પોતાના થી મોટાને પગે લાગવામાં જરા પણ શરમ નથી અનુભવતા આ ૬ બોલીવુડ સિતારાઓ, તેમનામાં સંસ્કાર ઠાંસી-ઠાંસીને ભરેલા છે

આપણે ભારતીય પોતાના મહેમાનોને ભગવાનનો દરજ્જો આપતો હોય છે. આપણા સંસ્કાર આપણને એ જ શીખવાડે છે કે પોતાનાથી મોટા વડીલોની ઈજ્જત કરવી જોઈએ અને તેમને માન-સન્માન આપવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં વડીલોને માન આપવાની સૌથી સારી રીત છે, તેમને પગે લાગવું (ચરણસ્પર્શ) કરવા. જોકે ઘણા લોકો બીજાના ચરણ સ્પર્શ કરવામાં શરમ મહેસૂસ કરે છે. ખાસ કરીને અમીર અને ખ્યાતિ મેળવી ચૂકેલ લોકોની વિચારસરણી આવી જ હોય છે. પરંતુ આજે અમે તમને બોલિવૂડના એવા સિતારાઓ સાથે મુલાકાત કરાવીશું, જેમના માટે પૈસા અને ખ્યાતિ બાદમાં આવે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ પહેલા આવે છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર બોલીવુડના સફળ અભિનેતા માંથી એક છે. તેમની દર વર્ષે ત્રણથી ચાર ફિલ્મો આવે છે. આ બધી જ ફિલ્મો હિટ હોય છે. તેઓ આજે ભારતના ટોપ એક્ટર્સ ના લિસ્ટ માં પણ સામેલ છે. જોકે તેમ છતાં પણ આ સફળતા અને ફેમ અક્ષયના માથા પર ક્યારે ચડી નથી. તે પોતાની ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ સન્માન કરે છે. અક્ષય કુમાર જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. એ જ કારણ છે કે જ્યારે પણ તેઓ પોતાના થી વડીલ વ્યક્તિ અથવા સિનિયર એક્ટરને મળે છે તો તેના ચરણ સ્પર્શ જરૂરથી કરે છે. અક્ષય ગોવામાં થયેલ ૪૮માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અમિતાભ બચ્ચનના કરતા નજર આવ્યા હતા.

રણવીર સિંહ

રણવીર બોલિવૂડના બિન્દાસ અભિનેતા છે. તેમની ફેશન સેન્સ ભલે થોડી અજીબ હોય પરંતુ તે વ્યક્તિ ખૂબ જ સારા છે. રણવીર જ્યારે પણ પોતાના ફેન્સ સાથે મળે છે તો તેઓ ખૂબ જ વિનમ્ર રહે છે. રણવીરની મુલાકાત જ્યારે પોતાનાથી મોટા અભિનેતાઓની સાથે થાય છે તો તેઓ પગે લાગવામાં જરા પણ શરમ અનુભવતા નથી. એકવાર તો એવોર્ડ ફંકશનમાં રણવીર આખા જમીન પર સૂઈને અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરતા નજર આવ્યા હતા.

રણબીર કપૂર

રણબીર કપૂર દેખાવમાં ખૂબ હેન્ડસમ છે. તેમની પાસે પૈસાની કોઇ કમી નથી. બોલીવૂડમાં તેમની ઇમેજ એક પ્લેબોય વાળી છે. જોકે તેમ છતાં પણ રણબીર પોતાના વડીલોને ખૂબ જ માન સન્માન આપે છે અને જરા પણ અચકાયા વગર તેમના ચરણસ્પર્શ કરે છે.

સલમાન ખાન

સલમાન ખાન બોલિવૂડના નંબર વન સુપરસ્ટાર છે. તેમની આ પોઝિશને તેને ક્યારે પણ અભિમાની બનાવ્યા નથી. ખાસ કરીને વાત જ્યારે સિનિયર એક્ટર્સની આવે તો સલમાન તેમની સાથે ખૂબ જ નરમાઇથી વર્તન કરે છે. તેનું ઉદાહરણ તમે તસવીરમાં જોઈ શકો છો. એ જ કારણ છે કે લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે.

કપિલ શર્મા

કપિલ એક મિડલ ક્લાસ ફેમિલી માંથી આવે છે. તેમને પોતાના સંસ્કારોની વેલ્યુ છે. એ જ કારણ છે કે આજે ભારતના નંબર વન કોમેડિયન બની ગયા હોવા છતાં પણ તેઓ પોતાના શો પર આવનાર દરેક સિનિયર એક્ટરના ચરણસ્પર્શ કરે છે.

શાહરુખ ખાન

બોલિવૂડમાં કિંગની ઉપાધિ મેળવનાર શાહરુખ ખાન પણ ખૂબ જ વિનમ્રતાથી વર્તે છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે તેઓ કેવી રીતે મમતા બેનરજીના ચરણ સ્પર્શ કરતા નજર આવી રહ્યા છે. તે સિવાય શાહરૂખ ને અમિતાભ બચ્ચન સહિત ઘણા લોકોના ચરણસ્પર્શ કરતા જોવામાં આવ્યા છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે શાહરુખના ઘરે જ્યારે પણ કોઇ મહેમાન આવે છે, તો તેઓ તેને બહાર કાર સુધી છોડવા માટે જાય છે.