પ્રિયંકા અને કરીનાનાં ફોટામાં ફોટોશોપ વાળાએ ભાંગરો વાટ્યો, કરીના નાં ઘૂંટણ થઈ ગયા ગાયબ, જુઓ તસ્વીરો

બોલિવૂડ સેલિબ્રિટી અવાર નવાર ફોટોશૂટ કરાવતા હોય છે, તે વાત આપણે બધા જાણીએ છીએ. પરંતુ પરફેક્ટ લુક આપવા માટે ફોટોશોપનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે ફિગરથી લઈને સ્કીન સુધી ફ્લોલેસ નજર આવે છે. જોકે ક્યારેક ક્યારેક ફોટોશોપ વધુ પડતું થઈ જવાને કારણે તસવીરો આ મજાકને પાત્ર બની જતી હોય છે. આવું જ કંઈક પ્રિયંકા ચોપડા અને કરીના કપૂરની સાથે બની ચૂક્યું છે.

શું થયું હતું કરીનાની સાથે?

કરીના કપૂરે એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તેની એક તસવીરમાં તેમણે રોમ્પર પહેર્યું હતું અને વાળને મેસી તથા વેવી લુક માં સ્ટાઇલ કર્યા હતા. ફોટો માટે કરીનાએ બેડ ઉપર ચડીને પોઝ આપ્યો હતો. તેમણે પોતાના આ લુકને પોઝ થી પ્લેફુલ ફિલ આપવાની કોશિશ કરી હતી. વળી આ તસવીર ખૂબ જ સારી હતી, પરંતુ જ્યારે તે સોશિયલ મીડિયા પર સામે આવી લોકોને ફોટોશોપની ભૂલ નોટિસ કરવામાં વાર લાગી નહીં.

યુઝર્સે તસવીરમાં કરીનાનાં પગ અને દિવાલ ઉપર પડતા પડછાયાની વચ્ચેના અંતરને હાઇલાઇટ કર્યું. તેમણે એ બાબતની મજાક ઉડાવી કે ફોટોશોપ વાળાએ પોતાની કળાનો કમાલ દેખાડતા, પહેલા તો કરીનાના ઘૂંટણ તથા પિંડી ને કાપીને ગાયબ કરી દીધા અને ત્યારબાદ તે તેના પડછાયાને તેના અનુસાર એડિટ કરવાનું ભૂલી ગયો. આ ફોટોને લઈને બેબો પણ ખૂબ જ જબરજસ્ત રીતે ટ્રોલ થઈ હતી.

પ્રિયંકા ચોપડા નો મામલો

પ્રિયંકા ચોપડાને એક મેગેઝીને પોતાના કવર પેજ માટે પસંદ કરી. પરંતુ જ્યારે તસવીર સામે આવી તો લોકો હસી-હસીને લોટપોટ બની ગયા હતા. તેમણે કવરપેજ પર પોતાના માથાના વાળને હાથથી ઉપર કરીને પકડેલી પ્રિયંકાના અંડરઆર્મ ને હાઈલાઈટ કર્યા અને કોમેન્ટ કરતાં સવાલ કર્યો કે, “આટલા ચીકણા (ચોખ્ખા) બગલ કોના હોય છે?” તેમણે આ ફોટોશોપ ટ્રીકને “બેકાર” બતાવી.

જોકે ટ્રોલ કરવા પર પ્રિયંકાએ પોતાની એક નોન ફિલ્ટર્ડ તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. જેમાં તેમના બગલ અલમોસ્ટ તેવા જ નજર આવી રહ્યા હતા, જેવા મેગેઝીનના કવર પેજ પર હતા.

અભિનેત્રીની આ પોસ્ટ તે લોકો માટે જવાબ માટે હતી, જે તેમના સ્મુથ અંડરઆર્મ્સ ને ફેક બતાવી રહ્યા હતા. જોકે આ એક અલગ વાત છે કે પ્રિયંકાનાં રિએક્શન બાદ પણ લોકોએ તેમને ટ્રોલ કરવાનું ચાલુ રાખ્યું હતું.