પોતાની દરેક ગર્લફ્રેન્ડને મંદિરમાં લઈ જઈને અક્ષય કુમાર કરતાં હતા આ કામ, શિલ્પા શેટ્ટીનો આશ્ચર્યજનક ખુલાસો

Posted by

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટી ૮ જૂનના દિવસે ૪૫ વર્ષની થઇ ચૂકી છે. શિલ્પા શેટ્ટી ન ફક્ત એક અભિનેત્રી છે, પરંતુ તેની સાથે સાથે એક મોડલ, ફિટનેસ ટ્રેનર, યોગા ગુરુ અને સફળ બિઝનેસવુમન તરીકે પણ તેમની ઓળખાણ છે. ફક્ત ૧૬ વર્ષની ઉંમરમાં તેઓએ એડ ફિલ્મોમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. કાજોલ અને શાહરૂખ ખાનની ફિલ્મ બાજીગર થી બોલિવૂડમાં તેઓએ પગલા માંડ્યા હતા.

એક સમય હતો જ્યારે અક્ષય કુમારની સાથે શિલ્પા શેટ્ટીનું અફેર ખૂબ જ ચર્ચામાં હતું. મેં ખિલાડી તુ અનાડી, ઇન્સાન અને ધડકન જેવી ફિલ્મોમાં બંનેએ સાથે કામ કર્યું છે. ત્યારે અક્ષય કુમાર ટ્વિંકલ ખન્નાને પણ ડેટ કરી રહ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં શિલ્પા શેટ્ટીએ અક્ષય કુમાર સાથે પોતાના સંબંધોને લઈને ખુલાસો કર્યો હતો.

શિલ્પા શેટ્ટીએ આજથી ૨૦ વર્ષ પહેલાં જણાવ્યું હતું કે, જ્યારે અક્ષય કુમારની સાથે તેઓ સંબંધમાં હતા, તો અક્ષયના બે ટાઈમિંગમાં રહેતા હતા. એક સમયમાં તેઓ તેમની સાથે રહેતા હતા, જ્યારે બીજા સમયમાં તેઓ ટ્વિન્કલની સાથે રહેતા હતા.

આવી રીતે મનાવતા હતા ગર્લફ્રેન્ડને

શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે તેઓ પોતાની દરેક ગર્લફ્રેન્ડને વિશેષ ઉપાયથી માનવતા હતા. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં મોડી રાત્રે પોતાની ગર્લફ્રેન્ડને લઈને જતા હતા અને તેમની સાથે લગ્નનો વાયદો કરતા હતા. જ્યારે કોઈ નવી યુવતિ તેમના જીવનમાં આવતી હતી, તો તેઓ પોતાના વાયદાને તોડી નાખતા હતા.

બગડી ગયું હતું માનસિક સંતુલન

શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે જ્યારે અક્ષય કુમાર સાથે તેમનું બ્રેક-અપ થયું હતું, તો ત્યારબાદ તેઓ પોતાનું માનસિક સંતુલન કોઈ બેસેલ હતા. અક્ષય ઉપર તેમને સંપૂર્ણ ભરોસો હતો, પરંતુ તેઓએ તેમનો ભરોસો તોડી દીધો હતો. તે દરમિયાન શિલ્પા ના જણાવ્યા અનુસાર તેમના માતા-પિતાએ તેને આ બાબત માંથી બહાર નીકળવા માટે મદદ કરી હતી. શિલ્પાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે અક્ષય કુમારે મારો ઈમોશનલ ઉપયોગ કર્યો હતો. શિલ્પાએ એવું પણ કહ્યું હતું કે પોતાની સગવડતા ના હિસાબે જ્યારે અક્ષય કુમારને કોઈ મળી ગયું તો તેઓએ મને છોડી દીધી હતી.

રાજ કુંદ્રા સાથે કર્યા લગ્ન

પોતાના વીતેલા સમયને ભૂલાવીને વર્ષ ૨૦૦૯માં શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કરી લીધા હતા. શિલ્પા શેટ્ટીએ ૨૧ મે, ૨૦૧૨ના રોજ વિયાન રાજ કુન્દ્રાને જન્મ આપ્યો હતો અને શિલ્પા અને રાજ કુન્દ્રા પહેલી વખત પેરેન્ટ્સ બન્યા હતા. વીતેલા સમયમાં ૧૫ ફેબ્રુઆરીના રોજ સરોગેસી દ્વારા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ના ઘરે દીકરી સમીક્ષા શેટ્ટી નો જન્મ થયો હતો.

ઘણી વખત થયું મિસકેરેજ

શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે તેમના દીકરા વિયાનનો જન્મ થઈ ગયો હતો, ત્યારથી તે લોકો બીજા બાળક માટે ટ્રાય કરી રહ્યા હતા. શિલ્પા ના જણાવ્યા અનુસાર તેમને APLA (Antiphospholipid Abtibodies) નામની એક બીમારી થઈ ગઈ હતી. જ્યારે પણ તેઓ પ્રેગનેન્ટ થતા હતા, આ બીમારી ફરીથી એક્ટિવ થઈ જતી હતી. તેવામાં ઘણી વખત પ્રેગનેટ થયા બાદ પણ તેમનું મિસકેરેજ થઈ ગયું હતું અને તેનાથી તેઓ ખૂબ જ પરેશાન થઇ ગયા હતા. આખરે સરોગેસી દ્વારા આ વર્ષની શરૂઆતમાં તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો.