પત્નીની અજીબોગરીબ માંગણીથી પરેશાન થયો પતિ, એપ પર પોપ્યુલર થવા માટે કરાવતી હતો બેશરમ જેવી હરકત

Posted by

આજના સોશિયલ મીડિયાનાં જમાનામાં દરેક વ્યક્તિ ખૂબ જલ્દી ફેમસ થવા માંગે છે. વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તેમના દ્વારા શેયર કરવામાં આવેલ તસવીર અથવા વિડીયો વધુને વધુ લોકો દ્વારા જોવામાં આવે, લાઈક કરે, કોમેન્ટ કરી અને તેને ફોલો પણ કરે. આ ચક્કરમાં ઘણા લોકો એટલા દીવાના બની જતા હોય છે કે તેઓ કંઈપણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. તેમને સાચા અને ખોટાની ઓળખ હોતી નથી. હવે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ માં આવેલ એક મામલો આવો જ કંઈક છે. અહીંયા એક પત્નીએ પણ પોતાના ફોલોવર્સ વધારવાના ચક્કરમાં પતિ સાથે એવી હરકતો કરાવતી હતી કે તે બિચારો માથું પકડીને બેસી ગયો.

ફોલોવર્સ વધારવા માટે પતિ પાસે કરાવતી હતી અજીબ હરકતો

પતિનું કહેવું છે કે તેની પત્ની પહેલા ટીકટોક પર વિડીયો બનાવવાનો ખૂબ શોખ હતો. હવે શરૂઆતમાં તેને પણ પોતાની પત્નીનાં આ શોખથી કોઈ પરેશાની હતી નહીં, પરંતુ સમસ્યા ત્યારે પેદા થઈ જ્યારે પત્ની પોતાના વીડિયોમાં વધુમાં વધુ વાયરલ કરવાના ચક્કરમાં પતિ પાસે અજીબોગરીબ હરકતો કરાવવા લાગી. એટલે સુધી કે તે આ ચક્કરમાં પોતાના પતિને ભૂખ્યો પણ રાખતી હતી.

વિડિયો માટે પતિને બનાવવો છે સ્લિમ

પતિની ફરિયાદ છે કે તેની પત્ની તેને વીડિયોમાં સારો દેખાવવા માટે સ્લીમ બનાવવા માંગે છે. તે વજન ઓછું કરવા માટે તેની પાછળ પડી ગઈ છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પત્ની પોતાના પતિને સ્લીમ કરવાના ચક્કરમાં તેને ભૂખ્યો રાખવા લાગી. પતિ જ્યારે આ વિશે સવાલ કરે તો પત્ની તેની સાથે ઝગડવા લાગતી હતી.

થઈ ચૂકી છે કાઉન્સલીંગ

જ્યારે વાત હદ કરતા વધારે બગડી ગઈ તો રિલેશનશિપ કાઉન્સેલરની મદદ લીધી. જોકે થોડા દિવસ બાદ આ અજીબ શોખ ફરીથી શરૂ થઈ ગયો. જ્યારે ટીકોક બંધ થયું હતું, તો પતિને થોડી રાહત મળી હતી. પરંતુ હવે પત્ની બીજા શોર્ટ વિડીયો શેરીંગ એપ “ચિંગારી” પર પોતાના ફોલોવર્સ વધારવાના ઉદ્દેશથી પતિ પાસે અજીબોગરીબ હરકતો કરાવવા લાગી.

કરાવે છે અજીબો-ગરીબ મેકઅપ

પતિ જણાવે છે કે તેની પત્ની ક્યારેક તેની પાસે અજીબો-ગરીબ મેકઅપ કરવા માટે કહે છે, તો ક્યારેક કોઈ ગીત ના સિકવન્સ શુટ કરવા માટે કહે છે. ઘણી વખત તો તે તેને અજીબ ડાન્સ કરવા માટે પણ દબાણ કરે છે. પતિના અજીબો-ગરીબ વીડિયો જોયા બાદ તેના ઓફિસના સહકર્મીઓ અને સંબંધીઓ તેની મજાક ઉડાવવા લાગે છે. પતિએ પોતાની પત્નીને ખૂબ સમજાવી પરંતુ હજુ પણ તે માનવા માટે તૈયાર નથી થઈ રહી.

સ્લીમ થયા નહીં તો નવા મિત્ર બનાવીશ – પત્ની

કુટુંબ ન્યાયાલયની કાઉન્સિલર શૈલ અવસ્થીનાં જણાવ્યા અનુસાર પતિ પોતાની પત્નીને છોડવા માંગતો નથી. બસ તેની આ અજીબોગરીબ માંગણીથી પરેશાન છે. પત્ની તરફથી તેને એવી પણ ધમકીઓ મળી રહી છે કે જો તેઓ સ્લીમ થયા નહીં, તો તે અન્ય મિત્ર બનાવી લેશે અને પછી તેમની સાથે વીડિયો શુટ કરશે. મેં પત્નીને સમજાવી છે કે તે પોતાની માંગણી પર લગામ લગાવે અને પતિને મહત્વ આપે. હાલમાં બંનેનું કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયાની આ ઘેલછા ને કારણે ઘણા બધા લોકો તેમાં ગાંડાતુર બની ગયા છે. તેઓ સોશિયલ મીડિયામાં એવા વીડિયો પણ પોસ્ટ કરી રહ્યા છે જેનો કોઈ મતલબ હોતો નથી, પરંતુ તેનાથી તેઓ માનસિક રીતે નબળા છે એવું સાબિત થતું હોય છે. સોશિયલ મીડિયા તમારું ટેલેન્ટ બતાવવા માટેનું પ્લેટફોર્મ છે, પરંતુ અર્થહીન વિડિયો બનાવવાનો કોઈ મતલબ નથી. વળી આ બાબત પર તમારો શું અભિપ્રાય છે તે અમને જરૂરથી જણાવશો.