પત્ની : મારી બહેનપણી ઈચ્છે છે કે એને પણ આપણાં “ચિન્ટુ” જેવો જ છોકરો જોઈએ છે, પછી પતિ હરખમાં આવીને કઈક એવું બોલ્યો કે આખા રૂમમાં સન્નાટો થઈ ગયો

Posted by

જોક્સ-૧

પતિ : મારી પત્ની ખોવાઈ ગઈ છે. ખરીદી કરવા ગઈ હતી, તે હજી પાછી આવી નથી.

ઈન્સ્પેક્ટર : પત્નીની ઊંચાઈ કેટલી છે?

પતિ : ક્યારેય ચેક નથી કરી.

ઈન્સ્પેક્ટર : શું તે પાતળી છે, કે જાડી છે?

પતિ : પાતળી નથી, કદાચ જાડી છે.

ઈન્સ્પેક્ટર : આંખોનો રંગ?

પતિ : ક્યારેય નોંધ્યો નથી.

ઈન્સ્પેક્ટર : વાળનો રંગ?

પતિ : ઋતુ પ્રમાણે બદલાય કરે છે

ઇન્સ્પેક્ટર : તેણે શું પહેર્યું હતું?

પતિ : ખબર નથી, કદાચ સાડી કે સલવાર સુટ.

ઈન્સ્પેક્ટર : શું તે ગાડી પર ગઈ હતી?

પતિ : હા, કારમાં ગઈ હતી.

ઈન્સ્પેક્ટર : ગાડીનો રંગ?

પાટી : બ્લેક ઓડી A8, સુપરચાર્જ્ડ 3.0L V6 એન્જિન સાથે, મેન્યુઅલ મોડ સાથે N8 સ્પીડ ટિપટ્રોનિક ઓટોમેટિક ટ્રાન્સમિશન, 333 હોર્સપાવર જનરેટ કરે છે, અને તેમાં સંપુર્ણ એલઇડી હેડલાઇટ છે જે પ્રકાશ ઉત્સર્જિત ડાયોડનો ઉપયોગ કરે છે. તેના આગળની સાઈડના ડાબા દરવાજા પર ખુબ જ પાતળો સ્ક્રેચ છે. અને પછી પતિ રડવા લાગ્યો

ઈન્સ્પેક્ટર : ચિંતા કરશો નહીં સાહેબ, અમે તમારી કાર શોધી લઈશું.

જોક્સ-૨

પિન્ટુ સવારે સાડીની દુકાને ગયા.

દુકાનદાર પુજા કરી રહ્યો હતો.

પિન્ટુએ કહ્યું : બહાર પેલા શો કેસમાં પુતળાને સુંદર સાડી પહેરાવી છે લઇ આવો.

દુકાનદાર : તે સાડી ખુબ જ મોંઘી છે. ૫૦,૦૦૦ રૂપિયાની છે.

પિન્ટુ : પૈસાની ચિંતા ના કરો. તમે તરત જ એ સાડી કાઢો.

દુકાનદારે સાડી કાઢી.

પિન્ટુ : હવે તેને ગડી કરો.

દુકાનદારે સાડીને ગડી કરી.

પિન્ટુ : હવે તેને બોક્સમાં પેક કરો.

દુકાનદારે સાડીને બોક્સમાં પેક કરી

પિન્ટુ : હવે તેને થેલીમાં મુકો અને ગાંઠ મારી દો.

દુકાનદારે બોક્સ થેલીમાં નાખ્યું અને ગાંઠ મારી.

પિન્ટુ : હવે તેને માળીયા પર મુકી દો.

દુકાનદાર ચોંકી ગયો!

પિન્ટુ : હું અને મારી પત્ની રોજ અહીંથી ઘરે જઈએ છીએ. અને આ સાડી જોઈને ઘરમાં રોજ ઝઘડા થાય છે,

હવે મારાથી સહન નથી થતું.

જોક્સ-૩

રાબેતા મુજબ ભીડ હતી. એક માણસ લાંબા સમયથી ચુપચાપ ઊભો રહ્યો.

