રાશિફળ ૧૧ જુલાઈ : હનુમાનજીનાં આશીર્વાદથી આજે આ ૫ રાશિઓને મહેનતનું પૂરેપુરું ફળ મળશે, અચાનક ધનલાભ મળી શકે છે

મેષ રાશિ

આજે કોઈ મોટું કાર્ય કરવાનું નક્કી કરશો. પરિવારિક પરેશાનીઓ દૂર થવાનો સમય આવી ગયો છે. આજે તમારી કોઈ કીમતી વસ્તુ ખોવાઈ શકે છે, સાવધાની રાખવી. ગુપ્ત શત્રુઓ આજે તમને હાની પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. આજે તમે કોઇ શાંત જગ્યા પર આત્મચિંતન કરો. તમારા માટે આજનું સૌથી સારું કામ એ છે કે તમે આજે પોતાના અંગત જીવનને પોતાના મગજમાં રાખો અને વ્યવસાયિક જીવનને આગળ વધારો.

વૃષભ રાશિ

આજે ધનપ્રાપ્તિના વિશેષ યોગ બની રહ્યા છે. ઓફિસમાં તમને કોઈ મહત્વપૂર્ણ કામ આપવામાં આવશે. ઉપહાર પણ મળી શકે છે. કોઈ ખાસ ચીજ આજે તમને મળી શકે છે. પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાઓએ વધારે મહેનત કરવાની આવશ્યકતા રહેશે. તમારા પરિવારમાં આજે કોઈ બીમાર થઈ શકે છે. જેનાથી તમે થોડા ચિંતિત રહેશો. ઘર-પરિવારમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. જેનાથી પરિવારનું વાતાવરણ ઉત્સાહજનક રહેશે.

મિથુન રાશિ

આજે તમને કોઇ મિત્રના સહયોગથી નોકરીના અવસર પ્રાપ્ત થઇ શકે છે. તમારા વેપાર સંબંધી નિર્ણય લેવાની સંભાવના છે. નોકરી કરતા લોકો પોતાના બોસને સાથે કોઈ મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરશે અને તેમને પ્રભાવિત કરશે. સતર્કતાની અવસ્થા તમારી અંદર રહેશે. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થઈ શકે છે. વિવાદને વધારો ન આપવો. શંકા-કુશંકાને કારણે સમય પણ નિર્ણય લઈ શકશો નહીં. શેર માર્કેટ તથા મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનોમાં સફળતા મળી શકે છે.

કર્ક રાશિ

વ્યાપારિક યાત્રા તથા જમીનમાં રોકાણ લાભદાયક રહેશે. ન્યાય પક્ષમાં મજબૂતી આવશે. સંતાન તરફથી કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે. હનુમાનજી કહે છે કે હાલના સમયમાં ભાગ્ય તમારો સાથ આપશે નહીં, એવું તમને મહેસુસ થશે. સાહસ અને ઉત્સાહની સાથે સફળતા પ્રાપ્તિ માટે પોતાના મિત્ર તથા ભાઈ બહેન તરફથી સહયોગ પ્રાપ્ત કરવાની કોશિશ કરો. શેર માર્કેટ તથા મ્યુચ્યુઅલ ફંડ લાભદાયક રહેશે. ઉતાવળ કરવી નહીં. સમયની અનુકૂળતા સાથે લાભ મળશે.

સિંહ રાશિ

વેપારમાં નવી યોજનાઓનો શુભારંભ થઈ શકે છે. તમારા પ્રેમ સંબંધોમાં ખૂબ જ ઉત્સાહ અને જોશ જોવા મળશે અને મોટા ભાગનો સમય તમે પોતાના પ્રિય વ્યક્તિની સાથે આનંદપૂર્વક પસાર કરી શકશો. પરિવારના વડીલોનો સહયોગ તમને સૌથી વધારે મળશે. મિત્રો તથા સંબંધીઓને સહયોગ કરી શકશો. વેપારમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રભાવિત વૃદ્ધિ થશે. મિત્રો તથા સંબંધીઓનો સહયોગ કરવાનો અવસર પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

આજે ખોટી ભાગદોડ થઈ શકે છે. તમારો જીવનસાથી તમારી કમજોરીને છુપાવશે અને તમને સુખદ અનુભૂતિ અપાવશે. વેપાર-ધંધામાં વધારે ખર્ચ થઈ શકે છે. સંતાન સાથે કોઈ બાબત પર મતભેદ થઈ શકે છે. હાલના સમયમાં ભાગ્ય તમને સાથ આપશે નહીં, જેનાથી તમારું મન વિચલિત રહી શકે છે. સામાજિક કાર્યોમાં તમે સક્રિય ભૂમિકા નિભાવી શકો છો. વરિષ્ઠ વ્યક્તિઓનો સહયોગ તથા માર્ગદર્શન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યનો પાયો કમજોર રહેશે.

