રાશિફળ ૧૬ જુલાઈ : માં લક્ષ્મીની કૃપાથી ૭ રાશિઓ બનશે ધનવાન, આર્થિક મામલામાં થશે પ્રગતિ

મેષ રાશિ

આજે તમે નોકરી અથવા વેપાર સંબંધિત કોઇ મોટો નિર્ણય લઈ શકો છો. ખર્ચ વધારે થઈ શકે છે. પોતાને વાદ-વિવાદમાં પડવાથી રોકવા. ધર્મના કાર્યમાં રુચિ લેશો, તો ફાયદો થશે. અધિકારીઓ સાથે અને વડીલો સાથે તાલમેલ રાખવો. તમે અમુક નવી ચીજો ખરીદી શકો છો. તમારા માર્ગમાં આવનારી અડચણો સમાપ્ત થશે. તમે આજે પોતાના હૃદયનો અવાજ સાંભળશો. જીવનસાથી દ્વારા આપવામાં આવેલ ઉપહાર તમને પ્રેમથી ભરી દેશે. આજે તમારો આવનારો સમય ખૂબ જ આનંદમય રહેશે.

વૃષભ રાશિ

આજે અમુક નજીકના લોકો સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને ઉત્સાહ તથા ઉર્જાનો અનુભવ કરશો. ઘરનું વાતાવરણ આજે શાંત અને સામાન્ય રહેશે. સંભવ છે કે દિવસની શરૂઆતમાં જીવનસાથી તરફથી તમને ઓછું ધ્યાન મળે પરંતુ સાંજ સુધીમાં તમારા સંબંધોમાં સુધારો આવશે. ઘણા દિવસોથી થઈ રહેલી સમસ્યાઓ દૂર થશે. વ્યવસાયમાં પણ ઘણા દિવસોથી અટવાયેલું કાર્ય સફળ બની શકે છે. મહિલા અધિકારી તરફથી સહયોગ મળશે.

મિથુન રાશિ

આજે તમને વધારે ધનની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ રહેશે. પોતાના સાથીની સાથે મહત્ત્વપૂર્ણ વાતચીત થશે. પોતાનાથી વધારે અનુભવી અને ભરોસા લાયક વ્યક્તિની સલાહ લેવામાં જ સમજદારી છે. આજે પોતાની વાણી પર સંયમ રાખવો અને વાદ-વિવાદથી બચવું. પારિવારિક બાબતોમાં મતભેદ થઈ શકે છે. અજ્ઞાત જગ્યાએથી ધનનું આગમન થઈ શકે છે. તમારી લવ લાઇફ ખૂબ જ સારી રહેશે. દાંપત્યજીવનમાં પોતાના જીવનસાથીને સમય આપવો. આર્થિક મામલાઓમાં પ્રગતિ થશે, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું.

કર્ક રાશિ

આજે કર્ક રાશિવાળા લોકોને પ્રયાસ કરવા છતાં પણ નિરાશા હાથ લાગી શકે છે. કોઈ સારા સમાચાર પણ મળવાના યોગ બની રહ્યા છે. તમારા ખરાબ મુડથી પરિવારનું વાતાવરણ બગડી શકે છે. જેથી સમજદારી પૂર્વક કામ લેવું. કાર્ય ક્ષેત્રમાં રુચિ પૂર્વક કામ કરશો. તમારા કાર્યની પ્રશંસા થશે. જીવનસાથીને યોગ્ય મહત્વ આપશો, તો તેનાથી જીવન સુખમય બનશે. વ્યાવસાયિક પ્રતિષ્ઠા વધશે. ધન, યશ અને કીર્તીમાં વૃદ્ધિ થશે. સંબંધોમાં મધુરતા આવશે. પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેશો.

સિંહ રાશિ

જો તમે સાવધાની નહીં રાખો તો આજે તમને વ્યાપારમાં વિશ્વાસઘાતનો સામનો કરવો પડી શકે છે. પત્નીની ભાવનાઓનું સન્માન કરવું. સર્જનાત્મક કાર્યમાં ધન લગાવી શકો છો. આજે તમે પોતાની જવાબદારીથી દૂર રહી શકો છો, પરંતુ મન વિચલિત ન કરવું. જુના અને અધૂરા અટવાયેલા કાર્યોનો આજે પુર્ણ થઈ જશે. મહેનતનું પરિણામ આજે તમારા પક્ષમાં રહી શકે છે. વૈવાહિક જીવનમાં થોડો તણાવ પણ ઉત્પન્ન થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં તમારો આજનો દિવસ સારો રહેશે. રચનાત્મક અને વ્યવસાયિક પ્રયાસ ફળીભૂત થશે.

કન્યા રાશિ

આજે મિત્રોની સાથે રમણીય સ્થળ પર જવાનું આયોજન થઇ શકે છે. નાની-નાની વાતોને લઈને વધારે ચિંતામગ્ન રહેવું નહીં. આજે કોઈ નજીકનો વ્યક્તિ તમને દગો આપી શકે છે, જેથી સાવધાની રાખવી. અમુક બાબતોમાં અધિકારીઓ તરફથી સહયોગ મળશે નહીં, જેના કારણે તમારું મુડ ખરાબ રહી શકે છે. શ્વાસ રોગથી કષ્ટ સંભવ છે. કોઈ સંતનું સાનિધ્ય તમને ઊર્જાથી ભરપૂર કરી દેશે.

