રામાયણનાં જામવંત અને મહાભારતનાં કૃષ્ણ વચ્ચે થયું હતું ભયંકર યુધ્ધ, એવું પરિણામ આવ્યું કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય

પૌરાણિક કથાઓ અનુસાર એક વખત સત્રાજીતે ભગવાન સુર્યની ઉપાસના કરી. જેનાથી પ્રસન્ન થઈને તેમણે પોતાની સ્યમન્તક નામની મણિ તેને આપી દીધી હતી. એક દિવસ જ્યારે કૃષ્ણ સાથીઓની સાથે ચૌસર રમી રહ્યા હતા, તો સત્રાજિત મણી મસ્તક પર ધારણ કરીને તેમને મળવા માટે ચાલ્યા આવ્યા હતા. કૃષ્ણનાં મિત્રોએ કહ્યું હતું કે, “હે વાસુદેવ, લાગે છે કે તમને મળવા માટે સ્વયં સુર્યદેવ આવી રહ્યા છે.” કૃષ્ણએ તેમને સત્રાજિત અને સ્યમન્તક ની પ્રાપ્તિ ની કહાની સંભળાવી. ત્યાં સુધીમાં સત્રાજીત ત્યાં પહોંચી ચુક્યા હતા.

કૃષ્ણનાં સાથીઓએ સત્રાજિત ને કહ્યું કે, “અરે મિત્ર, તમારી પાસે આ અલૌકિક મણિ છે. તેના વાસ્તવિક અધિકારી તો રાજા હોય છે, એટલા માટે તમે આ મણીને અમારા રાજા ઉગ્રસેનને આપી દો. આ વાત સાંભળીને સત્રાજિત કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. સત્રાજીતે સ્યમન્તક મણિને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરી દીધી. આ મણી તેને ૮ ભાર સોનુ આપતી હતી. જે સ્થાન પર આ મણી હતી તે સ્થાન પર રહેલા બધા જ કષ્ટ જાતે જ દુર થઈ જતા હતા.

એક દિવસ સત્રાજિત નો ભાઈ પ્રસેનજીત તે મણિને પહેરીને ઘોડા પર સવાર થઈને શિકાર કરવા માટે ગયો. વનમાં પ્રસેનજીત પર એક સિંહે આક્રમણ કર્યું, જેમાં પ્રસેનજીત મૃત્યુ પામ્યો. સિંહ પોતાની સાથે મણિ લઈને ચાલ્યો ગયો. તે સિંહને ઋક્ષરાજ જામવંતે મારીને તે મણિ પ્રાપ્ત કરી લીધી હતી અને પોતાની ગુફામાં ચાલ્યા ગયા. જામવંતે મણિ પોતાના બાળકને આપી દીધી, જે તેને રમકડું સમજીને રમવા લાગ્યો. જ્યારે પ્રસેનજીત પરત આવ્યો નહીં, તો સત્રાજીત સમજી ગયો કે તેના ભાઈને કૃષ્ણએ મારીને મણિ છીનવી લીધી છે.

કૃષ્ણની ચોરીની વાત સમગ્ર દ્વારકાપુરી માં ફેલાઈ ગઈ. પોતાની ઉપર લાગેલા કલંકને ધોવા માટે તેઓ નગરનાં પ્રમુખ યાદવોની સાથે રથ પર મણી શોધમાં નીકળી ગયા. વનમાં તેમને ઘોડા સત્યજીત મળેલો જોવા મળ્યો, પરંતુ મણી કોઈ જગ્યાએ મળી નહીં. વળી નજીકમાં સિંહના પંજાના નિશાન હતા. સિંહના પંજાના નિશાન પર આગળ વધીને તેમને જાણવા મળ્યું કે સિંહ પણ મરી ગયેલ છે.

ત્યાંથી રીંછના પગના સિંહ મળ્યા, જે એક ગુફા સુધી ગયા હતા. જ્યારે તેઓ તે ભયંકર ગુફાની નજીક પહોંચ્યા, ત્યારે શ્રીકૃષ્ણએ યાદવોને કહ્યું કે તમે લોકો અહીંયા રોકાવ, હું ગુફામાં પ્રવેશ કરીને મણી લઈને પરત આવું છું. આટલું કહીને તે બધા યાદવો એક ગુફા નાં મુખ પર છોડીને ગુફાની અંદર ગયા. ત્યાં જઈને તેમણે જોયું કે તે મણિ એક રીંછનાં બાળક ની પાસે છે, જે હાથમાં લઈને રમી રહેલ હતો. શ્રીકૃષ્ણએ તેને મણીને ઉઠાવી લીધી. આ જોઈને જામવંત અત્યંત ક્રોધિત થઈ ગયા અને શ્રીકૃષ્ણને મારવા માટે દોડ્યા. જામવંત અને શ્રીકૃષ્ણમાં ભયંકર યુદ્ધ થવા લાગ્યું.

જ્યારે શ્રીકૃષ્ણ ગુફામાંથી પરત આવ્યા નહિ તો બધા યાદવોએ તેમને મરેલા સમજીને ૧૨ દિવસ પછી ત્યાંથી દ્વારકાપુરી પરત આવી ગયા. હવે સમગ્ર કહાની વાસુદેવ તથા દેવકીને જણાવી. વાસુદેવ અને દેવકી વ્યાકુળ બનીને મહામાયા દુર્ગાની ઉપાસના કરવા લાગ્યા. તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈને દેવી દુર્ગા પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે તમારો પુત્ર તમને અવશ્ય પરત મળશે.

શ્રીકૃષ્ણને જામવંત બન્ને પરાક્રમી હતા. યુદ્ધ કરતા-કરતા ગુફામાં ૨૮ દિવસ પસાર થઈ ગયા. કૃષ્ણનાં માર થી મહાબલિ જામવંતી નસ તુટી ગઈ. તે અતિ વ્યાકુળ બની ગયા અને પોતાના સ્વામી શ્રી રામચંદ્રજી નું સ્મરણ કરવા લાગ્યા. જામવંત દ્વારા શ્રી રામનું સ્મરણ કરતાની સાથે જ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રી રામચંદ્ર રૂપમાં તેમને દર્શન આપ્યા. જામવંત તેમના ચરણોમાં પડી ગયા અને કહ્યું કે હે ભગવાન હવે મેં જાણી લીધું કે તમે યદુવંશમાં અવતાર લીધો છે.

ત્યારબાદ શ્રીકૃષ્ણે કહ્યું કે, “હે જામવંત, તમે મારા રામ અવતારના સમયે રાવણનાં વધ થઇ ગયા બાદ મારી સાથે યુદ્ધ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને મેં તમને કહ્યું હતું કે હું તમારી ઇચ્છા પોતાના આવતા અવતારમાં અવશ્ય પુરી કરીશ. પોતાનું વચન સિધ્ધ કરવા માટે જ અમે તમારી સાથે યુદ્ધ કરેલું છે. જામવંતે ભગવાન શ્રીકૃષ્ણની અનેક પ્રકારથી સ્તુતિ કરી અને પોતાની કન્યા જામવંતી નાં વિવાહ તેમની સાથે કરાવી દીધા.

કૃષ્ણ જમવંતીની સાથે દ્વારિકાપુરી પહોંચ્યા. તેમના પરત આવવા થી સમગ્ર દ્વારિકાપુરી માં પ્રસન્નતા છવાય ગઈ. શ્રીકૃષ્ણએ સત્રાજિત ને બોલાવીને તેની મણી તેને પરત આપી દીધી. સત્રાજિત પોતાના દ્વારા શ્રીકૃષ્ણ પર લગાવવામાં આવેલા ખોટા કલંકને લીધે ખુબ જ પસ્તાવો થયો. પશ્ચયાતાપ નાં રૂપમાં તેણે પોતાની કન્યા સત્યભામાનાં વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરાવી દીધા અને તે મણી પણ તેમને દહેજમાં આપી દીધી. પરંતુ શરણાગત વત્સલ શ્રીકૃષ્ણએ તે મણિ નો સ્વીકાર ન કરીને પુનઃ સત્રાજીતને પરત આપી દીધી.