રણબીર કપુરને વંદા થી ડર લાગે છે તો શાહરુખ ખાનને ઘોડા થી ડર લાગે છે, આ ૯ સ્ટાર્સને લાગે છે આ ચીજોથી ડર

દુનિયામાં દરેક વ્યક્તિનું મગજ એક જેવું હોતું નથી. ફોબિયા (ડર) ની વાત કરવામાં આવે તો કોઈ વ્યક્તિને મૃત્યુ થી ડર લાગે છે, તો કોઈ વ્યક્તિને ઉંચાઈથી ડર લાગે છે. વળી અમુક વ્યક્તિને ડૂબવાથી ડર લાગે છે. અમુક લોકોનો ડર વિચિત્ર હોય છે અને તેમાં આપણા બોલિવૂડ સેલિબ્રિટી પણ સામેલ છે. ભલે તે ડર આપણા માટે કોઈ મહત્વ ન રાખતો હોય, પરંતુ ઘણા સ્ટાર માટે તે ચીજો નોર્મલ હોતી નથી. અહીં અમે તમને જણાવીશું કે ક્યાં એક્ટરને કઈ ચીજથી ડર લાગે છે.

શાહરુખ ખાન – ઘોડાથી ડર લાગે

બોલિવૂડના કિંગખાનને ઘોડા થી ડર લાગે છે. જ્યારે ઘણી ફિલ્મોમાં તેમણે ઘોડા દોડાવેલા છે. હકીકતમાં કરણ અર્જુન ના એક સિકવન્સની શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન ખૂબ જ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. તે ઘોડા સવારી નો સીન હતો. ત્યારબાદ તેમને ઘોડાથી ફોબિયા થઈ ગયો.

અર્જુન કપુર – સીલીંગ ફેન થી ડર

આ પણ ખૂબ જ વિચિત્ર છે. અર્જુન કપૂરના ઘરમાં પંખા નથી અને તેઓ તે રૂમમાં રોકાવાથી પણ ઈનકાર કરી દેતા હોય છે, જ્યાં પંખા હોય છે. ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન કરવાવાળા અર્જુનનો આ ફોબિયા પણ ખૂબ જ અજીબ છે.

સોનમ કપૂર – ફસાઈ જવાનો ડર

હકીકતમાં સોનમની અંદર cleithrophobia અને claustrophobia બંનેના લક્ષણ છે. એવામાં તેમને એલીવેટર થી ડર લાગે છે. cleithrophobia નો મતલબ એવો થાય છે કે જેમાં તમને પોતાને ફસાઈ જવાનું મહેસૂસ થાય છે અથવા તમને લાગે છે કે તેઓ ભાગી શકશે નહીં. વળી બંધ જગ્યાઓ પર ના ડર ને claustrophobia કહેવામાં આવે છે.

સલમાન ખાન – ફસાઈ જવાનો ડર

સલમાન ખાન સાથે પણ તેવું જ છે જેવું સોનમ કપૂરની સાથે છે. તેમને પણ એલિવેટર્સ થી ડર લાગે છે જોકે તેમને cleithrophobia વળી કોઈ પરેશાની નથી.

રણબીર કપૂર – વાંદા નો ડર

ઘણા લોકોની જેમ રણબીર કપૂરને પણ વાંધા થી ડર લાગે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે અચાનકથી ઉડતા હોય છે. એટલું જ નહીં રણબીર કપૂરને arachnophobia એટલે કે કરોળિયા થી પણ દર લાગે છે.

વિકી કૌશલ – ડૂબી જવાનો ડર

વિકી કૌશલને ડૂબી જવાનો અને ભૂતો થી ખૂબ જ વધારે ડર લાગે છે. જ્યારે તેમણે ફિલ્મ ભૂત માં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં એવા સીન પણ હતા, જેમાં તેઓને સમુદ્રની અંદર જવાનું હોય છે. તેવામાં આ ખૂબ જ હેરાન કરી દેવાવાળી હકીકત છે. વળી પાણીને લઈને તો ડર ઘણા લોકોમાં જોવામાં આવે છે. જ્યાં વધારે પાણી હોય છે ત્યાં લોકો જવા થી ડરતા હોય છે.

કેટરિના કૈફ – ગરોળી અને ટમેટા થી ડર

કેટરીના કેફને ગરોળી અને ટમેટા થી ડર લાગે છે. ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારા માં ટોમૈટીના ફેસ્ટિવલ વાળા સોંગ ના શૂટિંગ દરમિયાન આ વાત સામે આવી હતી. જોકે જ્યારે વાત એક્ટિંગની હોય તો તે હાર્ડવર્કથી ક્યારેય પાછળ પડતી નથી અને પૂરા ડેડીકેશન ની સાથે ચીજોને પૂર્ણ કરે છે.

અભિષેક બચ્ચન – ફળ થી ડર

આ સાંભળવામાં થોડું અજીબ જરૂર લાગે છે, પરંતુ તે હકીકત છે. અભિષેક બચ્ચનને ફળ થી ડર લાગે છે. કહેવામાં આવે છે કે તેમણે આજ સુધી કોઈ ફળ ખાધું નથી. તે ફળો ની તરફ જોવાનું પણ પસંદ કરતા નથી.

દીપિકા પાદુકોણ – સાપ થી ડર

ઘણા લોકોનો ફોબિયા નોર્મલ અને સમજી શકાય તેવો હોય છે, જેવુ દીપિકા પદુકોણની સાથે છે. દીપિકાને સાપ થી ડર લાગે છે. આ એવી વસ્તુ છે જેનાથી લગભગ દરેક વ્યક્તિને ડર લાગતો હોય છે.