રેમ્પ વોક દરમ્યાન “દુર્ઘટના” નો શિકાર થઈ સોનાક્ષી સિંહા, ત્યાં બેસેલી પબ્લિકને પણ આવી ગઈ શરમ

સોનાક્ષી સિંહાને આજે બધા જ વ્યક્તિ જાણે છે. સોનાક્ષી સલમાન ખાનની ફિલ્મ દબંગ થી બોલિવૂડમાં પગલા માંડ્યા હતા. પાછલા અમુક વર્ષોમાં સોનાક્ષીએ ખૂબ જ નામ કમાયું છે. હાલમાં સોનાક્ષી બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં સામેલ થઈ ગઈ છે. જણાવી દઈએ કે સોનાક્ષીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવનાર સલમાન ખાન છે. સોનાક્ષી આજે પણ આ વાત માટે સલમાનનો આભાર માનવાનું ભુલતી નથી.

હકીકતમાં ફિલ્મોમાં આવતાં પહેલાં સોનાક્ષીનું વજન ખૂબ જ વધેલું હતું. સલમાને તેને કહ્યું હતું કે જો તે પોતાનું વજન ઓછું કરે છે તો તે પોતાની ફિલ્મોમાં તેને રોલ આપશે. અહીંયા થી સોનાક્ષી પોતાનું વજન ઓછું કરવાનું નક્કી કર્યું અને થોડાક જ મહિનામાં સલમાનની સાથે ફિલ્મ દબંગમાં નજર આવી.

આજે બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં સોનાક્ષીનું નામ સામેલ થાય છે. તે ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. સોનાક્ષી ઘણી વખત જાણીતા ફેશન ડિઝાઈનર માટે પણ રેમ્પ વોક કરતી નજર આવે છે. સોનાક્ષી ની પાછળની સ્ટાઈલ ફાઈલ પર નજર નાખીએ તો જાણવા મળશે કે ફસ-ફી સિલ્હુટ બિલકુલ પસંદ આવતા નથી. આ પ્રકારના ડ્રેસને તે પોતાના વોર્ડરોબ થી દૂર રાખે છે. સામાન્ય રીતે સોનાક્ષીને ઑફ ડ્યૂટિ ક્રોપ ટોપ, હાઈ વેસ્ટેડ પેન્ટ, કુર્તી-પ્લાઝો અને હાઈબ્રિડ ધોતી પેન્ટ્સ પહેરવું પસંદ છે.

વળી વાત કરવામાં આવેલ રેડ કાર્પેટ ની તો બોડીકોન, મિનિસ અને સુટ-સાડી પહેરેલી ઘણી વખત નજર આવી ચૂકી છે. પોતાની બોડી ટાઇપ ના હિસાબે સોનાક્ષી સિંહાને સિલ્હુટ વિશે સારી જાણકારી છે. તેમ છતાં પણ તેનાથી અમુક ભૂલો થઇ જાય છે, જેના કારણે તેમણે ટ્રોલિંગનો શિકાર થવું પડે છે. વીતેલા દિવસોમાં સોનાક્ષીને મુંબઇમાં આયોજિત STREAX PROFESSIONAL COLLECTION RETRO REMIX ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે રેટ્રો લુક કેરી કરતા કોન્ફિડેંટલી રેમ્પ વોક કર્યું હતું.

સોનાક્ષીએ ફોર્મ-ફીટીંગ વાળું હેડ-ટુ-ટોસ સીક્વિન્ડ ડીપ નેક ગાઉન ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે તેણે રેટ્રો બોબ હેયરડું બનાવ્યું હતું અને ક્લાસિક મેકઅપમાં તેની સુંદરતા ચાર ચાંદ લગાવતી હતી. હાથમાં બ્રેસલેટ, કાનમાં લૉંગ ડ્રોપ ડાઉન એરીંગ્સ અને ગોલ્ડન સ્ટાઇલટોસ પહેરીને સોનાક્ષીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. સુંદર મુસ્કાન ની સાથે સોનાક્ષી રેમ્પ વોક કરી રહી હતી કે અચાનક તેને ઉપ્સ મોમેન્ટ નો શિકાર થવું પડ્યું હતું. જી હાં, આ દરમિયાન તે એક એવી ઘટનાનો શિકાર બની ગઈ, જેને તેઓ કદાચ ક્યારેય નહીં ભૂલી શકે.

હકીકતમાં સોનાક્ષીએ પોતાના રેટ્રો લુકને પૂરો કરવા માટે એક સિક્વલ પ્લગઈન નેકલાઇન વાળુ ગાઉન પહેર્યું હતું. રેમ્પ પર ચાલતા સમયે તેમનું ગાઉન નીચે તરફ ધીરે ધીરે સરકવા લાગ્યું. જોકે સોનાક્ષીને જેવો આ વાતનો અંદાજો આવી ગયો, તે તુરંત જ સતર્ક થઈ ગઈ અને પોતાનો પોઝ ચેન્જ કરવા લાગી. જેથી કરીને તેને લોકોની સામે શરમાવું ન પડે. તેને જેમ તેમ કરીને પોતાના ડ્રેસને કાબૂમાં કર્યો. ઉપ્સ મોમેન્ટનો શિકાર થવા છતાં પણ તેણે પોતાનો કોન્ફિડન્સ લુઝ થવા દીધો નહીં. આ વાત માટે પણ સોનાક્ષીને દાદ આપવી જોઈએ.

તમને જણાવી દઈએ કે સોનાક્ષી પહેલીએક્ટ્રેસ નથી જેને આ પ્રકારની ઘટનાનો શિકાર થવું પડ્યું હોય. આ પહેલા પણ ઘણી એક્ટ્રેસ ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ચૂકી છે. આ પ્રકારની ઘટનાઓ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ તે ખાસ ત્યારે થઈ જાય છે જ્યારે તેને પોતાની સમજદારીથી સંભાળી લેવામાં આવે.