પ્રતિક ગાંધીની પત્ની છે બોલીવુડની એક્ટ્રેસ કરતાં પણ વધારે સુંદર છે, જુઓ પ્રતિક ગાંધીની પરિવાર સાથેની તસ્વીરો

“સ્કેમ ૧૯૯૨” માં કામ કર્યા બાદ પ્રતિક ગાંધીને તો તમે ખુબ જ સારી રીતે જાણતા હશો. તેમની આ વેબ સિરીઝમાં તેમણે પોતાની એક્ટિંગથી દરેક લોકોના દિલ જીતી લીધા હતા. “સ્કેમ ૧૯૯૨” માં કામ કર્યા બાદ પ્રતિક ગાંધી પાસે ઘણા બધા સારા પ્રોજેક્ટ ના કામ આવી રહ્યા છે અને તેઓ સતત ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે વિદ્યા બાલનની સાથે એક ફિલ્મનું શુટિંગ ખતમ કરેલું છે.

તેવામાં સ્કેમ ૧૯૯૨ માં કામ કર્યા બાદ પ્રતિક ગાંધીને તો લગભગ બધા લોકો ઓળખે છે, પરંતુ શું તમે તેમની સુંદર પત્નીને જાણો છો? જેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. તો ચાલો તસ્વીરો દ્વારા જાણીએ કે આખરે કોણ છે પ્રતિક ગાંધીની પત્ની ભામિની ઓઝા ગાંધી.

પ્રતિક ગાંધી એક શ્રેષ્ઠ કલાકાર છે, જેમણે સ્કેમ ૧૯૯૨માં પોતાની એક્ટિંગ નો જલવો બતાવેલો હતો. પ્રતિક ગાંધીએ આ વેબ સિરીઝમાં પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા હતા. આ સિરીઝમાં તેમણે હર્ષદ મહેતાનું કિરદાર નિભાવેલ હતું. પ્રતિક ગાંધીનું નામ હવે શ્રેષ્ઠ કલાકારોમાં સામેલ થાય છે. તેમની પત્ની પણ કોઈ એક્ટ્રેસ થી ઓછી નથી અને તેમની તસ્વીરો આ વાતની સાબિતી આપે છે.

સ્કેમ ૧૯૯૨માં કામ કર્યા બાદ પ્રતિક ગાંધીને તો લગભગ બધા લોકો ઓળખે છે. વળી તેમની પત્ની લાઈમલાઈટ થી દુર રહે છે. પ્રતિક ગાંધીની પત્ની નું નામ ભામિની ઓઝા ગાંધી છે. આ બંનેએ વર્ષ ૨૦૦૯માં એકબીજા સાથે લગ્ન કરેલા હતા. પ્રતિક ગાંધીની પત્ની ભામિની ઓઝા ગાંધી ની સોશિયલ મીડિયા ઉપર તસ્વીરો વાયરલ થઈ રહી છે અને આ કપલ અન્ય લોકો માટે કપલ ગોલ સેટ કરે છે. સોશિયલ મીડિયા પર બંને ઘણા પ્રકારની પોસ્ટ પણ શેર કરે છે, જેમાં બંનેની ખુબ જ સારી બોન્ડિંગ નજર આવે છે.

ભામિની ઓઝા ગાંધીના ચહેરાને તમે ભાગ્ય જ ઓળખતા હશો, પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભામિની ઓઝા ટીવી એક્ટ્રેસ હોવાની સાથો સાથ થિયેટર આર્ટિસ્ટ પણ રહી ચુકી છે. ભામિની ઓઝા ગાંધીને “ના બોલે તુમ ના મેને કુછ કહા” ટીવી સિરિયલમાં મહત્વની ભુમિકામાં જોવામાં આવેલ હતી.

ભામિની ઓઝા ભલે એટલી સફળતા મેળવી શકે ન હોય, પરંતુ તે ઘણા બધા ટીવી શો નો હિસ્સો રહી ચુકેલી છે અને ભામિની ઓઝા “સારાભાઈ વર્સીસ સારાભાઈ” અને “ખીચડી” જેવી ટીવી સીરીયલમાં પણ નજર આવી ચુકી છે. પ્રતિક ગાંધીની પત્ની ભામિની ઉર્જા દેખાવમાં બોલીવુડની એક્ટ્રેસ કરતાં પણ વધારે સુંદર દેખાય છે.

ભામિની ઓઝા ગાંધીની તસ્વીરો જણાવે છે કે તે સ્વર્ગની અપ્સરા કરતા બિલકુલ પણ ઓછી નથી અને તે ખુબ જ બોલ્ડ અને હોટ છે. તેના દરેક લુક ને લોકો પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર ભામિની ઓઝા ગાંધી સતત પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે, જે ખુબ જ વાયરલ થાય છે.

પ્રતિક ગાંધી ની પત્ની ભામિની ઓઝા દેખાવમાં ખુબ જ સુંદર છે અને તેનો દરેક લુક કોઈપણ વ્યક્તિના હૃદયને સ્પર્શ કરી જાય છે અને ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પ્રતિક અને તેની પત્ની ભામિની ની અમુક સુંદર તસ્વીરો છે, જે કોઈપણ વ્યક્તિને પ્રેમમાં પડવા માટે મજબુર કરે છે અને આ તસ્વીરોને લોકો ખુબ જ પસંદ પણ કરે છે.

જણાવી દઈએ કે પ્રતિક ગાંધી મોટાભાગે ગુજરાતી થિયેટર અને સિનેમામાં નજર આવેલ છે. તેમણે હર્ષદ મહેતા ગોટાળા પર આધારિત વેબસરીઝ સ્કેમ ૧૯૯૨માં પોતાના ઉમદા કામથી લોકોની પ્રશંસા મેળવેલી હતી. પ્રતિક અને ભામિની ની એક દીકરી પણ છે, જેનું નામ મિરાયા છે. સોશિયલ મીડિયા પર બંને ઘણી પોસ્ટ શેર કરે છે, જેમાં બંનેની ખુબ જ સારી બોન્ડિંગ પણ નજર આવે છે. જણાવી દઈએ કે ભામિની ઓઝા એ વર્ષ ૨૦૧૩માં બ્રેન ટ્યુમર ને હરાવીને જીવનની જંગ જીતેલી છે.

તેમણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમ્યાન ટ્યુમર સાથે જંગ વિશે ખુલ્લા દિલથી વાત કરી હતી. ભામિની એ કહ્યું હતું કે, “હું ભગવાનની આભારી છું અને પોતાના સર્જનનો આભાર માનું છું કે જેમણે યોગ્ય સમય પર ટ્યુમરની ઓળખ કરી. ટ્યુમરની સર્જરી દરમિયાન મારા ચહેરા ની નસો પ્રભાવિત થઈ શકતી હતી, જેના લીધે મારો ચહેરો પણ બગડી શકતો હતો.”