પત્ની કિયારા સાથે આ આલીશાન ઘરમાં રહેશે સિધ્ધાર્થ, જુઓ ૭૦ કરોડનાં ઘરની અંદરની ઝલક

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ જાણીતી અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ૭ ફેબ્રુઆરીનાં રોજ લગ્ન કરેલા હતા. કપલે રાજસ્થાનનાં જેસલમેરના સુર્યગઢ પેલેસમાં લગ્ન કરેલા હતા. જેમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઘણા બધા સિતારાઓ સામેલ થયા હતા. તમને જણાવી દઈએ કે લગ્ન કર્યા બાદ સિદ્ધાર્થ અને કિયારા એ દિલ્હીમાં એક રિસેપ્શન રાખેલું હતું. ત્યારબાદ કપલે ૧૨  ફેબ્રુઆરીનો રોજ મુંબઈમાં પણ રિસેપ્શનનું આયોજન કરેલું હતું, જેમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા મોટા મોટા સિતારાઓ પણ સામેલ થયા હતા.

આ બધાની વચ્ચે સિદ્ધાર્થ અને કિયારા એ પોતાના માટે નવું મકાન પણ શોધી લીધું છે. હકીકતમાં લગ્ન કરતા પહેલા જ સિદ્ધાર્થ પોતાના માટે નવા ઘરની તલાશ કરી રહ્યા હતા. તેવામાં તેમને પોતાનું ઘર મળી ગયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જોઈએ સિદ્ધાર્થ કિયારા નું નવું ઘર.

રિપોર્ટનું માનવામાં આવે તો સિદ્ધાર્થ-કિયારા એ જ્યારથી ડેટ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી જ આ બંને પોતાના માટે નવું ઘર શોધી રહ્યા હતા. તેવામાં તેમની તલાશ મુંબઈનાં પોશ વિસ્તારમાં ખતમ થઈ હતી.

રિપોર્ટનું માનવામાં આવે તો સિદ્ધાર્થ એ ૧૨ માં માળ ઉપર પોતાનું ઘર લીધું છે, જે સી-ફેશિંગ છે. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના એક સપ્તાહ પહેલા જ સિદ્ધાર્થ-કિયારા એ પોતાનું આ નવું ઘર ખરીદેલું છે.

રિપોર્ટનું માનવામાં આવે તો આ નવા ઘરની કિંમત ૭૦ કરોડ રૂપિયા છે, જે ૧૨માં માળ ઉપર લેવામાં આવેલ છે. જણાવી દઈએ કે સિદ્ધાર્થ કિયારાનું આ ઘર અંદાજે ૩૫૦૦ સ્ક્વેર ફીટમાં ફેલાયેલ છે, જેમાં ઘણી બધી લક્ઝરી સુવિધાઓ આપવામાં આવેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રિપોર્ટનું માનવામાં આવે તો સિદ્ધાર્થ એ પોતાના ઘરને મશહુર ઇન્ટિરિયર સેલિબ્રિટી ડિઝાઇનર અને જાણીતા એક્ટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પાસે ડિઝાઇન કરાવેલ છે. જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા નું ઘર મુંબઈના પાલી વિસ્તારમાં છે, જેને તૈયાર કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે.

વાત કરવામાં આવે સિદ્ધાર્થ અને કિયારાનાં કામ વિશે તો લગ્ન બાદ આ બંને હનીમુન ઉપર જશે નહીં. હકીકતમાં બંને પોતાના કામને લઈને કમીટેડ છે. તેવામાં તેઓ સીધા જ પોતાના ફિલ્મોની શુટિંગમાં જોડાઈ જશે. ખુબ જ જલ્દી સાઉથ સ્ટાર રામ ચરણની સાથે ફિલ્મ “આરસી ૧૫” માં નજર આવશે.

વળી સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ “યોદ્ધા” માં જોવા મળશે. તેની સાથે મશહુર એક્ટ્રેસ દિશા પાટની મુખ્ય કિરદાર માં હશે. તે સિવાય સિદ્ધાર્થ રોહિત શેટ્ટીની “પુલીસ ફોર્સ” થી ડેબ્યુ કરશે. તેમાં શિલ્પા શેટ્ટી પણ મુખ્ય કિરદારમાં હશે.