પત્નીની નજરમાં આદર્શ પતિ બનવું છે તો આજથી શરૂ કરી દો આ ૭ કામ, પત્નીની નજરમાં બની જશો હીરો

Posted by

યુવતીઓને બાળપણથી ટ્રેનિંગ આપવામાં આવે છે કે કેવી રીતે એક આદર્શ પત્ની અથવા આદર્શ વહુ બનવાનું હોય છે. જ્યારે પુરુષને એવું નથી શીખવવામાં નથી આવતું કે કેવી રીતે એક આદર્શ પતિ બનવું જોઈએ. તેવામાં આજે અમે તમને અમુક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને દરેક પુરુષ એક આદર્શ પતિ બની શકે છે. આ તે બાબતો છે જે પત્નીને પસંદ છે અને પોતાના પતિ પાસેથી આ બાબતોની તે આશા પણ રાખે છે. તો ચાલો આજે અમે તમને અમારા આર્ટીકલમાં આદર્શ પતિ બનવા વિશે ની ટીપ્સ જણાવીએ.

પત્નીની હાં માં હાં ઉમેરવી

પત્નીને ના સાંભળવાની આદત હોતી નથી. જો તમે તેમને દરેક વાતથી ઇનકાર કરો છો તો તેઓ ખૂબ જ નારાજ થઈ જાય છે. તેમને લાગે છે કે ઘરમાં તેમના ઓપિનિયન ની કોઈ વેલ્યુ નથી. એટલા માટે પોતાની પત્નીનું કહેવાનું માનીને તેને મૂલ્યવાન મહેસૂસ કરાવવું જોઈએ. તેનાથી તેની નજરમાં તમારી ઇજ્જત વધી જશે.

શોપિંગ પર ખુશી ખુશી લઈ જવું

પત્નીઓને ખરીદી કરવી ખૂબ જ પસંદ હોય છે અને તે માર્કેટમાં ૧૦ કલાક ફરે અને એક જ આઈટમની ખરીદી કરે, પરંતુ શોપિંગ કરવી અને ચીજોને જોવાનો અનુભવ તેમને ખૂબ જ પસંદ આવે છે. એટલા માટે પોતાની પત્નીને સમય-સમય પર શોપિંગ કરવા માટે લઇ જવી જોઈએ. આ દરમિયાન તમારા ચહેરા પર ખુશી પણ રાખવી. એવું ન લાગવું જોઈએ કે તમે આ કામ મજબૂરીમાં કરી રહ્યા છો.

પત્ની ની ઈજ્જત

કહેવામાં આવે છે કે જ્યારે તમે માન-સન્માન આપો છો, તો બદલામાં તમને પણ ઈજ્જત મળે છે. એટલા માટે પત્નીને પગની ધૂળ સમજવાને બદલે, પોતાની પત્નીને મહારાણી સમજો અને તેને ઉચ્ચ સન્માન આપો. તેનાથી તે તમને દિલથી પ્રેમ કરશે અને ક્યારે પણ દગો આપશે નહીં. તેના મનમાં તમારા માટે માન પણ ખૂબ જ વધી જશે.

કેયરિંગ

જ્યારે હસબન્ડ બીમાર રહેતી હોય છે, તો પત્ની ખૂબ જ સેવા કરે છે. જોકે જ્યારે પત્નીની તબિયત ખરાબ હોય તો ઘણા પતિ તેની કેરિંગ કરતા નથી હોતા. તમારે પોતાનો વ્યવહાર જરૂરથી બદલવો જોઇએ. ફક્ત પત્નીના બીમાર પડવા પર જ નહીં, પરંતુ બાકીના દિવસોમાં પણ તેના પ્રત્યે કેરિંગ નેચર રાખવો જોઈએ. આ બાબત તેનું દિલ જીતી લેતી હોય છે.

કામકાજમાં મદદ

મહિલાઓ ઉપર એક સિક્કો લગાવી દેવામાં આવ્યો છે કે તેમણે ઘરનું બધું કામકાજ કરવાનું હોય છે. પતિ તેમાં હાથ પણ લગાવતા નથી. એવામાં તમારી ફરજ બને છે કે તમે ઘરના કામમાં પત્નીની મદદ કરો. તેના લીધે તે પોતાને ઘરની નોકરાણી નહીં સમજે. જો તમે નોકરી કરી રહ્યા છો તો રવિવારના દિવસે તેને કામમાં મદદ કરો. બાકીના દિવસોમાં પણ તમે સવારે અથવા રાત્રે કામમાં થોડી મદદ કરી શકો છો.

રોમાન્સ કરો

લગ્નના શરૂઆતના વર્ષો બાદ પતિનો રોમાન્સ ફિક્કો પડવા લાગે છે. તેવામાં તમારે કોશિશ કરવી જોઈએ કે તમે હમેશા પોતાની પત્ની સાથે રોમેન્ટિક બનેલા રહો અને તમારા પ્રેમમાં કોઈ કમી આવે નહીં.

રોક ટોક ના કરો

પત્નીને તમારી સાથે રહીને એવી ફીલિંગ ન આવવી જોઈએ તે જેલમાં રહે છે. તેને પોતાની લાઈફ પોતાની રીતે જીવવાની આઝાદી આપવી જોઈએ. તેને બાંધીને રાખવી ન જોઇએ. તેના આવવા-જવા અને ઇચ્છીત કામ કરવા પર રોકટોક ન કરવી જોઈએ. જો તમે તેને આઝાદી આપો છો, તો તે તમને ખૂબ જ પ્રેમ કરશે.