રાશિ અનુસાર જાણો ક્યાં રંગની રાખડી બાંધવાથી ભાઈને મળશે શુભ ફળ

Posted by

રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે ૩ ઓગસ્ટના રોજ આવી રહ્યો છે અને આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે. દર વર્ષે આ પર્વ શ્રાવણ માસની પૂર્ણિમા તિથિના દિવસે મનાવવામાં આવે છે. આ પર્વ ભારતના મહત્વપૂર્ણ માંથી એક માનવામાં આવે છે અને આ પર્વને ભારત સિવાય નેપાળ દેશમાં પણ ઉજવવામાં આવે છે.

બજારમાં ઘણા બધા રંગની રાખડી મળતી હોય છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. દરેક બહેન પોતાના ભાઇ માટે ખૂબ જ સુંદર રાખડી પસંદ કરે છે અને સાચા મનથી પોતાના ભાઈના કાંડા પર તેને બાંધે છે. જોકે જ્યોતિષ વિજ્ઞાન અનુસાર ભાઈની રાશિ અનુસાર જ તેને રાખડી બાંધવી જોઈએ અને ભાઈની રાશિ અનુસાર રાખડીનો રંગ પસંદ કરવો જોઈએ. રાશિ અનુસાર જો ભાઈને રાખડી બાંધવામાં આવે તો તેનું ભાગ્ય ખૂલી જાય છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિ માટે ક્યા રંગની રાખડી પસંદ કરવી જોઇએ.

 • મેષ રાશિ : જો તમારા ભાઈની રાશિ મેષ છે તો તમારે તેના માટે લાલ રાખડી પસંદ કરવી જોઈએ. કારણ કે આ રાશિનો સ્વામી મંગળ છે અને તેના રંગની રાખડી બાંધવાથી ભાઈને લાભ થાય છે.
 • વૃષભ રાશિ : જે લોકોની રાશિ વૃષભ છે, તેનો સ્વામી શુક્ર ગ્રહ હોય છે. આ ગ્રહ વાદળી રંગનો હોય છે. એટલા માટે પોતાના ભાઈને વાદળી રંગની રાખડી બાંધવી જોઇએ. તેનાથી ભાઇના જીવનમાં પ્રગતિ થાય છે.
 • મિથુન રાશિ : મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ હોય છે અને આ ગ્રહ લીલા રંગ સાથે જોડાયેલો છે. જો લીલા રંગની રાખડી આ રાશિના લોકોને બાંધવામાં આવે તો તેનાથી તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
 • કર્ક રાશિ : કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોય છે અને આગ્રહ પીડા અથવા સફેદ રંગ સાથે જોડાયેલ છે. એટલા માટે જ આ રાશિ સાથે સંબંધ રાખતા લોકોને આ બંને રંગ માંથી કોઈ એક રંગની રાખડી બાંધવામાં આવે તો તેનાથી તેમના જીવનમાં રહેલી બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

 • સિંહ રાશિ : સિંહ રાશિના લોકોનો સ્વામી સૂર્ય છે અને આ રાશિના લોકો માટે પીળા રંગ અને લાલ રંગની શુભ માનવામાં આવે છે. એટલા માટે જો તમારા ભાઈને રાશિ સિંહ છે, તો તમારે તેને પીળા અથવા લાલ રંગની રાખડી બાંધવી જોઈએ.
 • કન્યા રાશિ : કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ માનવામાં આવે છે અને જો તમારા ભાઈની રાશિ કન્યા છે, તો તમારે તેને લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. આ રાખડી બાંધવાથી બધા પ્રકારના દોષ માંથી તેની રક્ષા થાય છે.
 • તુલા રાશિ : તુલા રાશિના લોકોને વાદળી અથવા સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે.
 • ધન રાશિ : ધન રાશિના જાતકોના સ્વામી બૃહસ્પતિ માનવામાં આવે છે અને આ રાશિના લોકો માટે પીળો રંગ શુભ માનવામાં આવે છે. એટલા માટે આ રાશિના જાતકોને પીળા રંગની રાખડી બાંધવી જોઈએ.

 • મકર રાશિ : શનિદેવને ન્યાયનાં દેવતા કહેવામાં આવે છે અને શનિદેવ સાથે વાદળી રંગ જોડાયેલ છે. એટલા માટે જો તમારા ભાઈની રાશિ મકર છે, તો તમારે તેને વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ.
 • કુંભ રાશિ : આ રાશિનો સ્વામી પણ શનિ હોય છે. આ રાશિ સાથે સંબંધ રાખવા વાળા લોકોને રક્ષાબંધનના દિવસે ઘાટા લીલા અથવા વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ.
 • મીન રાશિ : આ રાશિના લોકોને પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગ તેમના માટે શુભ સાબિત થાય છે.