રામુ : તમે તમારા આગળના જન્મમાં શું બનવા માંગો છો? શ્યામુ : વંદો, રામુ : કેમ? પછી શ્યામુએ એવો જવાબ આપ્યો કે હસી-હસીને પેટમાં દુખવા લાગશે

જોક્સ-૧

પત્નીએ પતિને ફોન કર્યો.

પતિ : હું ઓફિસમાં છું, બહુ બિઝી છું.

શું કામ છે બોલ?

પત્ની : હું મેકડોનલ્ડમાં તમારી પાછળ જ બેઠી છું.

અને બાળકો પુછી રહ્યા છે કે

પપ્પા આ કયા ફોઇબા જોડે બેઠા છે???

શું કહું??

જોક્સ-૨

નિર્મલની ૨ કરોડની લોટરી લાગી.

લોટરીવાળા : ટેક્સ બાદ કરતા તમને ૧.૭૫ કરોડ મળશે.

નિર્મલ : આ ખોટું છે, મને પુરા ૨ કરોડ આપો,

નહીં તો મારી ટિકિટના ૧૦૦ રૂપિયા પાછા આપો.

જોક્સ-૩

સંતા : મને લગ્નમાં BMW મળી.

બંતા : પણ તારી જોડે તો કોઇ કાર નથીને.!!

સંતા : અરે BMW એટલે,

બહુ મોટી વાઇફ!!!

જોક્સ-૪

ભિખારી : શેઠજી ૫૦ રૂપિયા આપો.

શેઠ : આટલા પૈસા કેમ?

ભિખારી : ફોનનું રીચાર્જ કરાવીને ગર્લફ્રેન્ડ સાથે વાત કરવી છે.

શેઠ : ભિખારીની પણ ગર્લફ્રેન્ડ?

ભિખારી : સાહેબ, ગર્લફ્રેન્ડના ખર્ચાએ જ ભિખારી બનાવી દીધો છે.

જોક્સ-૫

એક શિક્ષક વર્ગમાં બાળકોને ગ્રુપ ફોટા બતાવી રહ્યા હતા.

શિક્ષક : બાળકો, જ્યારે તમે બધા મોટા થશો ત્યારે આ ફોટો જોઈને કહેશો,

આ રહ્યો રાજુ જે અમેરિકા ચાલ્યો ગયો,

આ રહ્યો રવિ છે, જે હવે લંડનમાં કામ કરે છે અને

આ રહ્યો નંદુ જે અહીંનો ને અહીંનો રહી ગયો.

આ સાંભળીને નંદુએ કહ્યું : અને આ રહ્યા અમારા મેડમ છે, જે ગુજરી ગયા.

(નંદુની પછી વ્યવસ્થિત રીતે ધોલાઈ થઈ)

જોક્સ-૬

રેલ્વે ટીટી : ટિકિટ બતાવો, ક્યાં જવું છે?

પિન્ટુ : જ્યાં રામનો જન્મ થયો હતો.

રેલ્વે ટીટી : જ્યાં જવાનું હોય ત્યાંની ટિકિટ તો બતાવવી પડશે.

પિન્ટુ : ટીકીટ નથી સર.

રેલ્વે ટીટી : તો ચાલો.

પિન્ટુ : પણ ક્યાં સાહેબ?

રેલ્વે ટીટી : જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો.

જોક્સ-૭

પિતાએ જોયું કે દીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો છે.

પિતા : દીકરા, અમે તમારા લગ્ન કરાવ્યા છે,

વહુ ઘરે આવી ગઈ છે, તો પણ તું પોતાના પેન્ટનું બટન જાતે ટાંકી રહ્યો છે.

દીકરો : તમે ખોટું વિચારી રહ્યા છો,

આ તો હું તેની જ જીન્સનું બટન ટાંકી રહ્યો છું.

પિતા બેભાન.

જોક્સ-૮

મંદિરમાં પુજા કરતી વખતે ગામની એક લોભી સ્ત્રીએ ભગવાનને કહ્યું,

પ્રભુ, તમારા માટે એક સેકન્ડ કેટલા વર્ષ બરાબર છે?

ભગવાને કહ્યું : લાખો વર્ષ સમાન.

પાછું મહિલાએ કહ્યું : અને કરોડો રૂપિયા કેટલા બરાબર?

ભગવાને કહ્યું : રત્તી બરાબર.

લોભી સ્ત્રીએ કહ્યું : મને પણ એક રત્તી આપો.

ભગવાને કહ્યું : એક સેકન્ડ મંદિરમાં રાહ જો, હમણાં લાવી આપું.

એ લાલચુ સ્ત્રી ઘરડી થઈને ત્યાંથી જ સ્વર્ગમાં પહોંચી ગઈ.

જોક્સ-૯

ભાઈ : કેમ રડે છે?

બહેન : પરીક્ષામાં મારા ટકા બહુ ઓછા આવ્યા છે.

ભાઈ : કેટલા ટકા આવ્યા?

બહેન : માત્ર ૯૦%.

ભાઈ : બહેન, દયા તો કર, આટલા ટકામાં તો મારા જેવા બે છોકરાઓ પાસ થઈ જાય છે.

જોક્સ-૧૦

રામુ : તમે તમારા આગળના જન્મમાં શું બનવા માંગો છો?

શ્યામુ : વંદો.

રામુ : કેમ?

શ્યામુ : કારણ કે મારી પત્ની માત્ર વંદાથી ડરે છે.

જોક્સ-૧૧

વિદ્યાર્થી (ટીચરને) : મિસ તમે કાલે મને ફોન કર્યો હતો?

ટીચર : નહીં તો, કેમ શું થયું?

વિદ્યાર્થી : કમાલ છે…

મારા ફોન પર લખ્યું હતું Miss Call.