પરણિત હોવા છતાં ડીમ્પલ પર ફીદા થઈ ગયા હતા સની દેઓલ, લંડનમાં રંગે હાથ પકડાઈ ગયા હતા

અભિનેતા થી નેતા બનેલા સની દેઓલ ૧૯ ઓક્ટોબરે પોતાને ૬૩ મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. તેમનું અંગત જીવન ખૂબ જ દિલચસ્પ છે. આ જ કારણને લીધે આજે તેમના ખાસ દિવસ પર તેમના જીવન સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો જણાવીશું. જેના લીધે તેમના જીવનમાં સમસ્યા આવી હતી. એટલું જ નહીં આ વાત તે દિવસ ની છે જ્યારે સની દેઓલ પોતાની કારકિર્દીમાં ટોપ પર હતા અને તેમનો અનેક અભિનેત્રીઓ સાથે અફેર પણ ચાલી રહ્યું હતું. જેમાં ડિમ્પલ કાપડિયાનું નામ શામેલ છે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં કલાકારો વચ્ચે અફેર થવું સામાન્ય વાત છે. તેમાં લગ્ન કરેલા હોવા છતાં અભિનેતાઓનું દિલ બીજી અભિનેત્રી પર આવવું કોઇ મોટી વાત નથી. પરંતુ પહેલાના જમાનામાં આ વાત ખૂબ જ મોટી હતી. તેવું જ સની દેઓલની સાથે થયું હતું. સની દેઓલનાં જીવનમાં એવો સમય હતો કે તે લગ્ન કરેલા હોવા છતાં તેમનું દિલ ડિમ્પલ કાપડિયા પર આવી ગયું હતું અને તેમની સાથે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો, જેની અફવા પણ ઉડી હતી.

આ ફિલ્મથી થયો હતો પ્રેમ

સની દેઓલ ડિમ્પલ કાપડીયાના પ્રેમની શરૂઆત ફિલ્મ “મંઝીલ મંઝીલ” થી થઈ હતી. તે દરમિયાન બંને પહેલી વખત એકબીજાની નજીક આવ્યા હતા. ત્યાર પછી સની દેઓલ પોતાના દિલ ઉપર કાબૂ ન કરી શક્યા. તે સમયમાં ડિમ્પલ કાપડિયા ખૂબસૂરત અભિનેત્રી માંથી એક હતી. જેને જોઈને કોઈપણ અભિનેતા દિલ આપી દે. તે સમય દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો. તે બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા.

લગ્નની ઉડી હતી અફવા

ડિમ્પલ કાપડિયા અને સની દેઓલનો સંબંધ ૧૧ વર્ષ સુધી ચાલ્યો હતો. ત્યારબાદ તે સંબંધ તૂટ્યો હતો. બંને એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે તે સમય દરમિયાન મીડિયામાં બંનેના લગ્નની વાત પણ ઉડી હતી. ખબર અનુસાર બંને એ છૂપાઈને લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ આ વાતને ક્યારેય અધિકારી પૃષ્ટિ થઈ નથી. તે સમયે બંને એકબીજા સાથે સમય પસાર કરતા હતા.

મીડિયા રિપોર્ટની વાત માનીએ તો તે સમયમાં સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા રજાઓ માણવા લંડન ગયા હતા. ત્યારબાદ તેમના ફોટા મીડિયામાં આવતા હતા. જેમાં તેમની પ્રેમ કહાની સ્પષ્ટ રીતે જોવા મળે છે. ડિમ્પલ કાપડિયા સિવાય સની દેઓલનું નામ અમૃતા સિંહ સાથે પણ જોડાયેલું છે. કહેવામાં આવે છે કે ફિલ્મ “બેતાબ” પછી બંને વચ્ચે સારો સમય પસાર થતો ગયો. ત્યારબાદ બંને પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા. પરંતુ આ સંબંધ વધારે સમય ના રહી શક્યો અને બંને ના રસ્તા હંમેશા માટે અલગ થઈ ગયા.