મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીનાં લગ્નની ક્યારેય ન જોયેલી તસ્વીરો

Posted by

મહેન્દ્રસિંહ ધોની નો જન્મ ૭ જુલાઈ, ૧૯૮૧નાં રોજ થયેલ છે. સામાન્ય રીતે તેમને એમએસ ધોની નાં નામથી પણ ઓળખવામાં આવે છે. મહેન્દ્રસિંહ ધોની પુર્વ ભારતીય ક્રિકેટર અને ૨૦૦૭ થી ૨૦૧૭ સુધી વન-ડે ફોર્મેટમાં અને ૨૦૦૮ થી ૨૦૧૪ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય રાષ્ટ્રીય ટીમના કેપ્ટન રહી ચુકેલ છે. ઇંડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગના પણ તેઓ કેપ્ટન છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે ૨૦૦૭ આઈસીસી વર્લ્ડ ટી-૨૦, ૨૦૧૧ ક્રિકેટ વિશ્વ કપ અને ૨૦૧૩ માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતેલી છે. તેમણે ૨૦૧૦ અને ૨૦૧૬ માં એશિયા કપમાં પણ ભારત અને જીત અપાવેલ છે.

તેમણે વન-ડે ઇન્ટરનેશનલ મેચમાં ૧૦,૦૦૦ થી વધારે રન બનાવેલ છે અને તેમને ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ફિનિશરો માંથી એક માનવામાં આવે છે. તેમને ક્રિકેટ ઇતિહાસના સૌથી મહાન વિકેટકીપર અને કેપ્ટનમાંથી એક માનવામાં આવે છે. ભારતીય ઘરેલુ ક્રિકેટમાં તેમણે બિહાર અને ઝારખંડ ક્રિકેટ ટીમ માટે રમેલ છે. તેમણે આઇપીએલ લીગના ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૮ અને ૨૦૨૧ માં ચેન્નઈ સુપર કિંગ ને ટ્રોફી જીતાવેલ છે. સાથોસાથ તેમની કેપ્ટનશીપ માં ચેન્નઈ સુપર કિંગ્સ ૨૦૧૦ અને ૨૦૧૪માં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ પણ જીતેલ છે.

પુર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ૪ જુલાઈનાં રોજ ૧૩મી એનિવર્સરી છે. ધોની અને સાક્ષી એ ૪ જુલાઈ, ૨૦૧૦નાં રોજ દેહરાદુનમાં લગ્ન કરેલા હતા. આ દરમિયાન ધોનીની ખુબ જ નજીકનાં લોકો જ તેના લગ્નમાં સામેલ થયા હતા. ધોનીની લવ સ્ટોરી તેની ઉપર બનેલી ફિલ્મથી બિલકુલ અલગ છે.

ક્રિકેટની દુનિયામાં મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીની જોડી ખુબ જ ફેમસ છે. ધોની અને તેની પત્ની સાક્ષીને લવ સ્ટોરી ને આખો દેશ જાણે છે. ધોનીની બાયોપીક બોલીવુડ ફિલ્મ “એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી” માં તેને બતાવવામાં આવેલ છે. જોકે રીયલ લાઇફમાં માહી-સાક્ષી ની લવ સ્ટોરી ફિલ્મથી સંપુર્ણ અલગ છે.

ધોની અને સાક્ષી બંને બાળપણથી એકબીજાને ઓળખે છે. બંનેનાં પિતા એક સાથે રાંચીના મેકોનમાં કામ કરતા હતા. રાંચી માં બંને એકસાથે એક જ સ્કુલમાં અભ્યાસ કરતા હતા. પરંતુ ત્યારબાદ સાક્ષીનો પરિવાર દેહરાદુનમાં શિફ્ટ થઈ ગયો હતો.

ત્યારબાદ બંનેની મુલાકાત અંદાજે ૧૦ વર્ષ બાદ ૨૦૦૭માં કોલકત્તામાં થઈ. આ દરમિયાન ટીમ ઇન્ડિયા કોલકત્તાના તાજ બંગાલમાં રોકાયેલી હતી. અહીંયા સાક્ષી ઇટર્નશીપ કરી રહી હતી. જ્યાં બંનેની મુલાકાત થઈ હતી. સાક્ષીના મેનેજર યુધાજીત દત્તાએ સાક્ષીની મુલાકાત ધોની સાથે કરાવેલ હતી.

યુધાજીત દત્તા સાક્ષીના પણ સારા મિત્ર હતા. આ મુલાકાત બાદ બંનેએ માર્ચ ૨૦૦૮માં ડેટિંગ શરૂ કર્યું હતું. સાક્ષી તે વર્ષે મુંબઈમાં ધોનીની બર્થડે પાર્ટીમાં પણ સામેલ થઈ હતી. પહેલી મુલાકાત બાદ માહી એ હોટલના મેનેજર દત્તા પાસેથી સાક્ષી નો નંબર મંગાવ્યો હતો અને તેને મેસેજ કર્યો. મીડિયા રિપોર્ટ અનુસાર સાક્ષીને તે વાત ઉપર વિશ્વાસ થયો નહીં કે આટલા ફેમસ ક્રિકેટર તેને મેસેજ કરી રહેલ છે. તે ભવિષ્યના કપલ માટે મિત્રતાની શરૂઆત હતી.

તેના બે વર્ષ બાદ ૨૦૧૦માં ધોની અને સાક્ષી લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. આ કપલને ત્યાં વર્ષ ૨૦૧૫માં દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ જીવા છે. ધોની હાલમાં જ એક વિજ્ઞાપનમાં પોતાની દિકરી જીવા ની સાથે નજર આવ્યા હતા. મહેન્દ્રસિંહ ધોની હાલના દિવસોમાં પરિવારની સાથે લંડન છે. હાલમાં જ સાક્ષી એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી હતી. ધોની લંડનમાં જ પોતાની એનિવર્સરી સેલિબેટ કરશે. વળી ૭ જુલાઈનાં રોજ માહી નો જન્મદિવસ પણ છે.

Comments are closed.