નવેમ્બર માસિક રાશિફળ : આ મહિનામાં ૮ રાશિવાળા લોકો ઉપર કોથળા ભરીને પૈસાનો વરસાદ કરશે માં લક્ષ્મી, માંગશો એ પહેલા તો ઈચ્છા પુરી કરી આપશે

મેષ રાશિ

આ મહિનામાં સંતાન તરફથી આનંદની અનુભૂતિ થશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સારી બનશે. તમારા શત્રુઓમાં વધારો થશે તથા સમાજ વિરોધી બનાવવાના પ્રયાસ કરશે. તમને આ મહિનામાં આર્થિક લાભની બાબતમાં સામાન્યથી વધારે સારા પરિણામ પ્રાપ્ત થશે. આવક અનેક ખર્ચની વચ્ચે સંતુલન જાળવી રાખવા ઉપર ધ્યાન આપવું. ઉચ્ચ શિક્ષણ વાળા લોકોએ વધારે મહેનત કરવાની રહેશે. કોઈ અજ્ઞાત લક્ષને મેળવવા માટે મન ઉદાસ રહી શકે છે. તમારી લવ લાઈફમાં થોડી બેચેની વધી શકે છે તથા પરસ્પર તણાવ પણ વધી શકે છે. આ મહિનામાં તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેશો. વ્યાયામ અને દિનચર્યામાં સામેલ કરો.

વૃષભ રાશિ

આ મહિનામાં નવા વેપારનો વિચાર દિમાગમાં આવી શકે છે તથા પ્રારંભ કરી શકો છો. તમારા ધન અને પદનો સંચય કરીને અચાનક વૃદ્ધિ થવાની સંભાવના છે. જોકે કોઈપણ પ્રકારનો મોટો આર્થિક નિર્ણય લેવાથી બચવું. કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે. નોકરી કરતા લોકો પોતાની મહેનતના દમ ઉપર પૈસા કમાઈ શકશે અને આર્થિક રૂપથી મજબૂત બનશે. સમય તમારા પક્ષમાં રહેશે અને સમસ્યાઓનું નિદાન થશે. તમને પ્રેમ સંબંધમાં સકારાત્મક સમાચાર પ્રાપ્ત થશે. ઘરના કોઈ વડીલ વ્યક્તિનો સ્વાસ્થ્ય બગડી શકે છે.

મિથુન રાશિ

આ મહિનો તમારા માટે મધ્યમરૂપથી ફળદાયક રહેશે. તમે પોતાના પરિવાર માટે ઘણું બધું કરવા માંગશો. જીવનસાથીની સાથે સંબંધોમાં સુધારો થશે તથા પાર્ટનરશીપમાં લાભ થઈ શકે છે. સંતાન અને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. ઘર અને વ્યવસાયમાં યોગ્ય સામંજસ્ય જાળવી રાખશો. કોઈ ધાર્મિક આયોજન પુરું કરવાની યોજના બનાવશો. તમે વધારે મજબૂતીથી આગળ વધી શકશો. પ્રેમ સંબંધ માટે કષ્ટદાયક મહિનો રહેશે. કોઈ વાતને લઈને પરસ્પર મતભેદ થઈ શકે છે. વાસી, તળેલું અને મસાલેદાર તથા બહારનું ભોજન ખાવાથી દૂર રહેવું, નહીંતર અપચો અને ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે.

કર્ક રાશિ

આ મહિનામાં કર્ક રાશિ વાળા લોકોની પ્રગતિ થશે અને તેમને અચાનક ધન લાભ મળશે. આ રાશિના જાતકોનો ખર્ચ વધશે, પરંતુ આવકમાં પણ વધારો થશે. જે લોકો સેવામાં છે તેમને લાભ મળશે અને લાભના નવા અવસર પણ પ્રાપ્ત થશે. લક્ષને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. વધારે ઉત્સાહ અને જોશની અનુભૂતિ થશે. કોઈપણ પ્રકારની ગિફ્ટ મળવાની સંભાવના છે. પ્રતિયોગી પરીક્ષામાં ભાગ લઈને તમે સફળતા મેળવી શકો છો. પ્રેમ સંબંધમાં કોઈ વાતને લઈને મન દુઃખી થઈ શકે છે તથા જીવનમાં કષ્ટનો અનુભવ કરી શકો છો. આ મહિનામાં ઘૂંટણનો દુખાવો, માથાનો દુખાવો તથા તણાવની સમસ્યા પરેશાન કરી શકે છે. પોતાની વિચારસરણી સકારાત્મક રાખવી.

