પુનમ ઢીલ્લો ની દીકરીની સુંદરતા આગળ ફેલ છે અનન્યા અને જ્હાન્વી, ફોટો જોઈને તમે પણ તેના હુશ્ન નાં કાયલ બની જશો

એક્ટ્રેસ પુનમ ઢીલ્લો છેલ્લી વખત પ્રભુ દેવાની ફિલ્મ રમૈયા વસ્તાવૈયા માં જોવા મળી હતી. ૧૮ એપ્રિલ, ૧૯૬૨નાં રોજ જન્મેલી પુનમ ઢીલ્લો ને ૧૯૭૭માં ફેમીના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતેલો હતો. તેમણે ૮૦ થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. છુટાછેડા બાદ પુનમે સિંગલ મધર રહીને પોતાના બંને બાળકોનું પાલનપોષણ કરેલ છે. સ્ટાર કીડના સમયમાં પુનમની દિકરી પાલોમા ઠાકેરિયા ઢીલ્લો સોશિયલ મીડિયા પર ખુબ જ પોપ્યુલર છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. તો ચાલો આજે અમે તમને પુનમ ઢીલ્લો ની દીકરી પાલોમા વિશે જણાવીએ.

સોશિયલ મીડિયા પર પાલોમા ની તસ્વીરો જોઈને લાગે છે કે તે બોલીવુડમાં આવવાની તૈયારીમાં છે. ૨૨ વર્ષની પાલોમા નાં પિતા અશોક ઠાકેરિયા છે. પુનમ અને અશોક નાં મળવાનો કિસ્સો પણ ખુબ જ રોચક છે. પ્રોડ્યુસર ડાયરેક્ટર ઉમેશ મહેરા અને તેમની પત્નીએ એક વખત હોળીની પાર્ટી આપી હતી, જ્યાં પુનમની મુલાકાત અશોક ઠાકેરિયા સાથે થઈ.

અશોક સાથે મળતા પહેલા પુનમ બ્રેકઅપનાં સમય માંથી પસાર થઈ રહી હતી. આ મુશ્કેલ સમયમાં બંને એકબીજાની નજીક આવ્યા અને વર્ષ ૧૯૮૮માં લગ્ન કરી લીધા. થોડા દિવસો તો બંને વચ્ચે બધું બરોબર ચાલ્યું, પરંતુ અશોક પુનમને સમય આપતા ન હતા. જેના લીધે બંનેની વચ્ચે અંતર વધવા લાગ્યું અને વર્ષ ૧૯૯૭માં આ સંબંધ ખતમ થઈ ગયો.

પુનમ અને અશોકના બે બાળકો છે, દીકરો અનમોલ અને દીકરી પાલોમા. છુટાછેડા બાદ પુનમ બાળકોને લઈને એકલી રહેવા લાગી. થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે ભણસાલીની ફિલ્મથી પુનમ ઢીલ્લો નો દીકરો અનમોલ ડેબ્યુ કરશે.

પાલોમા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને તેની એક્ટિવિટી જોઈને એવું લાગે છે કે પાલોમા સંપુર્ણ તૈયારી કરી ચુકી છે. પાલોમા અને અનમોલ બંને બોલીવુડના બધા સ્ટાર કીડને જોરદાર ટક્કર આપી રહેલ છે. પાલોમા હજુ ફક્ત ૨૨ વર્ષની છે. તેણે મુંબઈની જમનાબાઈ નર્સિ સ્કુલમાં અભ્યાસ કરેલ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તેના ૩૨ હજાર થી વધારે ફોલોવર્સ છે.

પાલોમા નાં ઇન્સ્ટાગ્રામ પેજને જોઈને એવું લાગે છે કે તે પોતાની ફિટનેસ ઉપર ખુબ જ ધ્યાન આપી રહી છે અને અવારનવાર તે યોગા ની તસ્વીરો શેર કરતી રહે છે.

માં પુનમની સાથે પાલોમા અવારનવાર તસ્વીરો શેર કરે છે. જેમાં તે બિલકુલ પોતાની માં જેવી દેખાય છે. હવે તેમના ફેન્સ પાલોમા બોલીવુડમાં એન્ટ્રી ક્યારે કરશે તેની રાહ જોઈ રહ્યા છે.

હાલના દિવસોમાં પુનમ ઢીલ્લો ની દીકરી પાલોમા ની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં પાલોમા ની સુંદરતા જોઈને તમે પણ તેના દિવાના બની જશો. ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને આઉટ ફીટમાં પાલોમા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. ઘણી બૉલીવુડ હસીનાઓ પણ પુનમ ઢીલ્લો  ની દીકરીના ગ્લેમર આગળ ફિક્કી લાગે છે.

પાલોમા પોતાની માં નાં પગલાં ઉપર ચાલીને એક્ટિંગ અને મોડલિંગની દુનિયામાં જવા માંગે છે. તમે ખુબ જ જલ્દી પાલોમા ને કોઈ મોટા પ્રોજેક્ટની સાથે જોઈ શકો છો.