પત્નીને આ ચીજો ગિફ્ટમાં આપવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, પૈસામાં આવે છે બરકત

Posted by

શાસ્ત્રોમાં ઘરની ગૃહિણીને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવેલ છે. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં વહુ અને પત્નીનું સન્માન થતું હોય છે, ત્યાં હંમેશા માતા લક્ષ્મીજી વિરાજમાન રહે છે. વળી જે લોકો મહિલાઓનું સન્માન નથી કરતા અને હંમેશા તેમનું અપમાન કરતાં રહે છે. તે ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મીજી વાસ કરતા નથી અને તે ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે.

શાસ્ત્રો અનુસાર પોતાની પત્નીને ખુશ રાખતા લોકો પર હંમેશાં માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે છે અને જે લોકો નીચે બતાવવામાં આવેલી ચીજો પોતાની પત્નીને ગિફ્ટમાં આપે છે તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીજી વિરાજમાન રહે છે. એટલા માટે ધનલાભ હેતુ અને ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે તમે પોતાની પત્નીને નીચે બતાવવામાં આવેલી વસ્તુઓ ની ગિફ્ટ જરૂરથી આપવી જોઈએ.

સોનાનાં આભૂષણ

સોનાને ખૂબ જ પવિત્ર ધાતુ માનવામાં આવે છે અને ઘરમાં સોનુ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સમયાંતરે પત્નીને સોનામાંથી બનેલા આભૂષણો આપવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાઇ રહે છે. સોના ચાંદીની ધાતુમાં થી બનાવેલી ચીજો પણ ભેટ કરવી શુભ પરિણામ આપે છે.

કપડા ગિફ્ટ કરો

શાસ્ત્રો અનુસાર જે ઘરની ગૃહિણી પ્રસન્ન રહે છે, તે ઘરમાં હંમેશાં માતા લક્ષ્મીજીની કૃપા વરસતી રહે છે. એટલા માટે જો તમે પોતાની પત્નીને હંમેશા ખુશ રાખો અને પોતાની પત્નીને ખુશ રાખવા માટે સમયાંતરે વસ્ત્રોની ભેટ આપો. પત્ની સિવાય પણ ઘરની અન્ય સ્ત્રીઓને કપડા ઉપહારમાં આપવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ક્યારેય પણ ધનની અસર થતી નથી અને હંમેશા ધનલાભ થાય છે.

સન્માન કરો

મહિલાઓનું સન્માન જરૂરથી કરવું જોઈએ. દરેક ઘરની ખુશીઓનો પાયો સ્ત્રીઓ ઉપર નિર્ભર કરતો હોય છે. એટલા માટે મહિલાઓનું દિલથી સન્માન કરવું અને તેમની સાથે ક્યારેય પણ ઊંચા અવાજમાં વાત ન કરવી. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં પ્રેમ અને આનંદનું વાતાવરણ રહેતું હોય છે, ત્યાં માતા લક્ષ્મીજી જરૂર બિરાજમાન રહે છે અને તે ઘરમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી. વળી જે ઘરમાં સ્ત્રીઓનું બિલકુલ સન્માન કરવામાં નથી આવતું અને સ્ત્રીઓ સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરવામાં આવે છે તે ઘરમાં ફક્ત ગરીબી રહે છે.

સુહાગની ચીજો

પોતાની પત્નીને સુહાગની સામગ્રી સમયાંતરે ભેટ આપવી જોઈએ. સિંદૂર, બિંદી, બંગડી જેવા ઉપહાર આપવાથી હંમેશા સૌભાગ્ય આવે છે અને આવા ઘરમાં હંમેશા દેવી-દેવતાઓ બીરાજમાન રહે છે. સન્માન સિવાય મહિલાઓની સાથે યોગ્ય રીતે વાત કરવી અને તેનું અપમાન ન કરવું.

ઉપર બતાવેલી વાતો પર જરૂરથી ધ્યાન આપવું અને પોતાની પત્નીને સમયાંતરે ઉપહાર જરૂરથી આપતા રહેવા. કારણ કે માતા લક્ષ્મી ફક્ત તે ઘરમાં પોતાની કૃપા વરસાવે છે, જ્યાં સ્ત્રીઓની કદર કરવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે.