રાશિફળ ૨૨ જુલાઈ : આજે એક સાથે બની રહ્યા છે ઘણા યોગ, આ ૫ રાશિઓનાં પ્રયાસો થશે સફળ અને મળશે સફળતા

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકો પોતાની છુપી ખાસિયતનો ઉપયોગ કરીને આજના દિવસને ખૂબ જ ખાસ બનાવશે. તમે પોતાની બુદ્ધિથી દરેક કામ પૂર્ણ કરી શકશો. આજે તમે પોતાને સાબિત કરી શકશો. કાળા રંગથી દૂર રહેવું. ખરાબ બુદ્ધિ હાવી રહી શકે છે. એટલા માટે કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. વ્યવસાયમાં સંઘર્ષ કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓએ માણસનો પરિત્યાગ કરવો પડશે. નકારાત્મક વિચાર અને ક્રોધને દૂર રાખવાથી મુસીબતોથી બચી શકશો.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકો એ આજે ઉતાવળમાં કોઇ નિર્ણય લેવો નહીં. આવક અને ખર્ચના મામલા પર તમારે ધ્યાન આપવું પડશે. સફળતા માટે ધીરજ જરૂરી છે. મિત્રો તરફથી મદદ મળશે. આર્થિક પક્ષ મજબૂત બનશે. આજે કરવામાં આવેલ રોકાણ તમારા માટે લાભદાયક રહેશે. આજે જમીન અથવા મકાન ખરીદવાની યોજના બની શકે છે. લવ લાઈફ સારી રહેશે. પોતાના સ્વાસ્થ્યને લઈને તમે આજે ચિંતિત રહેશો. શારીરિક રૂપથી અશક્તિ અને આળસની ભાવના રહેશે.

મિથુન રાશિ

સામાજિક કાર્યોમાં પૈસા ખર્ચ થવાના યોગ બની રહ્યા છે. કામકાજની સાથે જવાબદારી પણ વધી શકે છે. તમે આજનો આખો દિવસ વ્યસ્ત રહી શકો છો. વેપાર સાથે જોડાયેલા અમુક મામલાઓ તમે પોતાની સમજદારીથી ઉકેલી શકશો. પ્રિયજનો સાથે મતભેદ સાબિત થઇ શકે છે, જેથી મનને શાંત રાખવું. ધન અને માન ને લઈને સતર્ક રહેવું. વાહન તથા મશીનરીનો ઉપયોગ કરવામાં બેદરકારી રાખવી નહીં. શારીરિક હાનિ થવાની આશંકા છે. સરકારી કાર્યોમાં સફળતા અથવા લાભ મળશે. સંતાનો પાછળ ખર્ચ થઈ શકે છે.

કર્ક રાશિ

હવે તમને પોતાના સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થશે. આજે તમે ચીજોને વ્યવસ્થિત કરવામાં પોતાનો સમય વધારે બરબાદ કરશો. બાળકો રોમાંચક સમાચાર લાવી શકે છે. દાંપત્ય જીવનમાં કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે. ઉત્સાહ તથા પ્રસન્નતા પૂર્વક કાર્ય કરી શકશો. ગુપ્ત શત્રુઓનો તમને ભય રહેશે. વેપારમાં જોખમ ભરેલા નિર્ણય લેવા નહીં.

સિંહ રાશિ

આજે કોઈ મોટી સમસ્યાઓમાંથી તમે છુટકારો મળી શકે છે. પૂજાપાઠમાં રૂચિ વધશે. રાજકીય બાધાઓ દૂર થશે. આજે તમે સમય પર પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લેશો. આજે તમારે પોતાના છુપાયેલા શત્રુઓથી બચવાની કોશિશ કરવાની રહેશે. કોર્ટ અને કચેરીની બાબતમાં તમારે એલર્ટ રહેવું. આજે વધુ પડતો ખર્ચ થવાની સંભાવના છે. ઘણા નવા લાભદાયક અવસર પ્રાપ્ત થઇ શકે છે. જીવનસાથીની સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહેશે. રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ રહેશે.

કન્યા રાશિ

વાહનનાં મેન્ટેનન્સનો ખર્ચ વધશે. પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવી. આજે તમારે પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે. પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. આવક પ્રાપ્તિ માટેના નવા સ્ત્રોત મળી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે કોઈ મોટો ખર્ચ અચાનક સામે આવી શકે છે. કોઈ અપમાનથી મન દુઃખી થઈ શકે છે. પરિશ્રમ કરવા છતાં પણ નિર્ધારિત સફળતા ન મળવાને કારણે મન વિચલિત રહેશે.

તુલા રાશિ

આજે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડશે. ધૈર્યપૂર્વક પ્રયત્ન ચાલુ રાખવા. અન્ય લોકોએ તમારી સાથે શું કર્યું તે ભૂલી જવું અને પોતાનું કામ ઇમાનદારીપૂર્વક કરવું. સાહિત્ય કળામાં તમને રુચિ રહેશે અને મનમાં કાલ્પનિક તરંગો પણ ઉઠશે. ધનપ્રાપ્તિ સાથે જોડાયેલા તમામ કાર્ય પૂર્ણ થશે. લવ લાઇફમાં આજે રોમેન્ટિક દિવસ તમારા માટે એક સુખદ અહેસાસ લાવશે. જુના કોઈ વ્યક્તિને આપવામાં આવેલ કરજની વસૂલી થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

તમારો આજનો દિવસ સફળતા ભરેલો રહેશે. ધનનો ખોટો ખર્ચ થવાની સંભાવના રહેલી છે. આજે તમારું મન આધ્યાત્મિકતા તરફ વધારે આકર્ષાશે. માનસિક રૂપથી તમે ખૂબ જ હળવું મહેસૂસ કરશો. આજે જોશમાં આવીને એવું કોઈ ખોટું પગલું ભરવું નહીં, જેનાથી તમારે બાદમાં પસ્તાવું પડે. પરિવારની સાથે જેટલો સમય પસાર કરશો તેટલું તમારા માટે સારું રહેશે. પેટના રોગોમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે.

ધન રાશિ

આજે તમારે પોતાના વિચારોને સ્પષ્ટતાથી અભિવ્યક્ત કરવાની કોશિશ કરવી જોઈએ. આજે તમારો સમય ખૂબ જ આનંદપૂર્વક પસાર થશે. મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થશે. આનંદ અને ઉલ્લાસ સાથે જીવન પસાર થશે. લાગણીઓને કાબૂમાં રાખવી. પારિવારિક સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં જાણીતા લોકો મદદગાર સાબિત થશે. નવા સોદા તમારા માટે ફાયદાકારક બની શકે છે. કામનું ભારણ રહેશે, પરંતુ તમે તેને સમય પહેલાં પૂર્ણ કરી લેશો.

મકર રાશિ

આજે કોઈ સંબંધી અચાનક તમારા ઘરે આવી શકે છે, જેના કારણે તમારી યોજનાઓ બગડી શકે છે. તમારી આવક સ્થિર રહેશે અને તમે પોતાના ખર્ચ પર કાબૂ મેળવી શકશો. માનસિક શાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રોની સાથે સમય પસાર કરી શકશો. કોઈપણ પ્રકારના રોકાણ માટેની યોજના બની શકે છે. રોકાણ તમારા માટે ફળદાયક રહેશે. વેપાર અને નોકરીમાં મોટો લાભ થવાના સંકેત મળી રહ્યા છે. કડવી વાતો બોલવાથી બચવું નહીંતર સંબંધો બગડી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોએ આજે નકામી યાત્રાઓને ટાળવી જોઈએ. લવ લાઈફમાં પોતાના મગજનો ઉપયોગ ન કરવો કારણ કે તેનાથી સંબંધો પર ખરાબ અસર પડી શકે છે. માનસિક આવેગમાં વૃદ્ધિ થવાથી તમારો દિવસ પ્રસન્નતા પૂર્ણ પસાર થશે. જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી હાલના સમયમાં કોઈ નવા સંબંધોની શરૂઆત ન કરવી. કામકાજમાં વધારે ધ્યાન આપવું પડશે. કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. ભાગ્યને કારણે તમારી આવકમાં વધારો થશે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે.

મીન રાશિ

આજે તમારા મનમાં કંઈક નવું કરવાની ઇચ્છા પેદા થઈ શકે છે. સફળતા ન મળવા પર નિરાશ થઈ શકો છો. આજે માનસિક ચંચળતાને કારણે નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. કારણ વગર કોઈ સાથે વિવાદ બની શકે છે. આર્થિક સ્થિતિમાં અમુક મોટા બદલાવ થવાના યોગ બની રહ્યા છે, જેનાથી તમે ખુશ રહેશો. વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવું નહીં.