રાશિફળ ૧૭ જુલાઈ : આજનો દિવસ આ ૪ રાશિઓ માટે રહેશે ખુબ જ લાભદાયક, થશે ધનલાભ

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. ભાવુકતામાં આવીને કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાથી બચવું. આજે તમારે પોતાના કામકાજથી મતલબ રાખવો. વાદ-વિવાદમાં પડવું નહીં, નહીંતર વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. તમારું સંતાન ખૂબ જ પ્રગતિ કરશે અને તમે તેમના વ્યવહાર અને તેમની શિક્ષાની પ્રગતિથી ખૂબ જ સંતુષ્ટ જણાશો. અંગત લોકો સાથે સંબંધોમાં નિકટતા જાળવી રાખવી. કોઈ જૂનું કામ પૂર્ણ થયા બાદ તમને ફાયદો મળશે.

વૃષભ રાશિ

આજે કોઈ ધાર્મિક અથવા માંગલિક કાર્યોમાં જવું પડી શકે છે. ભાગ્યથી વધારે કર્મ પર ભરોસો કરવો. ધન સંબંધી ચિંતા કરવાની તમારે કોઈપણ આવશ્યકતા નથી, કારણ કે તમને એકથી વધારે આવકના સ્ત્રોત દ્વારા કમાણી થવાની સંભાવના દેખાઈ રહી છે. શેરબજારમાં પૈસા રોકાણ કરવા માટે સારો દિવસ છે. ભાગીદારીમાં કોઈ પણ નવી પરિયોજના શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. અચાનક તમને કોઈ શુભ સમાચાર આનંદિત કરી શકે છે.

મિથુન રાશિ

આજે શત્રુ અને પ્રતિસ્પર્ધીઓને કારણે પરેશાની રહેશે. ઉચ્ચ પદાધિકારીઓ સાથે વાદ-વિવાદ ટાળવો. પરિવારમાં પરસ્પર તાલમેલ જળવાઈ રહેશે અને એકબીજાને મદદથી પારિવારિક રૂપથી સંપન્નતા પ્રાપ્ત કરશો અને એકબીજા પ્રત્યે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આવકના સ્ત્રોત વિકસિત થશે. મિત્રોના સહયોગથી વેપારમાં અનુકૂળ પરિસ્થિતિ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થવાને કારણે તમારો આત્મવિશ્વાસ વધશે.

કર્ક રાશિ

જો તમે આજે ખરીદી માટે નીકળો છો, તો પોતાના માટે કોઈ સારા કપડાં લઈ શકો છો. વેપારી કોઈ નવી યોજના શરૂ કરી શકે છે. જો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તે વેપાર સાથે સંબંધિત અને અનુભવી વ્યક્તિઓની સલાહ લેવી, જે તમને પરેશાની સાથે લડીને આગળ વધવા માટેની યોગ્ય સલાહ આપશે. અધિકારીઓ સાથે સંબંધ મજબૂત બનશે. આત્મવિશ્વાસની કમી હોવાને કારણે નિર્ણય લેવામાં સંકોચ થશે.

સિંહ રાશિ

આજે તમારા અંગત સંબંધોમાં નિકટતા આવશે. બાળકોને થોડી આઝાદી આપવી. લાભના અવસર પ્રાપ્ત થશે. આજે આખો દિવસ તમે ચુસ્તી અને સ્ફૂર્તિ ભરેલા રહેશો, પરંતુ તેમ છતાં પણ તમારે પોતાના ભોજન પર ધ્યાન આપવાનું રહેશે. તમારી ભાગદોડ ભરેલી દિનચર્યાને કારણે તમારા જીવનસાથી પોતાને એકલા મહેસૂસ કરશે. મોટી યોજનાઓ અને વિચારો ઉપર વાત થઇ શકે છે. દિવસભર લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશિ

સ્વજનો સાથે નિકટતા વધશે. પારિવારિક જવાબદારીઓને સમય અનુસાર પૂર્તિ કરવાના હેતુથી મનમાં ચિંતા રહેશે. રોકાણની બાબતમાં તમે જોખમ પણ લઈ શકો છો, ફાયદો થશે. અટવાયેલા કાર્યો આજે પૂર્ણ થઇ શકે છે. બાળકો તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે એકથી વધારે સ્ત્રોત માંથી આવક પ્રાપ્ત કરવામાં સફળ બનશો. નોકરીમાં સ્થળાંતર અથવા નવી નોકરીની પ્રાપ્તિ થવાની સંભાવના રહેલી છે.