અધિકારીએ પુછ્યું : કાંઈ કામ છે?

તે માણસ આગળ આવ્યો અને કહ્યું : મારે અરજી લખવી હતી.

અધિકારી : શેના વિષે?

માણસ : પિતા દારૂનાં વ્યસની છે.

અધિકારી : તો તેમને સમજાવો, અમને વિનંતી કરવાની શું જરૂર છે.

માણસ : ના, એવું નથી. ખરેખર તેમની ઉંમર વધુ છે. તે ૮૦ ની આસપાસ હશે.

અધિકારી : તો?

માણસ : તેથી જ્યારે તેઓ દારૂ પીને ત્યાંથી આવે છે ત્યારે તેઓ તેમની સાઇકલ સાથે રસ્તામાં પડી જાય છે. અમારે તેમને શોધીને લાવવા પડે છે.

અધિકારી : તો એમને સમજાવો ભાઈ, દારૂ ના પીવો.

માણસ : તે માનશે નહીં, તમે અરજી લખો.

અધિકારી : કોને લખવી છે?

માણસ : આબકારી વિભાગને.

અધિકારી : શું લખું?

માણસ : એ જ કે દારૂનાં ઠેકા દુર હોવાને કારણે મારા પિતા જેવા સેંકડો લોકોએ ૩ કિલોમીટર દુર જવું પડે છે. આવી સ્થિતિમાં ઘણા વૃદ્ધો રસ્તામાં પડી જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે. જો ગામમાં કોઈ ઠેકા હોય તો આ અમારી ચિંતા દુર થઇ જાય.

આ સાંભળી તેની બાજુમાં ઊભેલા એક વૃદ્ધની આંખો આંસુ આવી ગયા.

તેમણે હતાશ થઈને કહ્યું – દીકરો હોય તો આવો! અને એક મારો દીકરો છે, જેણે હું દારૂ પીવા ન જઈ શકું એટલે મારી સાયકલ વેચી દીધી.

જોક્સ-૩

શેરબજારમાં લોસ ખાઈને બેસેલો પતિ પોતાની જાડી પત્ની તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો,

પછી તેણે મનમાં વિચાર્યું કે, મારા જીવનનું આ એકમાત્ર એવું રોકાણ છે,

જે જોત જોતામાં ત્રણ ગણું થઇ ગયું છે.

જોક્સ-૪

ડોક્ટર : મીકેનીક ભાઇ, મારા ટીવીમાં કશી ખરાબી નથી, છતાં આટલા બધા શેના પેસા!

મીકેનીક : મારી કન્સલ્ટ ફીના, ડૉક્ટર સાહેબ.

ડોક્ટર : હોય વળી?

મીકેનીક : કેમ નહીં? ગયે મહિને હું મારી તબિયત બતાવવા તમારી પાસે આવ્યો હતો. મારી તબિયતમાં કશો તડો નહોતો પડયો, છતાં તમે તમારી કન્સલ્ટીંગ કચકચાવીને નહોતી લીધી?

જોક્સ-૫

ટીવી મીકેનીકને ડોકટરે કહ્યું : તમારી ફી તો અમારા કરતાં પણ ચઢી ગઇને?

ટીવી મીકેનીક બોલ્યો : તમારે તો ફક્ત માનવીનાં એક ના એક જ  મોડલનું રીપેરીંગ કરવાનું,

જ્યારે અમારે તો દર વર્ષે બદલાતા નવા નવા ટીવી મોડલોનું રીપેરીંગ કરવાનું હોય છે!

જોક્સ-૬

પત્ની : મારી બહેનપણી ઈચ્છે છે કે એને પણ આપણાં ચિન્ટુ જેવો જ છોકરો જોઈએ છે.

પતિ (હરખમાં) : બોલાવી લે એને આપણાં ઘેર..!!

રૂમમાં સન્નાટો.

પત્ની : ના રે… મે તો એને બાજુવાળા રમેશભાઈ પાસે મોકલી.

સન્નાટો હજી ચાલુ જ છે.