સિંહ રાશિ

આ મહિનામાં વેપાર સારો ચાલશે તથા તેનાથી મોટો લાભ પણ મળશે. આ રાશિના જાતકોને રાહુથી થોડી રાહત મળશે. ભાઈ બહેનોનો સહયોગ મળશે. પરિવાર સાથે જોડાયેલી કોઈ સમસ્યાનો સમાધાન કરવા માટે વિશેષ પ્રયાસ કરશો. તમારી અંદર નવી ઊર્જા મહેસુસ કરી શકો છો. તમે આગળ વધીને દરેક કામ કરવાનું પસંદ કરશો. પડકારને હાથમાં લેવાનું પસંદ કરશો. કોઈ જુનો મામલો તણાવ પૂર્ણ વાતાવરણ બનાવી શકે છે. લવ લાઇફમાં રોનક રહેશે તથા સમય રોમેન્ટિક રહેશે. બહારની ખાણીપીણીથી દૂર રહેવું. યોગ અને વ્યાયામને પોતાની દિનચર્યામાં સામેલ કરો.

કન્યા રાશિ

આ મહિનામાં આત્મવિશ્વાસની કમી રહેશે, પરંતુ પરિવારનો સહયોગ મળશે. તમને સમજમાં આવશે નહીં કે કઈ જગ્યા રોકાણ કરવું. તેવામાં ખોટું રોકાણ કરવાથી તમારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે. પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થાનની યાત્રા પર જવાનું આયોજન થશે. યુવાનોએ મનોરંજન ગતિવિધિમાં સમય બરબાદ કરવો જોઈએ નહીં. પતિ પત્ની વચ્ચે ચાલ રહેલી તકરાર દૂર થશે. તમારી લવ લાઈફમાં ખુશીઓ આવશે તથા તમે પોતાના સાથી સાથે પાર્ટીના મૂડમાં રહેશો. રોગ પ્રતિરોધક ક્ષમતા કમજોર થવાની સંભાવના છે. તેવામાં બદલતી ઋતુને નજરઅંદાજ ન કરવી.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોની પ્રગતિના માર્ગ મોકળા બનશે. પૈસામાં વધારો થવાના યોગ બની રહ્યા છે. વૈવાહિક લોકોને પોતાના ગૃહસ્થ જીવનમાં ખુશી મળશે, પરંતુ સાસરીયા પક્ષ સાથે તકરાર થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા જીવનસાથી પોતાના પરિવારનો પક્ષ લેશે, જે તમારા બંનેની વચ્ચે વિવાદનું કારણ બનશે. નોકરીમાં પ્રગતિના માર્ગ મોકળા બનશે. વાહન સુખમાં વૃદ્ધિ થશે. તમે પ્રેમ સંબંધોને લઈને ખૂબ જ ચિંતાગ્રસ્ત રહેશો. ઘૂંટણનો દુખાવો પરેશાન કરી શકે છે. આ રાશિના લોકોને આ મહિનામાં ઈજા થવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકોને આ મહિનામાં નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના રહેલી છે. પરિશ્રમ વધારે કરવો પડશે. અમુક અનાવશ્યક ખર્ચ અને નુકસાન તમને પરેશાન કરી શકે છે. એટલા માટે આ સમયગાળામાં કોઈપણ રોકાણ કરવાથી બચવું જોઈએ. વેપારીઓ માટે હાલનો સમય ખૂબ જ પડકાર ભરેલો રહેશે, પરંતુ તમે પોતાના મનોબળથી આગળ વધી શકશો. આ મહિનો પ્રેમ સંબંધ માટે શુભ છે તથા પ્રેમ જીવનમાં ખુશીઓ આવવાની છે. લાંબા સમયથી ચાલી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આરામ મળશે.

