પોતાની પાછળ આટલા કરોડની સંપતિ છોડીને ગયા છે સુશાંત સિંહ રાજપુત, ચંદ્ર ઉપર ખરીદ્યો હતો પ્લોટ

સુશાંત સિંહ રાજપૂતે ફક્ત ૩૪ વર્ષની ઉંમરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી અને હરહંમેશ માટે પોતાના ચાહનારા લોકોથી વિદાય લઈ લીધી. સુશાંત એક ખૂબ જ ઉમદા કલાકાર હતા અને તેના સિવાય તે એક સારા વ્યક્તિ પણ હતા. સુશાંત ફક્ત એક્ટિંગમાં જ હોશિયાર ન હતા પરંતુ તેમની અંદર ડાન્સ ની આવડત પણ હતી. તેમને ક્રિકેટનો પણ શોખ હતો અને તેમની રાત આકાશના ચાંદ-તારાઓનાં વિચારમાં પસાર થતી હતી. તેવામાં આવી રીતે સુશાંતે જીવ આપી દેવો તે દરેક વ્યક્તિ માટે આઘાતજનક છે.

કરોડોનાં માલિક હતા સુશાંત

ઘણા લોકોનું માનવું હતું કે સુશાંત ની પાસે પૈસાની અછત રહી હશે જેના કારણે તેઓ આવું પગલું ભર્યું. પરંતુ તમને જણાવી દઈએ કે સુશાંત એક ખૂબ જ પ્રતિભાવાન કલાકાર હતા. તેમણે ઓછી ફિલ્મો કરી હતી પણ બધી જ શાનદાર રહેલ હતી. તેમને પૈસાની તંગી હતી નહીં. પાછલા વર્ષે તેમની ફિલ્મ છીછોરે આવી હતી અને આવનારા સમયમાં પણ તેઓ ઘણી ફિલ્મોનો હિસ્સો બનવાના હતા. તેમની બહેનને જણાવ્યું હતું કે સુશાંતની પાસે પૈસાની કોઇ કમી હતી નહીં, પરંતુ તેઓ પોતાની પાછળ કરોડોની સંપત્તિ છોડી ગયા છે.

સુશાંત એક ઉભરતા સિતારા હતા, જે પડદા ઉપર ચમકવાનું જાણતા હતા. ટીવી થી લઈને ફિલ્મો સુધીની સફરમાં તેમણે અંદાજે ૩૯ કરોડ રૂપિયા સુધીની રકમ જમા કરી હતી. સુશાંત દરેક ફિલ્મના ૫ થી ૭ કરોડ રૂપિયા લેતા હતા. જોકે તેમણે ખૂબ જ ઓછી ફિલ્મો કરી હતી, પરંતુ બધી જ ફિલ્મો દમદાર રહી હતી. રીલ લાઇફમાં ધોની બનીને તેઓએ લોકોના હોશ ઉડાવી દીધા હતા, તો પીકેમાં સરફરાજ બનીને પોતાની દમદાર એક્ટિંગનો પરિચય પણ આપ્યો હતો.

ચંદ્ર ઉપર ખરીદ્યો હતો પ્લોટ

સુશાંત ફક્ત મોટા પડદાના સિતારામાં દિલચસ્પી રાખતા નહોતા, તેઓ હકીકતમાં પણ આકાશના ચાંદ-તારાઓમાં પણ રસ દાખવતા હતા. સુશાંતને તે વસ્તુઓ થી એટલી દિલચશ્પી હતી કે તેમણે તેના માટે એક ખૂબ જ મોંઘુ ટેલિસ્કોપ પણ લીધું હતું. સુશાંતે તેને પોતાના ઘરની બાલ્કનીમાં લગાવ્યું હતું અને અવારનવાર ટેલિસ્કોપથી આકાશના ચાંદ-તારાને જોયા કરતા હતા.

કદાચ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે સુશાંતને ચંદ્ર સાથે એટલો પ્રેમ હતો કે તેમણે ચંદ્રની જમીન ઉપર એક નાનો ભાગ પણ ખરીદી લીધો હતો. જણાવી દઈએ કે સુશાંતે આંતરરાષ્ટ્રીય ચંદ્ર ભૂમિ રજીસ્ટ્રી પાસેથી ખૂબ જ મોંઘી સંપત્તિ ખરીદી હતી. સુશાંતે ચંદ્ર પર “Sea of Muscovy” નામના ક્ષેત્રની જમીન ખરીદી હતી. તે નાસા અને ઇસરોમાં ખૂબ જ દિલચસ્પી રાખતા હતા. તેમણે એક વિશ લીસ્ટ બનાવ્યું હતું જેના અંતર્ગત તેઓ અંદાજે ૫૦ બાળકોને આવા સ્પેસ રિસર્ચ સેન્ટર મોકલવા માંગતા હતા.

ખૂબ જ અજીબ બાબત છે કે ચંદ્ર પર ઘર બનાવવાનો વિચાર રાખનાર વ્યક્તિ ધરતી પરના મનુષ્યોથી હારી ગયો. જ્યારે ૧૪ જૂનના રોજ તેમણે ફાંસી લગાવી તો સમાચાર આવ્યા કે તે ખૂબ જ ડીપ્રેસ રહેતા હતા. ઈન્ડસ્ટ્રીમાં લોકો ફક્ત મતલબ માટે તેની સાથે વાત કરતા હતા અને ઘણી વખત તેમના હાથમાંથી પ્રોજેક્ટ લઈ લેવામાં આવ્યા હતા. તેમને સોશિયલ ગેધરિંગ માટે પણ બોલાવવામાં આવતા ન હતા અને ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર તેમની મજાક ઉડાવવામાં આવતી હતી.

ચંદ્રના સપના જોનારા સુશાંત એક દિવસ આ દુનિયાને છોડી દેવાનો નિર્ણય કર્યો અને ત્યાં ચાલ્યા ગયા જ્યાં તેમના સપના ફક્ત તેમના હતા. જો કે પોતાની પાછળ તેઓ રૂપિયા પૈસા સિવાય તે સંબંધ અને પ્રેમ પણ છોડી ગયા છે જે સંપત્તિથી ઘણા વધારે મોંઘા હતા. આ ઘટના બાદ બસ એવું કહી શકાય કે સુશાંત મરેલ નથી… સુશાંત મરતા નથી… બસ અમર થઈ જાય છે.