પિતા : બેટા, જો હું નદીમાં તરું ત્યાં સુધી તું એક જગ્યાએ બેસી રહે તો તને ૧૦ રૂપિયા આપીશ. પછી દીકરાએ એવો જવાબ આપ્યો કે….

જોક્સ-૧

એક મહિલા તેના પતિના બોસ સાથે ફિલ્મ જોવા ગઇ.

ત્યાં જ તેના પતિનો ફોન આવ્યો.

મહિલા : યસ, ઓકે, ફાઇન, લવ યુ, બાય.

તે પતિના બોસ તરફ મો કરીને હસતાં હસતા બોલી :

સાલો ફ્રોડ, તે મને કહે છે કે બોસ સાથે મિટિંગમાં બેઠો છું.

જોક્સ-૨

પત્ની : જાનું, આ કમ્પ્યુટર હું જે પ્રમાણે કરું છું તેમ ચાલતુ જ નથી.

પતિ : જાનું, આ કમ્પ્યુટર છે, તારો હસબન્ડ નહીં.

જોક્સ-૩

પિતા : બેટા, જો હું નદીમાં તરું ત્યાં સુધી તું એક જગ્યાએ બેસી રહે તો તને ૧૦ રૂપિયા આપીશ.
પુત્ર : અને… જો તમે પાછા ન ફર્યા તો મમ્મી પાસેથી લઈ લઉ?

જોક્સ-૪

ગબ્બર ટું ઠાકુર : આ મોબાઇલ મને આપી દે ઠાકુરરરરરરર….
ઠાકુર : જા હવે જા નવરાં. હાથ-પગની મસ્તી હોય. મોબાઇલની નહીં.

મોબાઇલમા મારે ફેસબુક ચાલું છે.

જોક્સ-૫

રમેશ : યાર, હું બહુ મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયો છું.

સુરેશ : કેવી મુશ્કેલી?

રમેશ : પત્ની મેકઅપ કરે તો ખર્ચોસહન નથી થતો

અને મેકઅપ ન કરે તો પત્ની.

જોક્સ-૬

પત્ની (પતિને) : તમે હજારોમાં એક છો.

પતિએ થપ્પડ મારીને કહ્યું : બાકીના ૯૯૯ કોણ છે?

જોક્સ-૭

જ્યોતિષ: તારું નામ ચમન છે.

ચમન : એકદમ સાચી વાત છે.

જ્યોતિષ : તારા છોકરાનું નામ ચંગુ છે અને તે હાલમાં જ પાંચ કિલો ઘઉં ખરીદ્યા છે.

ચમન  : વાહ, તમે તો અંતર્યામી છો….

જ્યોતિષ : અરે ગધેડા, ફરી પાછો આવે ત્યારે કુંડળી લઈને આવજે,

રેશનકાર્ડ લઈને નહીં.

જોક્સ-૮

પત્ની બાથરૂમમાંથી સ્નાન કરીને નીકળી તો પતિ તેને ધારી ધારીને જોઈ રહ્યો હતો.

પત્નીએ રોમાન્ટિક અંદાઝમાં કહ્યું – શું ઈરાદો છે?

પતિએ તેના કાન પાસે આવીને ખેંચીને કહ્યું – મારા ગરમ પાણીથી કેમ સ્નાન કર્યું?

જોક્સ

પત્ની : અરે.. સાંભળો, તમારા માટે શર્ટ લાવી છું.

પતિ : અરે વાહ, ઘણું સારું કહેવાય, કેટલામાં લાવી છો?

પત્ની : ૯ હજારની સાડી સાથે ફ્રી મળ્યો.

તમારી પાસે શર્ટ ઓછા છે એટલા માટે મજબુર થઈને સાડી લેવી પડી.

જોક્સ૧૦

એક માણસ ચીકન ખરીદવા ગયો અને દુકાનદારને કહ્યું :

ભાઈ સાહેબ એક કિલો ચીકન આપો

એટલામાં મરઘી બોલી : ભાઈ સાહેબ છુટ્ટા હોય તો જ કપાવજે મને,

ક્યાંક ૫૦૦, ૧૦૦૦ નાં ચક્કરમાં મરાવી ના નાંખતો મને.

જોક્સ૧૧

જયારે કોઈ પરણિત વ્યક્તિ કોઈ કામ વિષે કહે કે ‘હું વિચારીને જણાવીશ’

તો તેનો સીધો અર્થ છે કે તે ‘પોતાની પત્નીને પૂછીને જણાવશે’.

જોક્સ૧૨

રામુ : ભાઈ એક છાપું આપને

છાપા વાળી બોલ્યો : કયુ છાપું ગુજરાતી કે ઈંગ્લીશ?

રામુ : અરે ભાઈ કોઈપણ આપી દે મારે તો રોટલી વીંટવી છે.

જોક્સ૧૩

એક માણસ દારુ પીને બસમાં ચડ્યો અને સીટ ઉપર બેસી ગયો.

તેની બાજુની સીટ ઉપર સાધુ બાબા બેઠેલા હતા.

તે માણસને દારુનાં નશામાં જોઇને સાધુ બાબા બોલ્યા :

દીકરા તું નરકના રસ્તે જઈ રહ્યો છે.

વ્યક્તિ : એય ડ્રાયવર ગાડી ઉભી રાખ હું ખોટી બસમાં ચડી ગયો છું.

મારે તો ક્યાંક બીજે જવું છે.