રાશિફળ ૨૫ જુલાઈ : આજે આ ૪ રાશિઓના ગ્રહ આપી રહ્યા છે શુભ સંકેત, આવકમાં થશે વૃધ્ધિ

મેષ રાશિ

આજે પૈસાની લાલચ કરવી નહીં અને સટ્ટાથી દૂર રહેવું. તમારી સાચી વાતનો વિરોધ થઈ શકે છે. ભૂમિ તથા ભવન સંબંધી યોજના બનશે. તમારા અમુક ઈર્ષાળુ સહકર્મી તમારા માટે મુસીબત ઉભી કરવાનો પ્રયાસ કરશે, તમારે સાવધાન રહેવું. મહત્વપૂર્ણ કારણોથી પરિવારથી દૂર જવું પડી શકે છે. સંતાન તરફથી સુખ મળશે. તમે પોતાના લક્ષ્યથી ભ્રમિત થઇ શકો છો, પરંતુ પરિવારજનો સાથ તમને યોગ્ય દિશામાં લઇ જશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાના કાર્યને આગળ વધારશે. જૂના રોગ પ્રત્યે બેદરકારી રાખવી નહીં. જો તમે ધેર્ય અને શાંતિથી કામ લેશો, તો દરેક મુશ્કેલી સરળ બની જશે. જીવનસાથી સાથે મતભેદ થશે, જેનાથી તમે ઉદાસ રહી શકો છો. દુખદ સમાચાર મળી શકે છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખવું. પોતાના પાર્ટનરને નજરઅંદાજ કરવું તણાવનું કારણ બની શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવો નહીં.

મિથુન રાશિ

આજે તમારે પોતાના દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાનો રહેશે. નોકરીમાં સન્માન પ્રાપ્ત થઇ શકે છે. અટવાયેલા કાર્ય પૂર્ણ થશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. આજે તમે પોતાના ઘરની સજાવટમાં અમુક પરિવર્તન લાવી શકો છો. પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. કોશિશ કરવા વાળાની ક્યારેય પણ હાર થતી નથી. જો તમે મનથી પ્રયાસ કરશો તો સફળતા અવશ્ય મળશે. નવા લોકો સાથે મુલાકાત થવાથી તમને થોડો ફાયદો થઈ શકે છે.

કર્ક રાશિ

આજના દિવસને ખાસ બનાવવા માટે સ્નેહ અને ઉદારતાની સાથે સાથે નાની-નાની ગિફ્ટ લોકોને આપવી. ઘરની જવાબદારીઓને ધ્યાનમાં લેવી. પોતાના જીવનસાથી સાથે વાત કરતાં સમયે કોઈપણ વિવાદિત મુદ્દા ઉઠાવવાથી બચવું. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી. શારીરિક કષ્ટ થઇ શકે છે. લવમેટ આજે તમને પોતાના મનની વાત કરી શકે છે. પ્રેમમાં તમારી જીત થશે. તમારી વાણીનો જાદૂ આજે અન્ય લોકોને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરી દેશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોને ઈમાનદારી અને યોગ્ય રીતે કામ કરવાની ક્ષમતા, તેમને ખુબ જ માન-સન્માન અપાવશે. સુવિધાની પરિસ્થિતિમાં તમારે પોતાના કોઇ નજીકના મિત્ર અથવા કોઈ ભરોસા લાયક વ્યક્તિની સલાહ લેવી જોઈએ. કોઈ માંગલિક કાર્યમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. મિત્રોની સાથે મોજ મસ્તી કરી શકો છો. આજે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માટે સારો દિવસ છે. કોઈ નવી યોજના બનાવવા માટે તમારે આજે કામ કરવું જોઈએ.

કન્યા રાશિ

આજે કોઈ મોટું કાર્ય કરતાં પહેલાં પોતાના વડીલોની સલાહ લેવાનું ભૂલવું નહીં. સંસાધન પર્યાપ્ત રહેશે. પ્રેમ પ્રસંગ માં જોખમ લેવું નહીં. લેવડદેવડમાં સાવધાની રાખવી. કોઈ જૂના રોગ ફરીથી ઉભા થઇ શકે છે. કલા તથા ખેલકૂદમાં નિપુણ વ્યક્તિઓએ પોતાની પ્રતિભા દર્શાવવાનો અવસર મળી શકે છે. આજે તમે પોતાની વાણી પર સંયમ રાખી શકશો નહીં, જેના કારણે તમારે પસ્તાવું પડશે. આવકના નવા સ્ત્રોત સ્થાપિત થશે.

તુલા રાશિ

વેપારના નિર્ણયો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. વ્યસ્તતાને કારણે ઘર-પરિવારમાં ધ્યાન આપી શકશો નહીં. પારિવારિક ચિંતા રહેશે. તમારી યોજનાઓ તમારા માટે લાભકારી રહેશે. કાર્યોમાં સફળતા મળશે. તમે પોતાને રિલેક્સ મહેસૂસ કરશો. આજે તમારે કોઇ મોટો નિર્ણય લેવો પડી શકે છે. તમારા ઘરમાં ધનનું આગમન થશે. જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. દાંપત્યજીવનમાં ખુશીઓ વધશે. લોકહિતના કાર્ય તમે પોતાના હાથથી કરી શકશો.

વૃશ્ચિક રાશિ

આજે તમને નવા સ્ત્રોતથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. આજે તમને ઘણી બધી ખુશીઓ વરદાનના રૂપમાં પ્રાપ્ત થશે. તમારું મન પૂજા પાઠમાં લાગશે. આધ્યાત્મકતા માં રુચિ વધશે. જીવન સુખમય પસાર થશે. વધારાની આવક માટે તમે પોતાના સર્જનાત્મક વિચારો નો સહારો લઈ શકો છો. પોતાના ઉદ્દેશ્યની પ્રાપ્તિ હેતુ પરિશ્રમની સાથે-સાથે આત્મબળ પણ વધારવું પડશે. આજે તમે પોતાની કોઈ મીઠી યાદોને યાદ કરીને આનંદ ની અનુભૂતિ કરી શકો છો.

ધન રાશિ

આજે તમે પોતાના કામકાજ વિશે ગંભીરતાપૂર્વક વિચાર કરશો. આર્થિક સમસ્યાઓએ તમારી રચનાત્મક વિચારસરણીની ક્ષમતાને બેકાર કરી દીધી છે. શારીરિક કષ્ટ તથા ધન હાનિ થવાની આશંકા છે. જૂની ઉઘરાણીના પ્રયાસ સફળ રહેશે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે, પરંતુ ખર્ચા પર નિયંત્રણ રાખી શકશો નહીં. આજે તમારો મૂડ ખૂબ જ સારો રહેવાનો છે, જેના કારણે તમને ખૂબ જ સારું મહેસુસ થશે. પોતાનું આત્મબળ જાળવી રાખવું.

મકર રાશિ

તમે પોતાના અટવાયેલા કાર્યોનો તમે મિત્રોની મદદથી પૂરા કરી શકશો. તમે પોતાના અંગત નિયમ અને સિદ્ધાંતોને મુદ્દો બનાવીને કોઇ વાત પર જિદ્દી બનવું નહીં. ચિંતા તણાવ રહેશે. કીમતી વસ્તુઓને સંભાળીને રાખવી. કાર્યક્ષેત્રમાં સહકર્મી તરફથી સહયોગ મળી શકે છે. વાદવિવાદમાં જેટલા વધારે પડશો, એટલા તમે વધારે તેમાં ફસાઇ જશો. આર્થિક દિશામાં ચાલી રહેલ પ્રયાસ સાર્થક થશે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ થશે.

કુંભ રાશિ

કોઈ નવી પરિયોજના પર કામ કરતા પહેલા ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેવો. આજે તમારી કિસ્મત તમારા પર મહેરબાન રહેશે. આજે તમે જે કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માંગશો તે સફળતાપૂર્વક પાર પડશે. જોખમ ઉઠાવવાનું કાર્ય કરી શકશો. ઈર્ષાળુ લોકો ષડયંત્ર રચી શકે છે. આજે તમને પોતાના હૃદયની કોમળતા પ્રિયજનોની નજીક લાવશે. સફળતાનાં નવા માર્ગો મળશે. ઘણી યોજનાઓ તમારા મસ્તિષ્કને પ્રભાવિત કરશે.

મીન રાશિ

આજે તમે તમારા અટવાયેલા કાર્યોનો ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી શકશો, જેનાથી તમને આવનારા સમયમાં મોટો લાભ મળશે. જૂના મિત્રો તથા સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે. શુભ સમાચારની પ્રાપ્તિ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણ તમને ખૂબ જ મોટો નફો અપાવી શકે છે. સંતાનને સફળતાની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે છે. તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઇ શકે છે.