પોતાની બહેનની સાથે આ આલીશાન ફ્લેટમાં રહે છે કેટરીના કૈફ, મુંબઈનાં પોશ વિસ્તારમાં રાખ્યું છે ઘર

Posted by

કેટરીના કેફ બ્રિટિશ મૂળની ભારતીય અભિનેત્રી છે. કેટરિનાને આજે કોઈ ઓળખની જરૂરિયાત નથી. તેમના ચાહનારાઓના લિસ્ટમાં બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ સામેલ છે. કેટરિનાએ બોલિવૂડમાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે. કદાચ એ જ કારણ છે કે આજે તેની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નંબર વન અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. કેટરિનાના નામે નમસ્તે લંડન, પાર્ટનર, સિંગ ઇસ કિંગ, એક થા ટાઇગર, ટાઈગર જિંદા હૈ, ભારત, બેંગ-બેંગ, જબ તક હૈ જાન જેવી સુપરહિટ ફિલ્મો સામેલ છે.

કેટરીના કેફને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ૧૭ વર્ષ થઇ ચુક્યા છે અને આ વર્ષોમાં તેમણે સાબિત કરી દીધું છે કે બોલિવૂડની અસલી ક્વીન તે પોતે છે. કેટરીના ફક્ત પોતાની પ્રોફેશનલ લાઈફ નહીં પરંતુ પર્સનલ લાઇફને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી તો ત્યારે તેનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યું છે.

કેટરિનાને ઇન્ડસ્ટ્રીમાં લાવનાર સલમાન ખાન હતા, એટલા માટે તેમની સાથે કેટરીનાનું નામ સૌથી વધારે જોડવામાં આવ્યું. જો કે બંનેએ ક્યારેય પણ પબ્લિકલી પોતાના રિલેશનશિપમાં હોવાની વાતનો સ્વીકાર કર્યો નથી. ત્યારબાદ કેટરીના રણબીર કપૂરની સાથે પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહી હતી. બંનેએ એકબીજાને અંદાજે ૭ વર્ષ સુધી ડેટ કર્યું. બંને એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ હતા કે લીવ-ઈનમાં પણ રહેવા લાગ્યા હતા. પરંતુ કોઇ કારણવશ તેમનો સંબંધ તૂટી ગયો. હાલના દિવસોમાં એક્ટ્રેસ વિકી કૌશલની સાથે પોતાના અફેરને લઈને લાઈમલાઈટમાં છવાયેલ છે.

કેટરીના હાલના સમયમાં બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અને હાઇએસ્ટ પૈડ અભિનેત્રીઓમાંની એક છે. વળી એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી પણ લે છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ હજુ સુધી મુંબઈમાં તે પોતાનું ઘર ખરીદી શકતી નથી. કદાચ એ કારણ હોઇ શકે છે કે તે ભારતની નાગરિક નથી અને અહીંયા વર્ક પરમિટ પર કામ કરી રહી છે.

કેટરિના પોતાની બહેનની સાથે મુંબઇના અંધેરી વેસ્ટમાં રહે છે. મૌર્ય હાઉસ નામની બિલ્ડિંગમાં કેટરીનાનું આલિશાન ઘર છે. કેટરિનાએ એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડા પર લઈ રાખ્યો છે. કેટરીના આ એપાર્ટમેન્ટ ખૂબ જ આલીશાન છે. ૧૬ જુલાઇના રોજ કેટરિનાએ પોતાનો ૩૭મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર અમે તમને તેના ઘરની અમુક એક્સક્લૂસિવ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

જેમકે તમે બધા જોઈ શકો છો કે કેટરીનાનાં ઘરનાં લિવિંગ રૂમમાં ગોળ ફરતી સીડીઓ છે. પાર્ટી તથા ફંક્શન માટે તૈયાર થયા બાદ તે આ જગ્યા પર ફોટો લેવાનું પસંદ કરે છે. કેટરિનાએ પોતાના ઘરને બોહો ડિઝાઇનમાં સજાવી રાખ્યું છે. લોકડાઉન દરમિયાન કેટરીનાએ પોતાના ઘરની ઘણી તસવીરો અને વીડિયો પણ શેયર કરી ચૂકી છે. અમુકમાં તે પોતાની બહેનની સાથે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે, તો અમુકમાં ઘરની સાફ સફાઈ કરતા.

આ દરમિયાન કેટરિનાએ પોતાના ઘરના વાસણો પણ સાફ કર્યા હતા, તેનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

🍽 +🧽=🙂🏠 really makes u appreciate all the help we have at home #socialdistancing #staysafe #helpoutathome

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરિનાએ પોતાના લિવિંગ રૂમને ખૂબ જ સુંદર રીતે સજાવી રાખ્યો છે. લિવિંગ રૂમમાં સોફા છે. કેટરિનાએ પોતાના આખા ઘરમાં વુડન ફ્લોરિંગ કરાવ્યું છે.

કેટરિનાનો લિવિંગ રૂમ ખૂબ જ મોટો છે, જ્યાં તેમણે ઘણી એન્ટીક ડિઝાઇનનાં ફર્નિચર રાખેલ છે.

કેટરિનાને પુસ્તકોનો પણ ખૂબ જ શોખ છે. જેના કારણે તેમણે એક યુનિક બૂક શેલ્ફને ખૂબ જ સુંદર રીતે સજાવીને રાખેલ છે.

કેટરિનાએ ઘરને સુંદર બનાવવા માટે બારી અને દરવાજાનાં લાકડા પર અલગ-અલગ પ્રકારના પેંટ્સનો ઉપયોગ કર્યો છે.

ઘરની દીવાલો પરની ઈંટો કેટરીનાનાં ઘરને યુરોપીયન ટચ આપેલ છે. કેટરીનાનાં ઘરની દીવાલો પર અલગ-અલગ પ્રકારની ફોટો ફ્રેમ્સ જોવા મળી આવે છે.

કેટરીનાના બાથરૂમ ની સજાવટ પણ એન્ટિક છે. તેમને બાથરૂમમાં પુસ્તકો વાંચવા પસંદ છે.

કેટરિનાને શાકભાજી ઉગાડવાનો પણ શોખ છે. અવસર મળવા પર તે ઘરની બાલ્કનીમાં શાકભાજી ઉગાડે છે.

ઘરનું ટેરેસ કેટરિનાની પસંદગીની જગ્યાઓમાંથી એક છે. તે અહિયા અવારનવાર વર્કઆઉટ કરે છે.