રામ-સીતા જેવી આદર્શ જોડી બનાવવી હોય તો દરેક કપલે તેમની પાસેથી શીખવી જોઈએ આ ૩ વાતો

Posted by

૫ ઓગસ્ટના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ હેતુ પાયો રાખવામાં આવ્યો. આ આરામ મંદિરનું ભૂમિ પૂજન જોઈને બધા જ રામ ભક્તો ખુશીથી પ્રફુલ્લિત થઈ ગયા હતા. ભગવાન રામ અને સીતામાં ઘણી એવી ખૂબીઓ હતી જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. દરેક કપલ રામ સીતાની જોડીને પોતાનો આદર્શ માને છે. જો તમે પોતાના લગ્નજીવનને સુખી બનાવવા માંગો છો, તો રામ-સીતાના વૈવાહિક જીવનમાં ઘણી વાતો શીખી શકો છો.

ત્યાગ

ભગવાન રામે પારિવારિક સુખ માટે પોતાનો રાજ્ય છોડી દીધું હતું. તેઓ ૧૪ વર્ષ સુધી વનવાસ માટે નીકળી ગયા હતા. આ જોઈને સીતા માતાએ પણ પોતાના પત્ની હોવાનો ધર્મ નીભાવ્યો અને શ્રીરામની સાથે ૧૪ વર્ષ વનવાસમાં રહેવા માટે ચાલ્યા ગયા. તમને જણાવી દઈએ કે સીતા માતાને વનવાસ માટે કહેવામાં આવ્યું ન હતું, પરંતુ તેમણે પોતાના પતિનો સાથ આપવા માટે પોતાને ભૌતિક સુખ સુવિધાઓનો ત્યાગ કરી દીધો.

બસ આવા જ ત્યાગ વાળી ભાવનાઓ આજના જમાનામાં પણ લાગુ થવી જોઇએ. જ્યારે તમારા લગ્ન લવ મેરેજ હોય અથવા એરેન્જ મેરેજ એક વાત તો નક્કી છે કે લગ્ન બાદ યુવક અને યુવતી બંનેએ પોતાની અમુક ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે છે. જો તમે આ ત્યાગને લઈને જીવનસાથી સાથે એડજસ્ટ નથી કરી શકતા, તો તમારા લગ્ન જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવવા લાગે છે. એટલા માટે રામ-સીતાની જેમ જ તમારે વિવાહિત જીવનમાં તેનું અનુસરણ જરૂર કરવું જોઈએ.

નિસ્વાર્થ પ્રેમ

સાચો પ્રેમ એ જ હોય છે કે જેમાં તમારો કોઈ મતલબ છુપાયેલો ન હોય. જે પ્રેમ પૂર્ણ નિસ્વાર્થ ભાવનાની સાથે કરવામાં આવેલ હોય તે સાચો પ્રેમ કહેવામાં આવે છે. ભગવાન શ્રીરામ અને માતા સીતાની વચ્ચે પણ આવો જ પ્રેમ હતો. તેમણે એકબીજાની સાથે કોઈ પણ અંગત સ્વાર્થ વગર લગ્ન કર્યા હતા.

જોકે હાલના મોર્ડન જમાનામાં લોકો પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ સાથે પ્રેમ અથવા લગ્ન કરતા હોય છે. ઉદાહરણ તરીકે કોઈને પૈસાની લાલચ હોય તે તો કોઈને દેખાડો કરવા માટે સુંદર અને પરફેક્ટ લાઇફ પાર્ટનરની તલાશ હોય છે. જો તમારા પ્રેમમાં પણ કોઇ અંગત સ્વાર્થ છે તો આ સંબંધ લાંબુ ટકી શકતો નથી. એટલા માટે તે વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જે તમને નિસ્વાર્થ પ્રેમ કરે.

ઈમાનદારી

ભગવાન શ્રીરામ અને સીતાજીના સંબંધોમાં પૂર્ણ ઈમાનદારી હતી. તે હંમેશા એકબીજા ને સાચો પ્રેમ કરતા હતા, કોઈપણ પ્રકારની લાલચમાં હતા નહીં. તેમણે એકબીજાને જે વચન આપ્યું હતું તેને નિભાવ્યું હતું. માતા સીતાને બચાવવા માટે શ્રીરામ સમુદ્ર પાર કરીને ગયા હતા અને ઘણા ખતરનાક રાક્ષસ સાથે લડાઈ કરી હતી. વળી રાવણની લંકામાં રહેવા છતાં પણ માતા સીતાના મનમાં દરેક સમયે શ્રીરામ રહેતા હતા.

આજના જમાનામાં પણ લોકોએ પોતાના સંબંધોમાં ઈમાનદારી, વફાદારી અને કમિટમેન્ટ પર ફોકસ કરવું જોઈએ. જો તમે આ ચીજોનું અનુસરણ કરો છો, તો તમારા લગ્નજીવનમાં કોઇ પરેશાની આવશે નહીં. તમારે બસ પોતાના પાર્ટનરને જીવનની દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનો છે. તેના દરેક દુઃખ અને પરેશાનીમાં તેની સાથે રહેવાનું છે. પછી લોકો પણ તમારી જોડીનું ઉદાહરણ આપશે.