પેટ્રોલ પંપ પર પેટ્રોલની ચોરી કેવી રીતે થાય છે અને પેટ્રોલ ચોરીથી કેવી રીતે બચી શકાય છે

આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં પેટ્રોલ ડીઝલ ખૂબ જ કીમતી ઇંધણ છે. ઘણા દેશોની અર્થવ્યવસ્થા તો આ પ્રકારના ઇંધણ ઉપર ટકેલી છે. આ દેશો પોતાને ત્યાં નીકળતા ઈંધણ અને વેચીને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં લાગેલા છે. આપણા દેશની વાત કરીએ તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલ નો ઉત્પાદન નથી થતું. ભારત બીજા દેશો પાસેથી તેમની ખરીદી કરીને આયાત કરે છે. જેના લીધે ભારતમાં આ તેલની કિંમત ખૂબ જ કિંમતી છે.

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈ પેટ્રોલ પંપ પર પેલા ની ચોરી થતી હોય છે અને કદાચ તમે જે પંપ પર પેટ્રોલ ડીઝલ પુરાવો છો તેના પર પણ છેતરપિંડી થતી હોઈ શકે. કારણકે અપમાન થોડી ચાલાકી કરીને તેઓ લાખો રૂપિયા કમાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે પેટ્રોલ પંપ વાળા કેવી રીતે ચોરી કરે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે તે જાણીએ.

પેટ્રોલ ની ચોરી કેવી રીતે થાય છે

માની લો કે તમે કોઈ પેટ્રોલ પંપ પર ગયા અને ત્યાં તમે પાંચસો રૂપિયાનું પેટ્રોલ અથવા ડીઝલ પુરાવ્યું. જોકે પાંચસો રૂપિયાના પેટ્રોલ અથવા ડીઝલ પુરવામાં એક મિનિટથી સવા મીનીટ જેવો સમય લાગે છે, આ સમયે તમારું સમગ્ર ધ્યાન પંપ માં ચાલી રહેલ રીડિંગ પર હોય છે. આ સમયમાં કંપનીનો કર્મચારી 10 સેકન્ડ માટે અપના હેન્ડલને બંધ કરી દે છે તો તમને 500 રૂપિયા ના પેટ્રોલ ડીઝલમાં 50 થી 100 રૂપિયાનું નુકસાન જાય છે. તમારું ધ્યાન વેડિંગ જોવામાં હોય છે તે સમયે ગાડીની ટેન્કમાં પેટ્રોલ જઈ રહ્યું છે કે નહીં તે તમને જાણ હોતી નથી.

પાછલા વર્ષે ઉત્તર પ્રદેશમાં ઘણા પેટ્રોલ પંપ પર ઈલેક્ટ્રીક ચિપ્સ થી પેટ્રોલિંગ ચોરી થવાનો ખુલાસો થયેલ હતો. ખુલાસામાં જાણવા મળેલ હતું કે પેટ્રોલપંપના માલિકો એ એન્જિનિયરોની મદદથી એક ખાસ પ્રકારની ચિપ્સ બનાવેલ હતી. જે ચિપ વાહન અને પેટ્રોલ ટેંક માં જતા પેટ્રોલની માત્રાને ઓછું કરી દેતું હતું. જેના લીધે ગ્રાહકોએ પૂરા પૈસા આપવા પડતા હતા પરંતુ પેટ્રોલ ઓછું મળતું હતું. જેના લીધે પેટ્રોલપંપના માલિકો ને લાખો રૂપિયાનો ફાયદો થતો હતો.

પેટ્રોલની ચોરી થી કેવી રીતે બચવું

  • તમારે પેટ્રોલ તેવા પંપ પર જ ભરાવવું જોઈએ જ્યાં ડિજિટલ મીટર વારુ મશીન લાગેલ હોય, કારણકે જુના મશીનમાં છેતરપિંડીની સંભાવનાઓ વધી જાય છે.
  • જો અપનો મીટર ખૂબ જ ઝડપથી ચાલી રહેલ હોય તો સમજી લેવું કે કંઈક ગડબડ છે. મીટરની ઝડપી ગતિને લીધે પણ પેટ્રોલ ઓછું આપવામાં આવે છે. તેવામાં તમે પેટ્રોલ પંપ કર્મચારીને મીટરની સ્પીડ ઓછું કરવા માટે કહી શકો છો.
  • ક્યારેક પણ પેટ્રોલ ને રાઉન્ડ ફિગર રકમમાં ભરાવવું ના જોઈએ. જેમ કે ઘણા લોકો ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ ના રાઉન્ડ ફિગર માં પેટ્રોલ ભરાવે છે. ઘણા પેટ્રોલપંપના માલિક આવા નંબર માટે પહેલાથી જ મશીન અને ફિક્સ કરી રાખે છે જેમાં તમને ઓછું પેટ્રોલ મળે. એટલા માટે ૯૦, ૧૯૦ અથવા ૨૦૧૦ જેવી રકમ નું જ પેટ્રોલ ડીઝલ પુરાવવું.
  • જો તમે ફોર વ્હીલર અથવા મોટી ગાડીમાં ડીઝલ ભરાવો છો તો ગાડીની નીચે ઉતરીને પંપ પાસે ઊભા રહીને ડીઝલ ભરાવવું જોઈએ. જો તમે ગાડીની અંદર બેસેલા રહેશો તો પંપ કર્મચારી તેનો ફાયદો ઉઠાવી શકે છે અને થોડા સમય માટે નોઝલને બંધ કરી દે છે જેના લીધે ડીઝલ ઓછું આવે છે.
  • મીટર ને હંમેશા ઝીરો પણ સેટ કરાવીને પેટ્રોલ અથવા ડીઝલ પૂરાવવું જોઈએ, નહિતર ટેંકમાં ઓછું પેટ્રોલ અથવા ડીઝલ આવવાની સંભાવના રહે છે. આ સિવાય જ્યારે પેટ્રોલ-ડીઝલ ભરાવો છો ત્યારે મીટર રીડીંગ ની સાથોસાથ કંપની નોઝલ પર પણ નજર રાખવી જોઈએ.