પાક્કા સમાચાર : આ ઍક્ટ્રેસ બનશે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ની દયાબેન

દર્શકોનાં ફેવરીટ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં દયાબેનનાં આઇકોનીક કિરદાર ની ગેરહાજરી ઘણા સમયથી દર્શકોને ખુંચી રહી છે. ફેન્સ દિશા વાકાણીનાં પરત આવવાની એક લાંબા સમયથી અપેક્ષા રાખી રહ્યા છે. પાછલા અમુક સમયથી દિશા નાં શોમાં પરત આવવાની અફવાઓ પણ સોશિયલ મીડિયા નું બજાર ગરમ કરી રહી હતી. વળી અમુક લોકોએ તેના રિપ્લેસમેન્ટ ને લઈને પણ વાતો બનાવી હતી.

કોણ બનશે નવા દયાબેન?

હવે ફેન્સની આતુરતાનો અંત થવાનો છે. કારણ કે શો માં હવે ફરીથી દયાબેન ને ટ્રેક ઉપર લાવવામાં આવી રહેલ છે. જોકે હવે દિશા નહીં, પરંતુ હમ પાંચ ફેમ સ્વીટી ઉર્ફે એક્ટ્રેસ રાખી વિઝન દયાબેન નાં કિરદારમાં આવવા માટે તૈયાર છે. રાખી વિઝન એક લાંબા સમય બાદ ટીવી પર પરત ફરવા જઈ રહી છે. રાખીને દિશાના કિરદારમાં જોવી હકીકતમાં ફેન્સ માટે એક મોટું સરપ્રાઇઝ હશે.

મીડિયા રિપોર્ટના પાક્કા સુત્ર દ્વારા આ સમાચારને કન્ફર્મ કરીને કહેવામાં આવ્યું છે કે રાખી વિઝન સાથે જ દયાબેનનાં કિરદાર ને લઈને વાત કરવામાં આવી રહી છે. નેગોશીએશન આજે ફાઇનલ થઇ શકે છે. કિરદાર નાં સ્ક્રીન પ્રેઝન્સ ને લઈને રાખી અને ક્રિએટીવ ટીમ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

સુત્રોએ કર્યો મોટો ખુલાસો

સુત્રોએ જણાવ્યું હતું કે રાખી તેમાં પોતાનો ટચ આપવા માંગે છે, જેથી કિરદારમાં કંઈક ફ્રેશનેશ નજર આવે. આ બાબતમાં તેમણે તેમની સાથે મિટિંગ પણ કરેલી છે. રાખી દયાબેન ની જેમ ફેશિયલ એક્સપ્રેશન આપવામાં સહજ નથી. તે દયાબેન ના કિરદારને પોતાની સ્ટાઇલથી પ્રેઝન્ટ કરવા માંગે છે. હકીકતમાં રાખી પણ હમ પાંચની સ્વીટીના આઇકોનિક કિરદાર માટે ઓળખવામાં આવે છે. આજે પણ ઘણા લોકો સ્વીટિ નાં નામથી જ તેને ઓળખે છે. તેવામાં તેના માટે ચેલેન્જ હશે કે તે ક્યાંક સ્વીટી અને દયાબેન ની વચ્ચે ફસાઇ ન જાય. એ જ કારણ છે કે રાખી સમય લઇ રહી છે, જેથી તેની ઉપર સ્વીટી હાવી ન થઈ જાય. તેના માટે દયાબેન અને સ્વીટીને બ્લેન્ડ કરીને લોકોની વચ્ચે પહોંચવું પડકારજનક બની શકે છે.

રાખી માટે દયાબેન જેવા આઇકોનિક કિરદાર ની નસ પકડવી એટલી સરળ નહીં હોય. તેની ઉપર સોર્સનો કહેવું છે કે આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઈન્ડ નાં તર્જ ઉપર વાત કરવામાં આવે તો કોઈ પણ એક્ટર માટે ફક્ત બે સપ્તાહ સુધી ચેલેન્જ હોય છે કે તે કઈ રીતે કિરદારમાં પોતાને ઢાળે છે. રિપ્લેસમેન્ટ પહેલી વખત તો નથી થઈ રહ્યું, આ પહેલાં પણ ઘણા આઇકોનિક કિરદારને રિપ્લેસ કરીને બીજા એક્ટરે પોતાની છાપ છોડી છે. એટલા માટે તે દ્રષ્ટિકોણથી ટીમ સહજ મહેસુસ કરી રહી છે.