પોતાના કરતાં ૧૧ વર્ષ મોટી અભિનેત્રી રેખા પર સલમાન ખાન થઈ ગયા હતા ફીદા, કરવા માંગતા હતા લગ્ન

Posted by

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અવારનવાર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. હાલના દિવસોમાં તે ખેતી કરતા નજર આવી રહ્યા છે. પરંતુ તેમના ફેન્સનાં મનમાં બસ એક જ સવાલ છે કે આખરે તેઓ લગ્ન ક્યારે થશે. તેની વચ્ચે તેમનો એક જુનો ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાના કુવારા હોવાનું પાછળનું રહસ્ય બતાવી રહ્યા છે. સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં પોતાના કુવારા હોવા પાછળનું કારણ બતાવ્યું હતું. તો ચાલો જાણીએ કે આખરે સમગ્ર મામલો શું છે.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું નથી કે સલમાન ખાનને કોઈ યુવતી મળી નથી. પરંતુ એવી ઘણી યુવતીઓ છે જેની સાથે તેઓ લગ્ન કરવાના સપના જોઈ ચૂક્યા છે, પરંતુ તેવું બની શક્યું નહીં. હકીકતમાં સલમાન અને સંગીતા બિજલાની અને ઐશ્વર્યા રાય જેવી અભિનેત્રીઓ સાથે લગ્ન કરવાના સપના જોયા હતા, પરંતુ તે પૂરા થઈ શક્યા નહીં. તેની વચ્ચે તેમના આ લિસ્ટમાં એક દિગ્ગજ અભિનેત્રીનું નામ સામેલ છે. જેમની સુંદરતા પર તેઓ ખૂબ જ ફિદા થઇ ગયા હતા અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા.

રેખા સાથે લગ્ન કરવા માંગતા હતા

એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને રેખાને લઈને ખૂબ જ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે રેખાને ફોલો કરે છે, એટલું જ નહીં રેખાની દરેક મૂવમેન્ટ પર તેની નજર રાખે છે, કારણ કે તેઓ તેમની એક ઝલક મેળવવા માટે પણ બેતાબ રહે છે. એવામાં તેમને રેખા સાથે ધીમે ધીમે પ્રેમ થઈ ગયો હતો. સલમાન ખાન હજુ અહીં જ રોકાયા નહીં તેઓ આગળ કહે છે કે તે રેખા સાથે લગ્ન કર પણ કરવા માંગતા હતા અને તેની સાથે લગ્ન ન થવાને કારણે તેઓ આજના દિવસ સુધી કુંવારા છે.

બોલિવુડ એક્ટર સલમાન ખાને પોતાના એન્ટ્રીમાં ભલે મજાકનાં અંદાજમાં કહ્યું હોય, પરંતુ લાગે છે કે તેમના હૃદયની વાત તેમની જીભ પર આવી ગઈ હતી. મતલબ સ્પષ્ટ છે કે સલમાન ખાને પોતાના કુંવારા હોવાનું કારણ રેખાને જણાવેલ છે, કારણ કે રેખા તેમને મળી શકી નહીં. વળી મજેદાર વાત તો એવી પણ છે કે સલમાનની આ વાત સાંભળીને રેખાએ પણ મજેદાર જવાબ આપ્યો હતો.

કદાચ મારા લગ્ન પણ એટલે જ નથી થયા – રેખા

સલમાન ખાનનાં ઇન્ટરવ્યૂ વિશે જ્યારે રેખાને માલુમ પડયું તો તેમણે તુરંત જ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “કદાચ મારા લગ્ન પણ એટલે જ નથી થયા અને હું હજુ પણ કુંવારી છું.” વળી આ વાત તે દિવસોમાં મીડિયાની હેડલાઇન બની ગઈ હતી. પરંતુ હવે આ વાતો મહત્વ રાખતી નથી. જણાવી દઈએ કે સલમાન ખાનના લગ્નને લઈને તેમના ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. પરંતુ સલમાન હંમેશાં લગ્ન કરવાથી ઇનકાર કરતા નજરે આવ્યા છે.

જણાવી દઈએ કે સલમાન ખાનના અફેર ઘણી અભિનેત્રીઓ સાથે રહી ચૂક્યા છે. જેમાંથી અમુક અભિનેત્રીઓ સાથે તેમણે લગ્ન કરવાનાં સપનાં પણ જોઈ લીધા હતા. તેમાં એશ્વર્યા રાય, સંગીતા બિજલાની અને કેટરિના કૈફ જેવી અભિનેત્રીઓ સામેલ છે. પરંતુ કોઈને કોઈ કારણે તેમના લગ્ન થતાં રહી ગયા હતા અને એ જ કારણ છે કે તેઓ આજે કુંવારા છે. વળી જોવાની વાત રહેશે કે આખરે સલમાન ખાન ક્યારે લગ્ન કરે છે.