ધન રાશિ

આ મહિનામાં તમે આત્મવિશ્વાસથી તરબોળ રહેશો, પરંતુ આત્મ સંયત રહો. પૈસાની આવક થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભાગ્યની પ્રબળતાથી તમને કામમાં સફળતા મળશે. આળસ વધારે રહેશે.. ઘર પરિવારની સુખ સુવિધાઓનો વિસ્તાર થશે.. આર્થિક રૂપથી સંપૂર્ણ મહિનો સકારાત્મકતા તમારી આસપાસ રહેશે. આવી રીતે જો તમે રોકાણ કરવા માંગો છો તો સમય બિલકુલ યોગ્ય છે. તમને પોતાની લવ લાઈફ સાથે સંબંધિત કોઈ ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણ થી સજાગ રહેવું. શારીરિકની સાથો સાથ માનસિક પરેશાનીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

મકર રાશિ

આ મહિનામાં માંગલિક કાર્યનું આયોજન થશે, જેનાથી અનાવશક ખર્ચ વધશે. કપડા ઉપહારમાં મળી શકે છે. વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો તેમને અભ્યાસમાં મજા આવશે. અભ્યાસમાં મન લાગશે અને તેનાથી તમને સારા પરિણામ પણ જોવા મળશે. નોકરીમાં પરિવર્તનની સાથે બીજી જગ્યાએ સ્થાન પરિવર્તન કરવું પડી શકે છે. આર્થિક રૂપથી તમને પોતાના મિત્ર અને સામાજિક મન સન્માનનો લાભ મળવાની સંભાવના છે. પ્રેમ સંબંધમાં સુખ સમૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે તથા પરસ્પર પ્રેમ પણ મજબૂત બનશે. પહેલાથી કોઈ બીમારીથી પીડિત લોકોની સમસ્યામાં વધારો થઈ શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા લોકોએ પોતાની ભાવનાઓને કાબુમાં રાખવી. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. જે મિત્રો તમારો વિરોધ કરી રહ્યા હતા હવે તેઓ તમને સહયોગ કરશે. વેપારમાં મોટો ધન લાભ મળી શકે છે. યાત્રા દરમિયાન દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે. વધારે પડતો ક્રોધ કરવાથી બચવું, પારિવારિક જવાબદારી વધી શકે છે. રોકાણ કરવા પ્રત્યે તમારી રુચિ રહેશે. આ દરમિયાન કોઈ પણ કરજ લેવાથી બચવાની જરૂરિયાત છે. મહિનાના અંતમાં લવ લાઇફમાં સુખદ અનુભવ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ખાણીપીણી સાથે સંબંધિત નિયમોનું પાલન કરો.

મીન રાશિ

આ મહિનામાં શૈક્ષણિક કાર્યમાં અડચણ આવી શકે છે. નિયમિત આવક અને લાભના યોગ બની રહ્યા છે. કોઈ મિત્રના સહયોગથી વેપારમાં વિસ્તાર થશે. લાભના અવસર મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. ભાગીદારીથી લાભ થઈ શકે છે, પરંતુ જે લોકો નોકરી કરી રહ્યા છે તેમનું સ્થાન પરિવર્તન થઈ શકે છે. ભૂતકાળમાં કરવામાં આવેલ રોકાણ તમારા માટે સારા લાભના અવસર લઈને આવશે. સાથોસાથ આર્થિક નિર્ણય લેવા માટે હાલનો સમય આદર્શ છે. આ મહિનો તમારા લવ રિલેશનશિપ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. સ્વાસ્થ્યને લઈને સજાગ રહેવાની જરૂરિયાત છે. કોઈપણ સમસ્યા થવા પર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.