તુલા રાશિ

આજે તમે પોતાના ભાઈ-બહેનોની સાથે મધુર સંબંધ બનાવી રાખશો અને કોઇપણ વાદવિવાદને વધારો આપશો નહીં. યાદ રાખવું કે ભાઈ બહેનોની સહાયતાથી તમે આગળ વધી શકશો. અચાનક થનાર વાતચીત અથવા ફોન પર સંપર્ક તમને ખુશ બનાવી શકે છે. આ પ્રસન્નતામાં તમને કોઈ નવો પડકાર અથવા અવસર પણ મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. મનમાં મૂંઝવણ રહેશે. કાર્યોમાં અડચણ આવશે. રચનાત્મક કાર્ય માટે તમને પુરસ્કાર મળશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારો વેપાર તથા બિઝનેસ ખૂબ જ સારો ચાલશે. ભાઈબંધોની સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. રોકાણ કરવા અને પૈસા લગાવવા માટે આજનો દિવસ સારો છે. પ્રેમ વિવાહનો પ્રયાસ કરી રહેલા લોકોએ વધારે પરિશ્રમ કરવો પડશે, કારણ કે તેમની સામે ઘણા અવરોધો ઉત્પન્ન થઈ શકે છે. તમારી ઉપર ગણેશજીની કૃપા દ્રષ્ટિ સૌથી વધારે રહેશે. તમારા બધા જ પ્રકારનાં કષ્ટોનું નિવારણ થશે. ઉતાવળમાં કોઈપણ પ્રકારનું કાર્ય કરવું નહીં, સમજી-વિચારીને નિર્ણય લેવો.

ધન રાશિ

નોકરી વેપારનાં સ્થાન પર અથવા ઘરમાં કોઈપણ વ્યક્તિને દુઃખ ન પહોંચે તેનું ધ્યાન રાખવું. વિચારેલા કાર્યો સમય પર પૂર્ણ થશે. તમારા પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. તમને અમુક નાની મોટી પરેશાની અને અડચણોનો પણ સામનો કરવો પડી શકે છે અને અમુક કઠિન પડકાર પણ જીવનમાં આવી શકે છે. વેપારમાં વ્યસ્તતા વધી શકે છે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવાથી બચવું. પોતાના પર ભરોસો રાખવો. કાર્યસ્થળ પર ચાલી રહેલા મતભેદ આજે ખતમ થઈ શકે છે.

મકર રાશિ

મહિલાઓએ પોતાની ગોપનીય વાતોને બધાની સાથે શેયર કરવી નહીં. પારિવારિક પ્રતિષ્ઠા વધશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ તરફથી સહયોગ મળશે. તે સિવાય કાર્યક્ષેત્રમાં ઇચ્છિત પ્રગતિની પણ સંભાવના છે. તમે ખૂબ જ મહેનત કરશો, જેના કારણે પોતાના પરિવારને ઓછો સમય આપી શકશો અને પરિવાર તરફથી તમને તેની ફરિયાદ રહેશે. વધારે પડતા વિચાર તમારા મનને વિચલિત કરી દેશે. જીવનસાથી તરફથી સહયોગ અને સમર્થન મળશે વ્યવસાયમાં ઉન્નતિ થશે.

કુંભ રાશિ

આજે તમારી રાશિના સિતારાઓની સ્થિતિ ખૂબ જ સારી રહેશે. તમે પોતાના કામકાજ પર ગંભીરતાથી ધ્યાન આપી શકશો. તમારા પિતાને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેથી તેમનું ધ્યાન રાખવું તમારા માટે આવશ્યક રહેશે. વાહન પર વધુ પડતો ખર્ચ થઈ શકે છે. પાડોશીઓ તરફથી સાવધાન રહેવું, નહીતર મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. લાંબા સમયથી ચાલતી જૂની સમસ્યાઓનો અંત થશે. તમારા કામની ખુબ જ પ્રશંસા થશે.

મીન રાશિ

આજે સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવાથી સમસ્યાઓનું સમાધાન થશે. મિશ્રિત પરિણામ આપનાર આ દિવસ અધિકાંશ રૂપથી તમારા માટે સારો સાબિત થશે. કોઈપણ સાથે વાત કરો તો ભાવનાઓમાં પડ્યા વગર સત્ય અને તથ્યો આધારિત સીધી વાત કરવી. જૂના મિત્રો અને સંબંધીઓની સહાયતાથી તમે પોતાના કાર્ય પૂર્ણ કરી શકશો. આર્થિક લાભ માટે કરવામાં આવેલ પ્રયાસ સફળ રહેશે. ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ રહેશે. મહત્વના કાર્ય સિદ્ધ થશે.