પતિ કરતાં ઉંમરમાં મોટી છે બોલીવુડની આ હસીનાઓ, એક તો પોતાના પતિથી ૧૦ વર્ષ મોટી છે

Posted by

“ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન” આ ગીતની લાઇન અમુક લોકો પર બિલકુલ યોગ્ય રીતે લાગુ પડે છે. જ્યારે વ્યક્તિને પ્રેમ થાય છે ત્યારે તે નાત-જાત, નાના-મોટું કંઈ પણ નથી જોતો અને તેને કોઈ પણ વાતથી ફર્ક નથી પડતો કે સામેવાળાની ઉંમર શું છે. તેવામાં આજે આ પોસ્ટમાં તમને બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમણે પોતાના થી ઓછી ઉંમરના છોકરાઓને પોતાનો જીવનસાથી પસંદ કર્યો.

પ્રિયંકા ચોપડા

હાલમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ અમેરિકન સિંગર નિક જોન્સન જોડે લગ્ન કર્યા છે. ગયા વર્ષે બંનેના લગ્ન ખૂબ જ ચર્ચામાં હતા. જણાવી દઈએ તો નિક જોન્સન ઉંમરમાં પ્રિયંકા થી ૧૦ વર્ષ નાનો છે. જ્યારે પ્રિયંકા ની ઉંમર ૩૬ વર્ષની છે અને નિક ૨૬ વર્ષનો છે. જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે લોકોએ તેમની ઉંમર વચ્ચે રહેલા અંતરને લઈને ખૂબ જ મજાક બનાવ્યો હતું. પરંતુ બંનેની તેનાથી કોઇ જ અસર નથી અને આજે તે એક ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે.

અમૃતા સિંહ

સૈફ અલી ખાન બોલિવૂડમાં છોટે નવાબ નાં નામથી જાણવામાં આવે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સેફ નાં પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. તેમણે આ લગ્ન બધાથી છુપાવીને કર્યા હતા. તેમના લગ્ન થી ઘરવાળા ખૂબ જ નારાજ પણ થયા હતા. કારણ કે અમૃતા ઉંમરમાં સેફ અલી ખાન થી ઉંમરમાં મોટી હતી. જણાવી દઈએ તો અમૃતાજોડે લગ્ન સમયે સૈફ અલીખાન માત્ર ૨૧ વર્ષના હતા અને અમૃતા સિંહ સૈફ અલીખાન થી ૧૩ વર્ષ મોટી હતી. એટલે કે જ્યારે તેમના લગ્ન થયા ત્યારે અમૃતા ૩૪ વર્ષની હતી. અત્યારે બંનેના ડિવોર્સ થઈ ગયા છે.

એશ્વર્યા રાય

વર્ષ ૨૦૦૭માં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયના લગ્ન થયા. એશ્વર્યા અભિષેકથી ઉંમરમાં ૨ વર્ષ મોટી છે. એશ્વર્યા ની ઉંમર ૪૫ વર્ષની છે, જ્યારે અભિષેકની ઉંમર ૪૩ વર્ષની છે. તે છતાં બંને વચ્ચે ખૂબ જ સારી અંડરસ્ટેન્ડિંગ છે. તે બંને એકબીજા સાથે ખુશહાલ જીવન પસાર કરે છે. જણાવી દઈએ તો બંનેની ઉંમરમાં વધારે ફરક નથી, પરંતુ તે છતાં પણ અમુક લોકોએ લગ્ન સમયે તેમનો મજાક ઉડાવ્યો હતું.

અર્ચના પુરન સિંહ

અર્ચના પુરન સિંહ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. જેમણે અનેક હિટ ફિલ્મો માં શાનદાર અભિનય કર્યો છે અને પોતાની કલાથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ તો અર્ચના પુરન સિંહ ૭ વર્ષ નાના પરમીત સેઠી સાથે લગ્ન કર્યા છે. ઉંમરનું અંતર થોડું વધારે જરૂર છે, પરંતુ બંને વચ્ચે પ્રેમ ખૂબ જ સારો છે.

નમ્રતા શિરોડકર

નમ્રતા શિરોડકર એક સમયમાં બોલિવૂડની અભિનેત્રી હતી. નમ્રતા એ  “કચ્ચે ધાગે” અને “વાસ્તવ” જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મિસ ઈન્ડિયા રહી ચૂકેલી નમ્રતા શિરોડકર ફિલ્મી કરિયરની શરૂઆત ૧૯૯૮ માં આવેલી ફિલ્મ “જબ પ્યાર કિસી સે હોતા હૈ” થી કરી હતી. છેલ્લી વખતે ૨૦૦૪માં આવેલી ફિલ્મ “રોક સકો તો રોક લો” માં નૈરેટર ની ભૂમિકા સામે જોવા મળી હતી. જણાવી દઈએ તો નમ્રતા એ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા છે, જે તેનાથી ઉંમરમાં ૪ વર્ષ નાના છે.