પ્લેનમાં બેસવા માટે આ એક્ટ્રેસ સાથે ઝઘડી પડી જેકલીન, કમર પકડીને નીચે ખેંચી, જુઓ વિડિયો

Posted by

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ બોલિવૂડની એક એવી એકટ્રેસ છે, જે ફિલ્મો થી વધારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે. લોકડાઉનનાં સમયે જેકલીન સલમાન સાથે તેમના ફાર્મ હાઉસમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન તેમની ઘણી બધી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હાલમાં જ જેકલીનનો વધુ એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમાં તે એક્ટ્રેસ લીસાની સાથે ટ્રેનમાં બેસવા માટે ખેંચતાણ કરતી નજર આવી રહી છે. બંને વચ્ચેનો ઝઘડો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

પ્લેનમાં બેસતા પહેલાં જેકલીન અને લિસાએ કરી મસ્તી

જો તમે એવું વિચારી રહ્યા છો કે અમે તમને લિસા અને જેકલીનની કેટફાઇટ વિશે જણાવી રહ્યાં જ છીએ, તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. હકીકતમાં આ બંને એકબીજા સાથે મસ્તી કરતી નજર આવી રહી છે. હકીકતમાં જેકલીન પહેલા પ્લેનમાં બેસવા માટે ચડતી હોય છે, તો લીસા તેને ખેંચીને પાછળ કરી દે છે અને પોતે આગળ જવા લાગે છે. ત્યારબાદ જેકલીન તેને પાછળની તરફ ખેંચીને પોતાને આગળ વધારવા લાગે છે. આ દરમિયાન વીડિયોમાં બંને હસ્તીની અને મસ્તી કરતી નજર આવી રહી છે. આ વીડિયો પર ફેન્સ ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બંને કેવી રીતે એકબીજા સાથે મસ્તી કરી રહી છે. લિસાએ બ્રાઉન રંગનો ડ્રેસ પહેર્યો છે, તો વળી જેકલીન પણ સફેદ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. લિસા અને જેકલીનનો આ મસ્તી ભરેલો વિડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૩૫ હજારથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.

ફેન્સને પસંદ આવી રહી છે બંનેની મસ્તી

મહત્વપૂર્ણ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવાર નવાર તે વાત કહેવામાં આવે છે કે બે એક્ટ્રેસ ક્યારે સારી મિત્ર નથી બની શકતી. જોકે આ વાત બિલકુલ ખોટી સાબિત થઇ રહી છે. આ વિડીયોમાં જે રીતે લિસા અને જેકલીન એકબીજા સાથે મસ્તી કરી રહી છે, તેના પરથી સ્પષ્ટ જાણી શકાય છે કે જ તેમના વચ્ચે બોંડીંગ ખૂબ જ સારું છે અને બંને એકબીજાની ખૂબ જ સારી મિત્ર છે. ફેન્સને તેમની આ મસ્તી જોઈને ખૂબ જ સારું લાગી રહ્યું છે.

જણાવી દઈએ કે જેકલીન અને લિસા ફિલ્મ “હાઉસફૂલ-૩” માં સાથે કામ કર્યું છે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો જેકલીને ફિલ્મ “અલાદિન” થી બોલિવૂડમાં પગલા માંડ્યા હતા, જોકે તેમને ઓળખ મળી સલમાનની ફિલ્મ “કિક” થી. તે સિવાય ફિલ્મ “મર્ડર-૨” અને “હાઉસફુલ-૨” માં પણ જેકલીનનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. જોકે જેકલીન હજુ સુધી ટોપ એક્ટ્રેસના રૂપમાં પોતાની ઓળખ બનાવી શકી નથી. વિતેલા મહિનામાં જેકલીન બિગ બોસના કન્ટેસ્ટન્ટ આસિમ રિયાઝની સાથે નજર આવી હતી. આ સોંગથી તે ખૂબ જ ચર્ચામાં પણ રહી હતી.

બીજી તરફ લિસા બોલિવૂડની સફળ એક્ટ્રેસ બની શકી નહીં અને સાઈડ રોલમાં જ સમાઈને રહી ગઈ. લીસા એક્ટ્રેસ સોનમ કપૂરની સાથે ફિલ્મ “આયશા” માં નજર આવી હતી, પરંતુ તે ફિલ્મ કંઈ ખાસ ચાલી શકે નહીં. જો કે લિસા ને ફિલ્મ “ક્વીન” માં વિજયલક્ષ્મી ના રોલમાં ખુબ જ પ્રશંસા મળી હતી. આ ફિલ્મમાં કંગનાની સાથે તેમની મિત્રતા વાળો પાર્ટ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. તે સિવાય લિસા ફિલ્મ એ દિલ હે મુશ્કિલ મેં નજર આવી ચૂકી છે.