રાજકોટમાં માસ્કને લઈને રવિન્દ્ર જાડેજાની પત્નીએ પોલીસ સાથે કરી જોરદાર દલીલ, રસ્તાની વચ્ચે થઈ ગયા બેભાન

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્નીને આ માસ્ક ન પહેરવા પર પોલીસ તરફથી રોકવામાં આવેલ તો તેમણે પોલીસ સાથે દલીલ કરી અને આ દરમિયાન તે બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ ઘટના રાજકોટની છે. જણાવવામાં આવી રહ્યું છે કે રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રીવાબા જાડેજા પોતાના પારિવારિક મિત્રોની સાથે એક કારમાં કોઇ જગ્યાએ જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. જાડેજા કાર ચલાવી રહ્યા હતા અને તેમણે માસ્ક પહેરી રાખ્યું હતું. જોકે તેમની બાજુમાં બેસેલી તેમની પત્નીએ માસ્ક પહેર્યુ ન્હોતું, જેના કારણે પોલીસે તેમને માસ્ક પહેરવા માટે કહ્યું. આ વાતને લઈને રિવાબાની મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે જોરદાર દલીલ થઈ ગઈ હતી. આ દલીલ કરતા સમયે રિવાબાનુ બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તે બેભાન થઈ ગયા હતા.

દંડ ભરવાથી કરી મનાઇ

રાજકોટના કિશનપરા ચોક પર મહિલા પોલીસકર્મી સોનલ ગણેશ્વરીએ રવિન્દ્ર જાડેજાની ગાડીને રોકી અને તેમની પત્નીને માસ્ક નહિ પહેરવા માટે દંડ ભરવા માટે કહ્યું, જેના પર રિવાબાએ આપત્તિ દર્શાવી હતી અને મહિલા પોલીસકર્મી સાથે જોરદાર દલીલ થઈ હતી. આ દલીલ ઘણો લાંબો સમય સુધી ચાલી હતી અને આ દરમિયાન રિવાબાનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તે બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તુરંત તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં કર્યા દાખલ

બેભાન થયા બાદ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. જ્યાં તેમની તપાસ કરવામાં આવેલ હતી. તપાસમાં મળી આવ્યું હતું કે તેમનું બ્લડપ્રેશર વધી જવાને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા.

હવે તેઓ એકદમ સ્વસ્થ છે

પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા રિવાબાએ જણાવ્યું હતું કે હવે તેઓ બિલકુલ સ્વસ્થ છે. આ મામલામાં પોલીસ નિરીક્ષક એ.જે. લાઠીયા તરફથી નિવેદન આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે દલીલ દરમિયાન રિવાબાનું બ્લડ પ્રેશર વધી ગયું હતું, એટલા માટે તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની આવ્યા છે. હવે તેઓ સ્વસ્થ છે અને અડધો કલાકમાં રજા આપી દેવામાં આવી છે.

પોલીસ અનુસાર હજુ સુધી તેમની પાસેથી કોઈ દંડ વસૂલવામાં આવેલ નથી અને જલ્દી આગળની કાર્યવાહી પૂરી કરી લેવામાં આવશે. આ મામલામાં સોનલે અસહજતાની ફરિયાદ દાખલ કરી છે. જોકે હજુ સુધી એફઆઈઆર દાખલ કરવામાં આવેલ નથી. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર છે અને તેમણે ભારત તરફથી ઘણી બધી મેચ રમેલ છે. તે ગુજરાત રાજ્યનાં રહેવાસી છે. તેમણે વર્ષ ૨૦૧૬માં રિવાબા સાથે લગ્ન કર્યા હતા.