પત્નીએ આપ્યો જોડિયા બાળકોને જન્મ પણ બંનેનાં પિતા અલગ નીકળ્યા, બેવફા પત્નીની આવી રીતે પોલ ખુલી

Posted by

આ દુનિયા ફક્ત ગોળ નથી પરંતુ અજીબો-ગરીબ પણ છે અને તે વાતની સાબિતી આપણને અમુક આશ્ચર્યજનક વાતો પરથી જાણવા મળે છે. અમુક ઘટનાઓ એવી હોય છે જ્યાં મનુષ્ય વિજ્ઞાન અને પ્યારમાં મળેલ દગાથી એક સાથે હેરાન થઈ જાય છે. જોડિયા બાળકોને લઈને તમારા મનમાં પણ એવી જ થિયરી બને છે ને કે ગર્ભમાં એક વ્યક્તિના બે સ્પર્મ એક સાથે ફ્યુઝ થઇ જાય તો જ બાળકો બને છે. જો તમે પણ આવું જ વિચારો છો તો તમને જણાવી દઈએ કે જોડિયા બાળકો થવાની પાછળ ફક્ત આ કારણ હોતું નથી. ચીનમાં એક કપલની સાથે વિજ્ઞાનનું એક એવું અનોખું રૂપ સામે આવ્યું હતું, જેના કારણે સંબંધોમાં તિરાડ પડી ગઇ.

જોડીયા બાળકોના નીકળ્યા બે બાપ

હકીકતમાં ચીનમાં જોડિયા બાળકોનો એક અનોખો મામલો સામે આવ્યો છે. ચીની વ્યક્તિની પત્ની પ્રેગ્નન્ટ હતી અને તેણે બે બાળકો થવાના હતા. તેને જ્યારે ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તો તેનો પતિ પોતાના બાળકો આવવાની રાહ જોવા લાગ્યો. મહિલાએ બે સ્વસ્થ જોડિયા બાળકોને જન્મ આપ્યો. જોડિયા બાળકો થવા પણ અનોખુ લાગે છે, પરંતુ આવું ઘણા કેસમાં થાય છે.

પિતાએ બાળકોનું બર્થ સર્ટિફિકેટ બનાવતા સમયે ડોક્ટર પાસે તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની વાત કરી. ત્યારબાદ બાળકોનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવ્યો. જ્યારે એનાલિસ્ટે પિતાને રિપોર્ટ સોંપ્યો હતો, તે હેરાન થઈ ગયા હતા. જોડીયા બાળકોના પિતા બે નીકળ્યા હતા. એક બાળકનો તો ડીએનએ તેની સાથે મેચ કરતો હતો. પરંતુ અન્ય બાળકનો ડીએનએ તે વ્યક્તિ સાથે મેચ કરતો ન હતો. તે વાત પરથી તે વ્યક્તિને જાણ થઈ કે તેની પત્ની તેની સાથે દગો કરતી હતી અને તેના બાળકની સાથે અન્ય વ્યક્તિનું બાળક પણ ઉછરી રહ્યું હતું.

આવી રીતે ખુલી પત્ની ની પોલ

જે વ્યક્તિ સાથે આ ઘટના બની તેના હોશ ઉડી ગયા હતા. તેણે કહ્યું કે મને વિશ્વાસ હતો ન હતો કે મારી પત્ની મારી સાથે આવું કરી શકે છે. તેના અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ સંબંધ હોઈ શકે છે તે વાત મને માનવામાં આવતી નથી. ડેંગ યંજુ દ્વારા આ બાળકોનો ટેસ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવો મામલો ૧ કરોડ માં એક જ વખત આવે છે. સાથોસાથ તેમણે જણાવ્યું કે આ પ્રોસેસ કેવી રીતે થાય છે.

ડેંગે જણાવ્યું કે આવું ત્યારે બને છે જ્યારે એક મહિલા ૧ મહિનામાં બે ઈંડા રીલીઝ કરે છે. ત્યારબાદ તે ઓછા સમયમાં જો તે બે અલગ-અલગ વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે તો અલગ-અલગ ઈંડા બે અલગ-અલગ સ્પર્મ સાથે ફ્યુઝ થઇ જાય છે. આવું થવા પર મહિલા જોડિયા બાળકોને જન્મ આપે છે, પરંતુ તેના પિતા અલગ અલગ હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોસેસને heteropaternal superfecundation કહેવામાં આવે છે.

સાથોસાથ એક્સપોર્ટ જણાવ્યું હતું કે મહિલા જો એક જ દિવસમાં બે અલગ અલગ લોકો સાથે સંબંધ બનાવે છે, તો તેની સંભાવના ખૂબ જ વધી જાય છે. તેવામાં આ મહિલા સાથે પણ આવું જ થયું હતું. તેણે પોતાના પતિ સિવાય કોઈ અન્ય વ્યક્તિ સાથે પણ સંબંધ બનાવ્યા હતા. જેના કારણે તેના શરીરમાં બે ગર્ભ સ્થાપિત થઈ ગયા અને જોડિયા બાળકોનો જન્મ થયો.