રાશિફળ ૧૧ ઓગસ્ટ : મંગળવારનો દિવસ આ ૪ રાશિઓનાં જીવનમાં લાવશે ખુશીઓનો ભંડાર

Posted by

મેષ રાશિ

પોતાને સાબિત કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. વેપારમાં સતત પડકારોનો સામનો કરવો પડશે, જેનાથી તમે થોડા પરેશાન રહેશો. પોતાના કાર્યક્ષેત્રમાં તમે કોઈ ચાલાકીનો શિકાર બની શકો છો. અમુક જૂના મિત્રો સાથે સંપર્ક થઈ શકે છે. નોકરીમાં પ્રગતિના અણસાર દેખાઇ રહ્યા છે. દાંપત્ય જીવનમાં સંબંધ મધુર રહેશે. જીવનસાથી આજે તમારી ખૂબ જ પ્રશંસા કરશે. મનમાં પ્રસન્નતા જળવાઈ રહેશે.

વૃષભ રાશિ

આજે તમારી બધી જ ઇચ્છાઓની પૂર્તિ થશે. માતા-પિતાનો પૂરો સહયોગ મળશે. જો તમે કોઇ ખાસ વ્યક્તિ સાથે વધુમાં વધુ સમય પસાર કરવા માંગો છો, તો આ ઈરાદો અત્યારે સ્થગિત કરી દો. જે લોકો વિવાહિત છે તેમને સંતાન સુખની પ્રાપ્તિ પણ થઈ શકે છે. આજે કોઈને પૈસા ઉધાર આપવા નહીં, પરત મળવા મુશ્કેલ બની શકે છે. જરૂરીયાત મંદ લોકોને ભોજન કરાવવું તમારી સાથે બધું સારું રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોને જીવનમાં આગળ વધવાનો રસ્તો મળશે. મનમાં અમુક નવું કરવા માટેની પ્રબળ ઉત્સુકતા રહેશે, પરંતુ એક વખતમાં ફક્ત એક જ કામ કરવું અને નાના-નાના પગલાં ભરીને આગળ વધવું. લાંબા સમયથી તમે જે પરેશાની માંથી પસાર થઈ રહ્યા છો, તેમાંથી હવે તમને છુટકારો મળી શકે છે. આજે તમારું ભાગ્ય તમને અમુક સારા અવસર પ્રદાન કરશે, તમારે તેનો ફાયદો ઉઠાવવો જોઇએ. ઉપરી અધિકારી અને પાડોશી તરફથી તણાવ મળી શકે છે.

કર્ક રાશિ

આજે પરિવારની ચિંતા રહેશે. આજે તમે કોઇ સહકર્મી પર ખૂબ જ આશક્ત થઈ શકો છો, ધ્યાન રાખવું કે આ વિચાર તમારા માટે યોગ્ય નથી. તમને પોતાના વેપાર અને નોકરીના ક્ષેત્રમાં અપાર સફળતા મળવાના યોગ બની રહ્યા છે. તમારા સ્વભાવમાં ભાવુકતા અને કામુકતા વધારે રહેશે. પેટમાં દુખાવો થવાની સંભાવના છે. આજે તમારી આરામ કરવાની જરૂરિયાત છે. તમે પોતાના કામની શરૂઆત નવી રીતથી કરી શકો છો.

સિંહ રાશિ

આજે પ્રેમ અને નજીકના સંબંધોના મામલામાં નિર્ણય અથવા કોઈ માનસિક તણાવની સ્થિતિ થી પરેશાન રહી શકો છો. માતા-પિતાના સ્વાસ્થ્યમાં ગડબડ ચાલી રહી છે, તો તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. સાર્વજનિક જીવનમાં સન્માન વધશે. મનમાં ભય રહેશે. સંતાન સાથે વિવાદ થવાની સંભાવના રહેલી છે, પરંતુ જીવનસાથીની સાથે તમારા સંબંધો સારા રહેશે. કાર્યોમાં સફળતાની સાથે સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે.

કન્યા રાશિ

હનુમાનજીની કૃપાથી તમારા વેપારમાં તમને અચાનક લાભ મળવાનું શરૂ થઈ જશે. આજે તમે ખૂબ જ વ્યગ્ર અને ચિંતિત રહેશો. અચાનક જ કોઈ બીમારી તમને પરેશાન કરી શકે છે. તમે પોતાની વાણીથી વિચારેલા દરેક કાર્ય પૂર્ણ કરી શકો છો. સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતાના નવા રસ્તા નજર આવશે. આજે વ્યવસાયમાં નવા અવસર પ્રાપ્ત થશે અને નોકરીના અવસર પણ મળશે.

