારી સાથે થશે, અને તે પોતાને આ પોઝિશનમાં રાખવા ઇચ્છતો નથી.” જોકે આગળ આર્યન શું નિર્ણય લેશે તેના વિશે ઇન્ડસ્ટ્રીને ખૂબ જ જલ્દી જાણ થઈ જશે.

ઇરા ખાન

આમિર ખાન અને રીના દત્તની દીકરી ઇરા ખાન પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ છે. તેમણે એક પ્લે પણ ડાયરેક્ટ કરેલ છે, જેમાં યુવરાજસિંહ અને તેમની પત્ની હેઝલ કિચે મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ પ્લે ને ક્રિટીક્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે હીરા બોલિવૂડમાં આવશે કે નહીં, પરંતુ ફિલ્મોમાં તેમની દિલચસ્પી જણાવી રહી છે કે તે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.