નિક જોનાસ ને પતિ બનાતતા પહેલા આ ૪ સિતારાઓ સાથે હતું પ્રિયંકા ચોપરાનું અફેયર, ૨ તો પહેલાથી જ પરણિત હતા

Posted by

પ્રિયંકા ચોપડાનું બોલિવૂડ અને હોલિવૂડ બંનેમાં સારું નામ છે. તેણે ડિસેમ્બર ૨૦૧૮માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા. નિક હોલિવૂડમાં સિંગર અને એક્ટર છે. તે ઉંમરમાં પ્રિયંકા થી ૧૦ વર્ષ નાના પણ છે. જો કે તેનાથી તે બંનેને કોઈ ફર્ક પડતો નથી અને તેમનું લગ્નજીવન સારું ચાલે છે. પરંતુ તમને એ વાતની ખબર છે કે નહીં સાથે લગ્ન કર્યા તેના પહેલા પ્રિયંકા ૪ સીરિયસ રિલેશનશીપ માં રહી ચૂકી છે, જેમાંથી બે તો મેરીડ હતા.

શાહરુખ ખાન

પ્રિયંકા અને શાહરૂખ ખાને સાથે થોડી ફિલ્મો કરી છે. ત્યારથી જ બંને કથિત રૂપથી એકબીજાની નજીક આવી ગયા હતા. કહેવામાં તો એ પણ આવે છે કે પ્રિયંકા ના લીધે શાહરુખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાન વચ્ચે ઝઘડો પણ થયો હતો. ગૌરીએ શાહરૂખ ખાનને ડિવોર્સ આપવાની ધમકી પણ આપી હતી. પરંતુ શાહરુખ ખાને વચન આપ્યું હતું કે હવેથી પ્રિયંકા સાથે અનાર જાળવી રાખશે અને એટલું જ નહીં પ્રિયંકાના કારણે શાહરુખ ખાન અને કરણ જોહર વચ્ચે પણ મતભેદની ખબરો સામે આવી હતી.

અક્ષય કુમાર

અક્ષય કુમાર પહેલાથી જ ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નજીવનમાં ત્યારે ઝઘડો થયો જ્યારે પ્રિયંકા એ તેમની લાઇફમાં એન્ટ્રી કરી હતી. અક્ષય અને પ્રિયંકા “મુજસે શાદી કરોગી” ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બંને નો પ્રેમ કથિત રૂપથી સામે આવ્યો. કહેવામાં આવે છે કે તેમનો લવ અફેર ની ખબર ટ્વિંકલ ખન્ના સાંભળી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. તેમણે અક્ષયને કહ્યું હતું કે હવેથી પ્રિયંકા સાથે કોઈ પણ ફિલ્મ નહીં કરે. બસ ત્યારથી જ અક્ષય પ્રિયંકા સાથે દુર રહેવા લાગ્યા.

હરમન બાવેજા

હરમન બાવેજા બોલિવૂડના એક્ટર છે. તેમણે પ્રિયંકાની સાથે “લવ સ્ટોરી ૨૦૫૦” માં કામ કર્યું હતું. ત્યારથી તે બન્નેની લવસ્ટોરી પણ ચાલુ થઈ હતી. ત્યારબાદ જ્યારે “વોટ્સ યોર રાશિ” બંનેની ફિલ્મ આવવાની હતી, ત્યારે તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું. કહેવામાં આવે છે કે પ્રિયંકાને આ સંબંધો એટલા માટે તોડયો હતો કારણકે હરમન એક સફળ અભિનેતા ના બની શક્યા. ત્યાં જ હરમનનું કહેવું છે કે તેમણે પ્રિયંકાને એટલા માટે છોડી હતી કે તે પોતાના કરિયર પર ફોકસ કરવા માંગતી હતી. જણાવી દઈએ તો આ બંનેનો સંબંધ બે વર્ષથી પણ ઓછો સમય ચાલ્યો હતો.

શાહિદ કપૂર

હરમન બાવેજા સાથે બ્રેક અપ થયા પછી પ્રિયંકા શાહિદ સાથે ડેટ કરવા લાગી હતી. આ બંને એ “તેરી મેરી કહાની” માં સાથે કામ કર્યું હતું. આ બન્નેનો સંબંધ થોડો ટાઈમ જ ચાલ્યો હતો. વાસ્તવ માં એ બન્ને એક બીજા માટે યોગ્ય મેચ ના હતા. તેમના વિચારો ઘણા અલગ હતા, તે કારણ ના લીધે તેમની જોડી વધુ સમય ના રહી.

આટલા બધા બ્રેક અપ થઈ ગયા પછી પ્રિયંકા એ નવી શરૂઆત કરવાનો વિચાર કરી લીધો. તે વિદેશ માં ટ્રાવેલ કરવા લાગી હતી અને ત્યાં તેણે પોતાનું નામ નેક્સ્ટ લેવલ પર લઈ જવાના પ્રયત્ન પણ કરવા લાગી હતી. તે દરમિયાન તેમને હોલિવૂડમાં કામ કરવા પણ મળ્યું અને સાથો સાથ નિક જોનાસ નામનો એક પતિ પણ મળી ગયો. વર્તમાનમાં પ્રિયંકા અને નિક એક ખુશાલ જીંદગી પસાર કરી રહ્યા છે.