રેલ્વેમાં રાત્રિનાં ૧૦ વાગ્યા બાદ ટીટીઇ તમારી ટિકિટ ચેક કરી શકતા નથી, વાંચો આવા બીજા ઘણા રેલ્વેના નિયમો

ભારતીય રેલ્વેમાં દરેક વ્યક્તિએ મુસાફરી કરેલ હશે. અમુક લોકો રોજિંદા ટ્રાન્સપોર્ટમાં પણ રેલ્વેનો ઉપયોગ કરતાં હોય છે. રેલ્વે દ્વારા ઘણા નિયમો બનાવવામાં આવેલ છે જે એક યાત્રી તરીકે આપણાં માટે ખુબ જ ફાયદાકારક છે પરંતુ બહુ ઓછા લોકો આ નિયમો વિશે જાણતા હોય છે. જેથી કરીને નિયમોની જાણ ના હોવાને લીધે ઘણી વખત મુસાફરી દરમ્યાન પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે. તો ચાલો આજે અમે તમને અહિયાં આવા જ અમુક નિયમોથી પરિચિત કરાવીએ.

  • જો તમારે ટ્રેન છૂટી જાય છે તો ટીટીઇ આગળના બે સ્ટેશન અથવા એક કલાક સુધી (બન્નેમાંથી જે પહેલા થાય) તમારી સીટ કોઈપણ યાત્રીને આપી શકતો નથી. તેનો મતલબ એ થયો કે આગળના બે સ્ટેશન માંથી કોઈપણ એક સ્ટેશન પર થી તમે તમારી ટ્રેન પકડી શકો છો. ત્રણ સ્ટેશન ચાલ્યા ગયા બાદ ટીટીઇને અધિકાર હોય છે કે તે આરએસી લિસ્ટમાંથી આગળના વ્યક્તિને તમારી સીટ આપી દે.
  • જો તમારી ટ્રેન છૂટી જાય છે તો તમારે ટીડીઆર (ટિકિટ ડિપોઝિટ રીસીપ્ટ) ફાઈલ કરવાનો રહેશે અને તેના મંજુર થવા પર તમારી ટિકિટ ના ૫૦% તમને રિફંડ મળશે.

  • રેલવે ના નિયમ અનુસાર મિડલ બર્થ વાળા યાત્રી પોતાની બર્થ પર રાત્રીના ૧૦ થી લઈને સવારના ૬ વાગ્યા સુધી સૂઈ શકે છે. ત્યારબાદ એ બર્થને નીચે કરવાની રહેશે જેથી કરીને અન્ય યાત્રીઓ બેસી શકે.
  • રેલવે એક્ટ ૧૯૮૯ માં સ્પષ્ટ રૂપથી ઉલ્લેખ કરવામાં આવેલ છે કે IRCTC થી અધિકૃત ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ ડબ્બા પેકિંગવાળું ખોરાક અથવા પાણીની બોટલ વેચતા સમયે તેની MRP થી વધારે કિંમત નહિ વસૂલી શકે. જો તેઓ આવું કરતા પકડાય છે તો તેમના પર મોટો દંડ લગાવવામાં આવી શકે છે અને લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે. આ બાબતમાં રેલવે ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૧૩૨૧ મા ફરીયાદ કરી શકાય છે.
  • જો તમારી ટિકિટ ખોવાઈ જાય છે તો પ્રવાસના ૨૪ કલાક પહેલા બોર્ડિંગ સ્ટેશનના ચીફ રિઝર્વેશન સુપરવાઇઝર પાસે જઈને ડુપ્લિકેટ ટિકિટ આપવા માટેનો આગ્રહ કરતું આવેદન આપી શકો છો. આ આવેદન સાથે ઓળખપત્રની એક ઝેરોક્ષ કોપી પણ જમા કરાવવાની રહેશે. નિરીક્ષણ કર્યા બાદ તમને ડુપ્લીકેટ ટિકિટ આપવામાં આવશે જેના માટે તમારે પ્રોસેસિંગ ફી આપવી પડશે. જો ત્યારબાદ તમને ઓરીજીનલ ટીકીટ મળી જાય છે તો તમે ડુપ્લીકેટ ટિકિટના પ્રોસેસિંગ ચાર્જ ના રિફંડ માટે પણ ક્લેમ કરી શકો છો. રિફંડ માટે તમારે તે જ અધિકારીને પોતાની ઓરીજનલ ની સાથે સાથે ડુપ્લીકેટ ટિકિટ પણ બતાવવાની રહેશે.

  • ઘણી વખત તહેવારોના સમયમાં તમે જે સ્ટેશન સુધી જવા માંગો છો ત્યાં સુધી ની ટિકિટ મળતી નથી. આવા સમયે યાત્રીઓ થોડા સ્ટેશન પહેલા ની ટિકિટ લઈ લે છે. આવી સ્થિતિમાં નિર્ધાર એ સ્ટેશન સુધી પહોંચતા પહેલા ટીટીઈ ને સૂચિત કરીને યાત્રી પોતાનો પ્રવાસ વધારી શકે છે. ટીટી તમારી પાસેથી વધારાનું ભાડુ વસૂલીને તમને આગળની મુસાફરી માટેની ટિકિટ બનાવી દેશે. તમને અલગ બર્થ આપવામાં આવી શકે છે. જો કોઈ બર્થ ખાલી નથી મળતો એવી પરિસ્થિતિમાં બાકી ની યાત્રા ચેર કારમાં કરવાની રહેશે.
  • કોઈ કુદરતી આફતો જેવી કે ભૂસ્ખલન, પુર, ભૂકંપ અથવા કોઈ ટેકનીકલ સમસ્યાને કારણે રેલ યાત્રા અધવચ્ચે જ સમાપ્ત કરી દેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં યાત્રીઓને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેને જોતા ભારતીય રેલવે દ્વારા એક નિયમ બનાવવામાં આવેલ છે કે આવી સ્થિતિ ઉદભવવા પર યાત્રિકો માટે વેકલ્પિક પ્રબંધ કરવામાં આવશે અથવા તેમને તેમનું ભાડું પરત આપવામાં આવશે. આવી સ્થિતિમાં યાત્રીએ તે સ્ટેશનના સ્ટેશન માસ્તરને પોતાની ટિકિટ આપવાની રહેશે જ્યાં ટ્રેન સમાપ્ત થયેલ છે. આવા સમયમાં રેલવે વેકલ્પિક બંદોબસ્ત ઘરે છે અને તમે તેમાં યાત્રા કરવા માટે ઇચ્છુક નથી તો જેટલી યાત્રા કરી ચુક્યા છો તેનું ભાડું કાપીને બાકીના પૈસા તમને પરત આપવામાં આવશે.

  • ટ્રાવેલ ટિકિટ એગ્જામિનર (TTE) તમને રાત્રિના ૧૦ વાગ્યા બાદ ડિસ્ટર્બ નથી કરી શકતા. TTE એ સવારે ૬ વાગ્યા થી રાત્રિના ૧૦ વાગ્યાની વચ્ચે જ ટિકિટોનું વેરિફિકેશન કરવું જરૂરી છે. રાત્રે સુઈ ગયા બાદ કોઈ પેસેન્જર ને ડિસ્ટર્બ નથી કરી શકાતા. આ ગાઈડલાઈન રેલ્વે બોર્ડની છે.