પ્લાસ્ટિક સર્જરી બાદ બદલી ગયો આ ૫ અભિનેત્રીઓનો લુક, હવે દેખાવવા લાગી આવી

બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે ફક્ત પોતાની એક્ટિંગ નહીં પરંતુ સુંદરતાને કારણે પણ અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી હોય છે. એટલું જ નહીં પરંતુ અમુક અભિનેત્રીઓ તો પોતાની સુંદરતા વધારવા માટે ચહેરાની સાથે ઘણા બધા પ્રયોગ પણ કરતી રહે છે. આ પ્રયોગ માંથી એક છે પ્લાસ્ટિક સર્જરી. જી હાં, ઘણી અભિનેત્રીઓ પોતાને સુંદર બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લેતી હોય છે. વર્તમાનમાં પણ એવી ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ છે જેમણે સુંદરતાનું રહસ્ય પ્લાસ્ટિક સર્જરી છે.

અમુક અભિનેત્રીઓનો તો લુક પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ બિલકુલ બદલી ગયો છે. તેમનો પહેલાનો લુક અને અત્યારના લુકમાં જમીન-આસમાનનો ફરક આવી ગયો છે. જો તમને આ અભિનેત્રીઓના ફોટા બતાવવામાં આવે તો કદાચ તમે ઓળખી પણ શકશો નહીં. તો ચાલો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા તે અભિનેત્રીઓ સાથે મુલાકાત કરાવીએ, જેમણે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો હતો.

અનુષ્કા શર્મા

બોલિવૂડની સુંદર શ્રેષ્ઠ અભિનેત્રીઓ માંથી એક અનુષ્કા શર્માએ પોતાની સુંદરતા વધારવા માટે હોઠની સર્જરી કરાવેલ છે. હોઠની સર્જરી કરાવ્યા બાદ અનુષ્કાનો લુક ઘણો બદલી ગયો દેખાય છે અને તેમની સુંદરતા વધી ગઈ છે. જોકે અનુષ્કા શર્માએ જ્યારે પોતાની પ્લાસ્ટિક સર્જરી કરાવી તો ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાની કોશિશ કરી હતી. જોકે ત્યારબાદ તેમના બદલાયેલા લુકની પ્રશંસા પણ થઈ હતી.

મનિષા લાંબા

મનિષા લાંબાની વાત કરવામાં આવે તો અત્યારે ફિલ્મી દુનિયાથી દૂર છે. જોકે તેને પોતાના સમયમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બચના એ હસીનો, કિડનેપ અને જિલ્લા ગાજીયાબાદ માં મનીષાનાં દમદાર એક્ટિંગની બધા લોકોએ પ્રશંસા કરી હતી. જણાવી દઈએ કે મનીષા એ પોતાના નાકની સર્જરી કરાવી છે. નાકની સર્જરી કરાવ્યા બાદ તેમના ચહેરામાં ઘણો બદલાવ આવી ગયો છે. હવે તમે જાતે જ તેમની તસવીર જોઇને અંદાજો લગાવી શકો છો કે તેમનો લુક કેટલો બદલાઇ ગયો છે.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડની દેશી ગર્લ કહેવામાં આવતી પ્રિયંકા ચોપડાએ પણ પોતાના ફેસની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જી હાં, પ્રિયંકા એ પણ પોતાની સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેઓએ પોતાના નાક અને હોઠની સર્જરી કરાવી છે, ત્યારબાદ તેમની સુંદરતા ખૂબ જ વધી ગઈ છે. હાલના સમયમાં પ્રિયંકા પોતાના પતિ નિક જોનાસ ની સાથે અમેરિકામાં ક્વોલિટી ટાઇમ પસાર કરી રહી છે.

કોઈના મિત્રા

લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની ૧૩મી સિઝનમાં કન્ટેસ્ટન્ટ અને બોલિવૂડ અભિનેત્રી કોઈના મિત્રાએ પણ પોતાની સુંદરતાને વધારવા માટે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો હતો. પરંતુ તેમના માટે આ સર્જરી યોગ્ય સાબિત થઈ નહીં. જણાવી દઈએ કે કોઈનાએ પોતાના નાકની સર્જરી વર્ષ ૨૦૧૧માં કરાવી હતી, પરંતુ આ સર્જરી બાદ થી કોઈના મોટા પડદા પર થી લગભગ ગાયબ જ થઈ ગઈ. વિતેલા વર્ષોમાં કોઈના બિગ બોસ સિઝન ૧૩ માં જોવા મળી હતી. બિગ બોસમાં પણ તેણે પોતાની સર્જરીના પરિણામો પર વાત કરી હતી.

આયશા ટાકિયા

ડોર, સલામે ઇશ્ક અને વોન્ટેડ જેવી શ્રેષ્ઠ બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી ચુકેલી અભિનેત્રી આયશા ટાકિયા હવે ફિલ્મી દુનિયાને લગભગ અલવિદા કહી ચૂકી છે. આયશા ની વાત કરવામાં આવે તો તેને પોતાના હોઠની સર્જરી કરાવી છે. હવે આયશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટોઝ અને વિડિયોઝ ફેન્સ સાથે શેયર કરતી રહે છે.