તુલા રાશિ

શાસન-સત્તાનો સહયોગ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. તમને કોઈ વડીલ વ્યક્તિ આજે સલાહ આપી શકે છે, જેનાથી તમને લાભ થશે. આજે સામાજિક સ્તર પર તમે વધારે વ્યસ્ત રહેશો. પરંતુ આ વ્યસ્તતાને કારણે તમારા કામ પર વધારે અસર પડે નહીં તેનું ધ્યાન રાખવું. સંતાનની સફળતાથી ખુશ રહેશો. ધનનાં આગમનની સંભાવના રહેશે આઈટી અને બેન્કિંગ માં જોબ કરવા વાળા લોકોએ સંઘર્ષ કરવો પડી શકે છે. યુવાનોને કોઈ કારણવશ તણાવ રહી શકે છે.

વૃશ્ચિક રાશિ

નોકરીની સ્થિતિ સામાન્ય રહેવાના યોગ છે. આજે તમારો આત્મવિશ્વાસ શિખર પર રહેશે, જેનો તમે પૂરો લાભ ઉઠાવી શકશો. પોતાના ઉત્સાહ અને આત્મબળથી તમે અઘરા કાર્યને પણ પૂર્ણ કરી શકશો. કાર્યસ્થળમાં સ્થિતિ તમારા અનુકૂળ રહેશે. તમે પોતાના આત્મવિશ્વાસ તથા સકારાત્મક વિચારસરણીને કારણે આસપાસના લોકોને પ્રભાવિત કરશે. આજે વધારે વાદ-વિવાદમાં પડવું નહીં અને કોઈપણ કાર્ય માટે વધારે આતુર રહેવું નહીં. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી.

ધન રાશિ

જો પરિવારમાં કોઈ સ્વાસ્થ્ય સંબંધી યુગ ચાલી રહ્યો છે, તો આજે તમારે વિશેષ સાવધાની રાખવી જોઈએ. ધન રોકાણની યોજનાઓ વિશે વિચાર કરી શકો છો. નવા વસ્ત્રોની ખરીદીના યોગ બની રહ્યા છે. આજે તમને વરિષ્ઠ લોકો તરફથી સમર્થન મળશે. પરિવારમાં ઘરના વડીલનો સાથ મળી શકે છે. માન-સન્માનની પ્રાપ્તિ થશે. કોઈ આધ્યાત્મિક ગુરૂ અથવા વડીલ વ્યક્તિ તમારી સહાયતા કરી શકે છે. તમારી ઓફીસનું વાતાવરણ સારું રહેશે.

મકર રાશિ

પૈસા રોકાણ કરવા વાળા લોકો માટે ખૂબ જ લાભદાયી સમય છે. ક્રોધ તથા આવેશમાં આવવું નહીં, નહીંતર નુકસાન થઈ શકે છે. મનમાં વિચારેલું કોઈ કાર્ય આજે પૂર્ણ થઇ શકે છે. કાર્યાલયમાં અધિકારી તરફથી ઠપકો મળી શકે છે. ધન અને યશની હાનિ થવાની પણ સંભાવના છે. આજે અચાનક વધારે ધનની પ્રાપ્તિ થાય તે આશામાં કોઈ જોખમનું કામ કરવું નહીં. સંઘર્ષ અને ઘણી ઊથલપાથલ બાદ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે.

કુંભ રાશિ

આજે તમને અસફળતાનો ડર સતાવતો રહેશે. ફક્ત વ્યવહારિક યોજના જ બનાવવી. મારા ઉપર કોઈપણ પ્રકારના આરોપ પણ લાગી શકે છે. આજનો દિવસ શુભ રહેશે. ધાર્મિક અને માંગલિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. જ્યાં સુધી બની શકે એ મનમાં નકારાત્મક વિચારો આવવા દેવા નહીં. કોઈ ખોટા વચન આપવા નહીં, નહીંતર તમને નુકસાન ઉઠાવવું પડી શકે છે. આજે જીવનસાથી તરફથી સહયોગ મળશે અને લાભની પણ સંભાવના રહેલી છે, છતાં પણ અમુક બાબતોમાં વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

મીન રાશિ

આજે તમે પોતાને સમજદારીથી કાર્ય કરશો. મહેનતનું ફળ અવશ્ય મળશે. પરાક્રમમાં વૃદ્ધિનો દિવસ છે. અટવાયેલા કાર્ય ગતિ પકડશે. ભાઈઓ તરફથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં પદાધિકારી તમારા કામથી ખુશ રહેશે અને તમારો પ્રભાવ વધશે. નવું કામ પણ શરૂ કરી શકો છો. ઘરના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. આજે તમારે પોતાની ખાણીપીણીમાં નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. બહારના ભોજનનું વધારે પડતું સેવન ન કરવું.