તુલા રાશિ

આજે તમારી માનસિક પરેશાનીઓમાં કમી આવશે. પ્રિયજનો સાથે સંપર્કમાં રહેશો. તમને ચામડી સંબંધી કોઈ તકલીફ થઇ શકે છે. કોઇ પારિવારિક માંગલિક કાર્યનું આયોજન થઇ શકે છે. તમને ખાણીપીણીને કારણે પેટની સમસ્યા અને આળસની સાથે સાથે શારીરિક સુસ્તીની પણ ફરિયાદ રહેશે. ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ સારો દિવસ રહેશે. વિશેષ સાવધાની રાખવાની જરૂરિયાત છે

વૃશ્ચિક રાશિ

આજે અમુક ભૂલો તમને પરેશાન કરી શકે છે. સુખદ વાતાવરણ મળશે અને કામકાજ પ્રત્યે આજે તમે સમર્પિત ભાવ જાળવી રાખશો. વધારાની આવકના નવા સાધનો નજર આવશે. ધનપ્રાપ્તિ સુગમ બનશે. કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ ખૂબ જ સરળતાથી મળી શકે છે. સમાજસેવા અને લોકહિતના કામમાં તમારું ધ્યાન વધારે રહેશે. કુટુંબીજનોની સાથે આનંદદાયક સમય પસાર કરશો. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. મિત્રોની સાથે પોતાને ખૂબ જ ખુશ મહેસૂસ કરશો.

ધન રાશિ

આજે નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં સફળતા મળી શકે છે. આજે આવકનો પ્રવાહ ચાલુ રહેશે. મિત્રો અને પરિવારજનો તરફથી આજે પૂર્ણ સહયોગ મળશે. વિદેશમાં રહેતા કોઈ નજીકના વ્યક્તિ તરફથી શુભ સમાચાર મળી શકે છે. આજે તમે જે પહેલ કરશો અથવા નવા પગલા ઉપાડશો, સમય આવવા પર તે તમને સારા પરિણામ આપશે. પાર્ટનર સાથેના સંબંધોમાં મીઠાશ વધશે અને બંને એકબીજાને ખૂબ જ સારી રીતે સમજવાની કોશિશ કરશો. નોકરીમાં પ્રભાવ વધશે.

મકર રાશિ

આજે તમને દાંપત્યજીવનમાં અનોખી ખુશીનો અનુભવ થશે. કાયદાકીય કાર્યવાહી કરતા પહેલા બધી બાબતોને તપાસી લેવી, ઉતાવળમાં કોઇ નિર્ણય લેવાથી તમને નુકસાન થઈ શકે છે. જો તમને લાગે છે કે તમે અન્ય લોકોની મદદ વગર તમે કામ કરી શકો છો, તો તમે ખોટા છો. મનમાં તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થશે. કોઈપણ વ્યક્તિની ઉશ્કેરણીમાં આવવું નહીં, પોતાના વિવેકથી કાર્ય કરવું.

કુંભ રાશિ

વિદ્યાર્થી વર્ગ માટે મહેનત કરવાની જરૂરિયાત છે. નવા મકાનની ખરીદી થઈ શકે છે. ભાગ્યની સાથે આજે કાર્યની વ્યસ્તતા રહેશે. ધર્મ-કર્મના કાર્યોમાં રૂચિ વધશે અને તકનીકી જાણકારી પ્રત્યે વલણ વધશે. ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ થશો. નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. સમાજસેવા અને લોકહિતના કામમાં તમારું ધ્યાન વધારે રહેશે. કુટુંબીજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો.

મીન રાશિ

આજે તમને વેપારમાં અચાનક ધનલાભ થઈ શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પૂર્વ નિયોજિત યાત્રા કરવાનું ટાળો. જો જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવું નહીં. નકારાત્મક વિચારોથી અંતર જાળવી રાખવું. કોઈપણ પ્રકારના વાદ-વિવાદમાં પડવાથી બચવું. જીવન સાથીને લઈને તમારી જવાબદારીઓ વધી શકે છે. આજે તમે એકદમ નવી તાજગી અનુભવશો. નવા કાર્યોની શરૂઆત માટે સારો સમય છે.