તુલા રાશિ

આજે તમારા દાંપત્યજીવનમાં મધુરતા આવશે. ઘરની બહાર પ્રસન્નતા રહેશે. આજનો દિવસ તમારા માટે થોડો પરેશાની વાળો રહી શકે છે. વિરોધી તમારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. કોઈપણ બાબતમાં ઉતાવળ કરવી નહીં. આજે તમારું નસીબ તમારી સાથે રહેશે. નોકરી કરતા લોકોને પદોન્નતિ મળવાના યોગ બની રહ્યા છે. કાર્યાલયમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે. તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારી કારકિર્દીમાં ભવિષ્યમાં લાભ આપનાર નિર્ણય લેશો. પરિચિત લોકો સાથે તમારો સંબંધ સામાન્ય રહેશે. આજે તમારે પૈસાનું રોકાણ કરવાથી બચવું જોઇએ, કારણ કે નુકસાન થવાના સંકેત છે. આજે તમે ખૂબ જ ભાવુક રહેશો. આજે ગૃહ સંબંધી વસ્તુઓની પ્રાપ્તિ કરવામાં પરેશાની આવી શકે છે. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. ખર્ચની માત્ર વધારે રહેશે. ગેરસમજ થી બચવું. અન્ય લોકોની જરૂરિયાતને પૂરી કરવાની કોશિશ કરશો.

ધન રાશિ

આજે પોતાના પ્રેમી માટે તમારો વ્યવહાર વધારે લાગણીશીલ રહી શકે છે. કોઈ વ્યક્તિ જે તમારી અથવા તમારી ઉપલબ્ધિઓ થી ઈર્ષા કરે છે, તે તમને ભટકાવવાની કોશિશ કરશે. આજે તમે પોતાના સાથીઓ સાથે મતભેદ થઈ શકે છે. શારીરિક અને માનસિક બન્ને રીતે તમે આજે આનંદનો અનુભવ કરશો. કોઈ અન્ય વ્યક્તિનો ઉત્સાહ જોઈને તમે ઉત્સાહિત રહેશો. કાર્યક્ષેત્રમાં તમને ખૂબ જ મોટી સફળતા મળશે.

મકર રાશિ

આજે તમારા પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સમયનો યોગ્ય પ્રબંધન કરશો. ઘરની સજાવટમાં વ્યસ્ત રહેશો. આજે તમે પોતાના નિર્ણય લેવામાં મિત્ર અથવા ભાઈ બહેનના વિચારોને અડચણરૂપ મહેસૂસ કરશો. અમુક નવું કરવાની રણનીતિ બનાવશો અને ઉત્સાહથી ભરપૂર રહેશો. મિત્રો તથા પ્રિયજનોની સાથે મુલાકાતથી તમારી પ્રસન્નતામાં વધારો થશે. નજીકના લોકો સાથે સંબંધોમાં મધુરતા આવશે.

કુંભ રાશિ

આજે તમારા અટવાયેલા બધા જ કાર્ય ફરીથી શરૂ થઈ શકે છે. આજે તમારા નિર્ણય પર જેવું કોઈ વ્યક્તિ આપત્તિ વ્યક્ત કરશે, તમે તુરંત નિરાશા મહેસૂસ કરવા લાગશો. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. પાર્ટનરનાં સહયોગથી કાર્યોમાં ગતિ પ્રદાન થશે. તમારી ચિંતાઓ ઓછી થવાને કારણે તમે રાહતનો અનુભવ કરશો. આજે વ્યવસાયમાં પ્રગતિ તરફ અગ્રેસર રહેશો. સાહિત્ય લેખન તથા કલાના ક્ષેત્રમાં તમે આજે યોગદાન કરી શકો છો.

મીન રાશિ

આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. આજે અન્ય લોકો સાથે તમારા સંબંધોમાં તમારા સ્વભાવને કારણે ચડાવ-ઉતાર રહેશે. સ્વભાવ પર થોડું નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે, નહિતર મુશ્કેલીમાં પડી શકો છો. આજે તમારામાં ભાવુકતાની થોડી કમી રહેશે, જેના કારણે કોઈની વાતો થી અથવા વ્યવહારથી તમારી ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. આજે પ્રેમ-પ્રસંગનાં મામલાથી પોતાને દૂર રાખવા. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું.