રાશિફળ ૨ જુન : હનુમાનજીની કૃપાથી મહિનાની શરૂઆતમાં જ ખુલી જશે આ ૩ રાશિઓની કિસ્મત

Posted by

અમે તમને મંગળવાર ૨ જૂનનું રાશિફળ બતાવવા જઈ રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ, ગોચર અને નક્ષત્રની સ્થિતિના આધાર પર કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને પ્રભાવિત કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વેપાર, સ્વાસ્થ્ય, શિક્ષા અને વૈવાહિક તથા પ્રેમ જીવન સાથે જોડાયેલી જાણકારી મળશે. જો તમે પણ જાણવા ઈચ્છો છો કે આજનો દિવસ તમારો કેવો પસાર થશે તો વાંચો રાશિફળ.

મેષ રાશિ

આજે તમે પરિવાર સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં પડો.. સરળતાથી થઈ રહેલા કામમાં વિઘ્નો ઉત્પન્ન થઇ શકે છે. ચિંતા તથા તણાવ રહેશે. તમારી આવકના સંદર્ભમાં એક લાભકારી દિવસ નજીકમાં આવી રહ્યો છે. તમારે પોતાના ખર્ચાઓને નિયંત્રણમાં રાખવા પડશે. કાર્યસ્થળમાં માન-સન્માન વધશે. આજે કોઈપણ કાર્ય કરતાં પહેલાં પોતાનાથી વડિલ વ્યક્તિઓની સલાહ જરૂર લેવી. ભવિષ્ય વિશે સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે. પ્રખ્યાત લોકો સાથે મિલન થઇ શકે છે, જે તમને નવી યોજનાઓ અને આઇડિયાઓ સુચવશે.

વૃષભ રાશિ

આજે તમે પોતાના દુશ્મનો પર ભારે પડશો. લેવડદેવડમાં ઉતાવળ ન કરવી. કામનું ભારણ વધારે બની શકે છે, પરંતુ કામ કરતા સમયે ઉતાવળ કરવાથી પોતાને બચાવવા. વેપાર અને વ્યવસાય ખૂબ જ સારો ચાલશે. વિચાર્યા વગર રોકાણ કરવા પર ઠગાઈ થવાની આશંકા રહેલી છે. સાંસારિક વિષયોને બદલે આધ્યાત્મિક વિષયો તરફ ઝુકાવ વધુ રહેશે. જો આજે તમે કોઇ વિવાદમાં પડો છો તો ટિપ્પણી કરવાથી બચો.

મિથુન રાશિ

ભાઈ-બહેન અને વડીલોની સલાહ થી આગળ વધી શકશો. સામાજિક કાર્ય કરવાની પ્રેરણા મળશે. માન સન્માનમાં વધારો થશે. આજે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આજે તમે પોતાની છુપાયેલી ખાસિયતનો ઉપયોગ કરી શકો છો. વ્યર્થના વિવાદોમાં પડવાથી બચવું. નોકરી કરતા લોકોને લાભ મળવાની આશા રહેશે. વડીલોની સેવા અને તેમની સાથે પસાર કરેલ સમયે તમને મનની શાંતિ પ્રદાન કરશે. પ્રાપ્ત થયેલ ધન તમારી આશા અનુસાર હશે નહીં.

કર્ક રાશિ

આજનો દિવસ તમે પોતાના પ્રિયજનોની સાથે વિતાવશો. તમે તેની સાથે ઘરે બેસીને ઘણી વાતો કરશો. મોટું પગલું ભરતા પહેલા ગંભીરતાથી વિચારવું. કોઈ વ્યક્તિ સાથે પાર્ટનરશીપમાં વેપાર ન કરવો. તમારા મગજમાં અચાનકથી એવો કોઈ વિચાર આવશે જે તમારી પ્રગતિ ના રસ્તા ખોલી નાખશે. યોગ્યતા અને બુદ્ધિમત્તાનો પ્રયોગ ખૂબ જ સારી રીતે કરી શકશો. પરિવાર તરફથી મળતું સુખ અને સહયોગ પણ સારું રહેશે. આર્થિક રીતે સુધારો આવશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા જાતકો પોતાના મનમોજી વર્તન પર કાબૂ રાખે. આજે તમારી મદદ માટે ઘણા લોકો આગળ આવશે. જીવનસાથીની સાથે સંબંધ મધુર બનશે. આર્થિક સ્થિતિ નાજુક થાય તેવી અનુભૂતિ પ્રતીત થશે. આજે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. શારીરિક અને માનસિક અસ્વસ્થતાને કારણે મિત્રોની સાથે ઉગ્ર ચર્ચા અથવા ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખવું. આ દિવસ તમારા માટે ખૂબ જ રોમાની થવાનો છે. કોઈપણ પ્રકારની ઈજા થવાની સંભાવના રહેલી છે.

કન્યા રાશિ

આજે કાર્યસ્થળ પર કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. બોલવા પર સંયમ રાખવું. આજે તમે પોતાના શાનદાર વિચારોથી અન્ય વ્યક્તિઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ બનશો. વ્યસ્તતાને કારણે થાક લાગી શકે છે. ઉત્સાહ તથા પ્રસન્નતાથી કાર્ય કરી શકશો. નકારાત્મક ભાવનાઓને મહત્વ આપવું નહીં. શિક્ષણની બાબતમાં છાત્રો માટે સારો સમય છે. ગૃહસ્થ જીવન શાંતિપૂર્ણ બની રહેશે. સ્વભાવમાં ચીડિયાપણું અને જિદ્દી પણું તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરશે.

તુલા રાશિ

તમને નોકરી બદલવાનું મન થશે. ઇચ્છિત સફળતા ન મળવાને કારણે તણાવમાં રહેશો. તમને તમારા કામ માટે પ્રશંસા થશે. પૈસા લઈને આવેલ પરેશાની દૂર થશે. મિત્રો સાથે મતભેદ સંભવ છે. કાર્યમાં વિલંબ થઈ શકે છે. આજના દિવસે કોઈપણ પ્રકારના સુખદ સમાચારોની સંભાવના રહેલી છે, જેના કારણે તમારું ભાગ્ય પણ તમને ભરપૂર સાથ આપશે. તમારે અન્ય વ્યક્તિ સામે પોતાની વાત ખુલીને રાખવી જોઈએ.

વૃશ્ચિક રાશિ

તમારે વ્યર્થમાં કોઈ વ્યક્તિ સાથે વિવાદમાં પડવું જોઈએ નહીં. હિતકારી યોજનાઓ વ્યવસાયને વધારી શકે છે. પાછલા દિવસોમાં રોકાયેલા કાર્ય થોડા આગળ વધી શકે છે. પરિવારમાં મતભેદ થઈ શકે છે. વેપારમાં તમને લાભ મળી શકે છે. માનસિક રૂપથી આજે તમે પોતાને હળવાશ મહેસૂસ કરશો. આજના દિવસે કોઇપણ ગરીબ વ્યક્તિને ચોખાનું દાન કરવું, ઉત્તમ ફળ આપશે. દિવસ ખૂબ જ લાભદાયક નથી, એટલા માટે પોતાના ખિસ્સા પર નજર રાખવી અને જરૂરિયાતથી વધારે ખર્ચો કરવો નહીં.

ધન રાશિ

ધન રાશિ આજે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. વિવાદોથી દૂર રહેવું. આજનો દિવસ ધન રાશિના જાતકો માટે નવો રોમાન્સ અને તાજગી લાવશે અને તમને ખુશ મિજાજ રાખશે વેપારમાં ફાયદો થશે. કોઇ નવા કાર્યની શરૂઆત કરવા પર વિચાર કરશો. અધિકારીઓના વ્યવહારથી મન પરેશાન થઈ શકે છે. પ્રતિસ્પર્ધી સાથે વાદવિવાદમાં ન પડવું. કામકાજ ની અંદર અડચણનો સામનો કરવો પડી શકે છે.

મકર રાશિ

આજે તમે ભાગ્યની અનુકૂળતાનો લાભ ઉઠાવો. પાછલા દિવસોથી ચાલી રહેલ પરેશાની સમાપ્ત થશે. કોઇ ખરાબ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના છે. સ્વાસ્થ્યનો પાયો કમજોર રહેશે. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. પૈસાને ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરવા. આજે અચાનક કોઈ સાથે રોમેન્ટિક મુલાકાત થઈ શકે છે. સામાજિક રૂપથી યશ અને કીર્તીમાં વૃદ્ધિ થશે. વેપારમાં લાભ થશે. કાર્યક્ષેત્રમાં વિસ્તાર થઈ શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા જાતકો દૈનિક જીવનમાં ખૂબ મહેનત કરશે. આજનો દિવસ થોડો ઉતાર ચઢાવ વાળો રહેશે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાની સહન કરવી પડી શકે છે. જરૂરીયાતમંદ લોકોને કપડાંનું દાન કરો, તો રોકાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. સમાજસેવા કરવાની પ્રેરણા મળશે. માન-સન્માનમાં વધારો થશે. અધિકારીઓ સાથે વાદ-વિવાદ ન કરો, નહીંતર પરેશાની વધી શકે છે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. ભાઈ-બહેન તથા મિત્રો સાથે મતભેદ થઈ શકે છે.

મીન રાશિ

આજે કોઈ જૂની સમસ્યાનું સમાધાન થશે. રોજગાર પ્રાપ્તિ માટેના પ્રયાસ સફળ રહેશે. સ્વાસ્થ્યનો પાયો કમજોર રહી શકે છે, જેથી ધ્યાન આપવું. આજે પોતાના હૃદયની વાત કહેવા માટેનો સારો દિવસ છે. દૈનિક કાર્યોમાં પણ અમુક પરેશાનીઓ સહન કરવી પડી શકે છે. મનોરંજન સંબંધિત વસ્તુઓની ખરીદીમાં ખર્ચ થવાની આશંકા છે. વ્યવસાયિક દ્રષ્ટિથી આજનો દિવસ લાભદાયી રહેશે. આર્થિક લાભ થવાની સંભાવના છે.

નોંધ : તમારી કુંડળી તથા રાશિના ગ્રહો પર આધારિત તમારા જીવનમાં ઘટી રહેલી ઘટનાઓ અમે જણાવેલ રાશિફળથી વિભિન્ન હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત અથવા જ્યોતિષ નો સંપર્ક કરો.