“નિરમા ગર્લ કોણ છે”, ૪૯ વર્ષોથી તેની એક જ તસ્વીર શા માટે છે?

Posted by

નિરમા વોશિંગ પાવડરની એડ જિંગલ એ વિશ્વના ભારતીય ટીવીનો સૌથી પ્રખ્યાત વિજ્ઞાપાન છે. આ જિંગલ હજી પણ 90 ના દાયકાના લોકોની જીભ પર હાજર છે. આ જિંગલે આ વોશિંગ પાવડરના વેચાણમાં ગજબ નો વધારો કર્યો હતો. બાળકોથી લઈ ને  મોટી દુકાનો સુધીના દરેક લોકો આ વોશિંગ પાવડર માંગતા હતા. પરંતુ તે જ સમયે, દરેકના મનમાં એક સવાલ પણ ઉભો થઈ રહ્યો હશે કે ડિટરજન્ટ પાવડરના પેક પર બનાવેલ તે બાળકી છે કોણ?

આ બાળકનું નામ નિરૂપમા છે

હા, એક છોકરી ડિટરજેન્ટ પાવડર ના પેકેટ પર સફેદ ફ્રોક પહેરેલી જોવા મળતી છોકરી. સમય જતાં, ટીવી કમર્શિયલ્સમાં પણ વિવિધ પાત્રો દેખાયા, પરંતુ પેકેટ પરની બાળકી તે પછીથી એકસરખી જ રહી. આવી સ્થિતિમાં, આ બાળક કોણ છે તેની રુચિ વધે છે. ખરેખર, બાળકનું નામ નિરૂપમા રાખવામાં આવ્યું, જેના પછી કપડાં ધોવાના પાવડરનું નામ “નિરમા” રાખવામાં આવ્યું. નિરૂપમા આપણી વચ્ચે નથી.

અકસ્માતમાં નિરૂપમાનું અવસાન થયું

વર્ષ 1969 ની વાત છે. ગુજરાતના કરશનભાઇએ નિરમા વોશિંગ પાવડર બનાવાની શરૂઆત કરી. કરશનભાઇને એક પુત્રી હતી. નામ નિરૂપમા હતું, પરંતુ પ્રેમથી બધાં તેને નિરમાં કહેતા. નિરૂપમા હજી સ્કૂલમાં ભણતી હતી કે એક દિવસ તેનું અકસ્માતમાં મોત નીપજ્યું. કરસનભાઇ અને તેમના પરિવારજનો પર જાણે દુઃખ નો પહાડ તૂટી પડ્યો. એક પિતા તરીકે કરસનભાઇની ઇચ્છા હતી કે એક દિવસ તેમની પુત્રી વિશ્વમાં ખૂબ નામ કમાઈ. તેમના જીવ નો કટકો ગુમાવવાના દુ:ખે કરશનભાઇને અંદરથી તોડી નાખ્યા હતા. પરંતુ પછી તેને ત્યાંથી પણ હિંમત મળી. તેણે નક્કી કર્યું કે તે નિરમાને અમર બનાવશે.

એટલા માટે તે એક જ તસ્વીર

કરશનભાઈએ નિરમા વૉશિંગ પાવડર ની શરૂઆત કરી અને નિરમાનું ચિત્ર પેકેટ પર છાપવાનું શરૂ કર્યું. તે દિવસોમાં ફોટોગ્રાફ્સ ભાગ્યે જ પાડવામા આવતા હતાં. આવામાં  નિરુપમાની ઝૂમતી આ સુંદર તસવીર પેકેટ પાર છાપવા માં આવી. પરંતુ બજારમાં પ્રવેશ અને સ્પર્ધાને કારણે કરશનભાઇને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. એક સમય હતો જ્યારે એવું લાગ્યું કે તેનું સ્વપ્ન કદી પૂર્ણ થશે નહીં.

ઓફિસનાં રસ્તામાં સાઇકલ પર પાવડર વેંચતા

તે સમયે બજારમાં અન્ય સારા ડીટરજન્ટની કિંમત પ્રતિ કિલો 15 રૂપિયાની હતી. કરશનભાઇએ કિલોના માત્ર સાડા ત્રણ રૂપિયાના દરે નિર્માનું વેચાણ શરૂ કર્યું હતું. ઓછી આવકવાળા પરિવારો માટે તે સારો વિકલ્પ હતો. કરશનભાઇ પણ સરકારી નોકરી કરતા હતા. પોતાની પુત્રીનું નામ અમર બનાવવાનુ સ્વપ્ન સાકાર કરવા માટે તે પહેલાં ઓફિસમાં કામ કરતા અને પછી સાઇકલ પર લોકોના ઘરે વોશિંગ પાવડર વેચવા જતા. ધીરે ધીરે અમદાવાદમાં બધે આ ડિટર્જન્ટ જાણીતું બની ગયું.

ઉધારને કારણે થયું નુકસાન

વૉશિંગ પાવડર બનાવવાથી લઇને વેચવા સુધીનું કામ કરસનભાઈ પોતે કરતા હતા. જ્યારે કામ વધ્યું ત્યારે તેણે નોકરી પણ છોડી દીધી. અન્ય લોકો પણ તેમના કામ સાથે જોડાવા લાગ્યા હતા. જે દુકાનોમાં જતા હતા અને વોશિંગ પાવડર વેચતા હતા. પરંતુ આ સાથે થોડી સમસ્યા પણ શરૂ થઈ. દુકાનદારો ઉધાર પર વોશિંગ પાવડર ઉપાડવા લાગ્યા. જ્યારે પૈસા ચૂકવવાનો સમય આવે ત્યારે તે આનાકાની કરવાનું શરુ કરી દેતા. આથી વેપારમાં નુકસાન થતું હતું.

બજારમાંથી ગાયબ થઈ તમામ પેકેટો

કરસનભાઇ સમજી શક્યા નહીં કે હવે શું કરવું. તેને લાગવા માંડ્યું કે તે હારી ગયા છે. પરંતુ તે પછી તેણે સમાધાન વિશે વિચાર્યું. તેમણે નક્કી કર્યું કે તે ટીવી વિજ્ઞાપન  બનાવશે. ટીમ મીટિંગ બોલાવીને જાહેરાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તે પછી આ ભવ્ય જિંગલ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ આ સાથે કરસનભાઇએ બીજી યોજના બનાવી. જાહેરાત ટીવી પર આવતાની સાથે તેણે પહેલાના નીરમાના બધાં પેકેટ    બજાર માંથી ઉઠાવી લીધા.

જિંગલ અને ટીવી કમર્શિયલે બનાવ્યું લોકપ્રિય

ટીવી પર જાહેરાત બનાવી. જિંગલ બધાની જીભ પર ચડી ગઈ. લોકોએ માર્કેટમાં વોશિંગ પાવડરની શોધખોળ શરૂ કરી. હવે દુકાનદારોને નિરમા ડીટરજન્ટ રાખવાની અને વેચવાની ફરજ પડી હતી. આ રીતે આ વોશિંગ પાવડર દેશભરમાં લોકપ્રિય બન્યો. તેમજ નિરૂપમાને અમર બનાવવાનું કરસનભાઇનું સ્વપ્ન પણ પૂરું થયું.