રાશિફળ ૧૦ ઓગસ્ટ : ભોલેનાથની કૃપાથી આ ૩ રાશીઓના જીવનમાં આવશે નવી ખુશીઓ

Posted by

મેષ રાશિ

આજે તમે પોતાના પરિવારના સદસ્યોની સાથે કોઈ મહત્વપૂર્ણ વાતને લઈને ચર્ચા કરી શકો છો અને અમુક મોટા નિર્ણય પણ લઈ શકો છો. નિર્ધારિત કામમાં સફળતા મળશે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. તમારું પરાક્રમ અને સાહસ આજે વધશે. ખરાબ સંગતથી બચવું. સમાજમાં માન-સન્માન મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. તમારો ખર્ચ તમારું બજેટ બગાડી શકે છે, એટલા માટે ઘણી યોજનાઓ વચ્ચે અટકી શકે છે.

વૃષભ રાશિ

આજે તમે વિચારેલા કામ યોજના અનુસાર પૂરા થશે. પ્રતિસ્પર્ધીઓ નિષ્ફળ રહેશે. ઉત્સાહવર્ધક સુચના પ્રાપ્ત થશે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. આજે તમે પોતાની વાતોને પ્રભાવશાળી રીતથી રાખવામાં સફળ રહેશો. અચાનક ધનલાભ અને ધનહાનિ બંને થવાની સંભાવના રહેલી છે. સમજ્યા વિચાર્યા વગર કોઈપણ પગલાં ભરવા નહીં. કલા તથા સંગીતના ક્ષેત્રમાં રૂચિ વધશે.

મિથુન રાશિ

આજે પેટ સંબંધિત બીમારીઓ પરેશાન કરશે. વાદવિવાદ અથવા ચર્ચામાં પડવાથી સમસ્યા ઊભી થશે. સંતાનનાં મામલામાં ચિંતા ઉભી થઇ શકે છે. કોઇ ખાસ મામલામાં પાર્ટનરની મદદ જરૂર લેવી. પાર્ટનરના કોઈ આઇડિયાથી તમારું વિચારેલું કામ પૂરું થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ અથવા સમાજનાં ઉચ્ચ વર્ગના લોકો સાથે સંપર્ક વધશે. તમારી મહેનત સફળ રહેશે સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

કર્ક રાશિ

આજે જીવનસાથી તરફથી તમને ખૂબ જ મોટી ખુશખબરી મળવાની સંભાવના રહેલી છે. તમે પોતાના ઘરમાં અથવા તેની આસપાસ આજે અમુક બદલાવ કરશો. મતભેદને કારણે વ્યક્તિગત સંબંધોમાં તિરાડ પડી શકે છે. આજે કોઈપણ સ્ત્રી મિત્ર તરફથી સહયોગને કારણે લાભ રહેશે. માતા સાથે થોડો સમય પસાર કરી શકશો. ભાઈ-બહેનો તરફથી સહયોગ મળશે. તમે જેટલા શાંત રહેશો, તમારા નિર્ણય એટલા જ તમારા માટે અનુકૂળ રહેશે.

સિંહ રાશિ

લેખનનાં કામમાં સફળતા મળશે. ઈશ્વરની આરાધના અને આધ્યાત્મિકતા તમને શાંતિનો અનુભવ કરાવશે. મનપસંદ ભોજનનો આનંદ લઇ શકશો. રચનાત્મક કાર્યમાં સફળ રહેશો. મનમાં સકારાત્મક વિચારો જળવાઈ રહેશે, જેનાથી કાર્યમાં સફળતા મળશે. શત્રુ પક્ષ નિર્બળ થશે, તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. રોકાણ કરવામાં સાવધાની રાખવી. કોઈ તમારી ઉશ્કેરણી કરી શકે છે, પરંતુ તેને નજરઅંદાજ કરવી.

કન્યા રાશિ

આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આજે તમે ખૂબ જ ઉર્જાવાન મહેસૂસ કરશો. બહારનાં વ્યક્તિની વાતોમાં આવવું નહીં. કામમાં મન રહેશે. માનસિક અશાંતિ ઓછી થશે. આજે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. આજે નાની યાત્રા પર જઈ શકો છો, જેનાથી લાભ રહેશે. આજે મન થોડું વિચલિત રહેશે. વૈવાહિક જીવનમાં તાલમેળ બનાવીને ચાલવું. સહકર્મીઓ તમારાથી નારાજ થઈ શકે છે. આજે ધાર્મિક વિચારોની સાથે સાથે ધાર્મિક કાર્યો પર ખર્ચ થઈ શકે છે.

તુલા રાશિ

આજે પરિવારજનો સાથે કોઈ વિવાદ કરવો નહીં. વિદ્યાર્થીઓને સંતુષ્ટિજનક પરિણામ મળશે નહીં. કાર્યપ્રણાલીમાં પરિવર્તન આવવાથી લાભ થવાની સંભાવના રહેલી છે. ઉતાવળમાં નિર્ણય લેવાથી અથવા પગલાં ભરવાથી નુકસાન થવાની સંભાવના રહેલી છે. નોકરી અને વેપારના ક્ષેત્રમાં અડચણ આવવાથી નિર્ધારિત કાર્ય કરી શકશો નહીં. તમારા વિરોધીઓ સક્રિય રહેશે. આવક માટે નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. ધર્મના કાર્યમાં રુચિ વધશે. પારિવારિક સુખમાં કમી આવવાના યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ

આજે કોઇપણ પરિસ્થિતિમાં ક્રોધ કરવો નહીં, અન્યથા તમારા આવશ્યક કામ પણ અધુરા રહી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, પરંતુ સાથોસાથ ખર્ચમાં પણ વધારો થશે. બહારની ખાણીપીણી થી તબિયત ખરાબ થવાની સંભાવના રહેલી છે. ક્રોધને નિયંત્રણમાં રાખવા માટે મૌન વ્રત વધારે કારગર સાબિત થશે. આજે તમારા બધા જ આર્થિક પ્રયાસો સફળ રહેશે. અચાનક તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.

ધન રાશિ

કોઈ મિત્રના સહયોગથી નોકરીનાં અવસર મળી શકે છે. આજે કરવામાં આવેલ કામનું ફળ તમને અમુક સમય બાદ મળશે. ઉતાવળમાં વિચાર્યા વગર કોઈ કામ કરવું નહિ. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ ખૂબ જ વ્યસ્તતા ભરેલો રહેશે. આજે જો તમે યાત્રા કરી રહ્યા છો તો તમારે પોતાના સામાનની સુરક્ષા કરવાની જરૂરિયાત છે. તમારી પાસે પોતાના સ્વાસ્થ્ય અને રંગ-રૂપ ને સુધારવા માટે પર્યાપ્ત સમય રહેશે. મનોરંજનનો અવસર પ્રાપ્ત થશે.

મકર રાશિ

આજે કોઈ સગા સંબંધી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. વેપાર અને નોકરી કરવા વાળા લોકોને લાભ તથા પદોન્નતિની સંભાવના રહેલી છે. પારિવારિક સુખ-શાંતિ રહેશે. સરકારી લાભ મળી શકે છે. આજે તમે પોતાને નવી રોમાંચક સ્થિતિમાં મહેસૂસ કરશો, જેનાથી તમને આર્થિક ફાયદો પહોંચશે. પૌત્ર-પૌત્રીઓને મળીને આજે તમારો દિવસ ખુશ રહેશે. આજે તમારે પોતાની વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત છે. નવા કામ મળી શકે છે.

કુંભ રાશિ

આજે તમને સામાજિક દ્રષ્ટિથી અપમાનિત ન થવું પડે તે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. દરેક કાર્યમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળશે. મનમાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થશે. પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે. પ્રેમની બાબતમાં દબાણ બનાવવાની કોશિશ કરવી નહીં. શક્ય છે કે તમારા ભૂતકાળ સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ આજે તમારો સંપર્ક કરે અને તમારા દિવસને યાદગાર બનાવે. આજે તમે કોઈ નવું કાર્ય પ્રારંભ કરી શકો છો.

મીન રાશિ

આજે તમે પોતાને ઉર્જા થી ભરેલા મહેસૂસ કરશો, જેનાથી તમારો દિવસ ખૂબ જ સરસ રહેશે. નોકરી-ધંધામાં તમને લાભ મળવાના યોગ બની રહ્યા છે. ઉચ્ચ પદાધિકારી તમારા કાર્યની પ્રશંસા કરશે. પોતાનો સમય અને ઊર્જા અન્ય લોકોની મદદ કરવામાં લગાવવા પરંતુ એવી બાબતોમાં પડવાથી બચવું જેમાં તમારે કોઈ લેવાદેવા ન હોય. દરેક નવા સંબંધો પ્રત્યે ખૂબ જ સાવધાન રહેવાની જરૂરિયાત છે.