રાશિફળ ૨૮ જુલાઈ : આ ૬ રાશિઓ માટે ઉતાર-ચડાવ વાળો રહેશે આજનો દિવસ, કોઈ અનહોની થવાની આશંકા

મેષ રાશિ

આજે વેપારીઓને થોડું સાવધાન રહેવાની આવશ્યકતા છે. કાર્ય સમયસર પૂર્ણ થઇ જશે. વાણીમાં સંતુલન રાખવું. અધિકારીઓનો સહયોગ મળી શકે છે. આજે તમારા માટે યોજના બનાવવી મહેનત કરવા કરતાં વધારે કારગર સાબિત થશે. આજે રચનાત્મક કાર્ય કરતા રહેશો. રાજકારણ સાથે સંબંધ ધરાવતા જાતકોને સફળતાની પ્રાપ્તિ થશે. માનસિક સંતુલન અને વાણી પર સંયમ જાળવી રાખવું આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

વૃષભ રાશિ

આજે તમે પોતાના કાર્યને ખૂબ જ સારી રીતે કરવાનું સંભવ પ્રયાસ કરશો. જમીન મકાન ખરીદવામાં ધ્યાન રાખવું. કોઈ વિશેષ વ્યક્તિ સાથે કારણ વગર વિવાદ થઈ શકે છે. કોઈ નવા વ્યવસાય વિશે યોજના બનાવી શકો છો. દાંપત્ય જીવનમાં ખુશહાલી આવશે. રોકાણની યોજના બની શકે છે તથા માર્કેટિંગ સાથે સંબંધિત લોકો પોતાનો ટાર્ગેટ પ્રાપ્ત કરી શકે છે. ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો માહોલ રહેશે.

મિથુન રાશિ

આજે તમે પોતાના બજેટ અને મજબૂત બનાવવા તથા ખર્ચ ઓછો કરવા પર ભાર મુકશો. દાંપત્ય જીવનમાં ખુશહાલી વધી શકે છે. લવ લાઈફ માટે આજનો દિવસ સારો રહેશે. જો તમે કોઈપણ વસ્તુ ખરીદારી કરવા માટેનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો દિવસ યોગ્ય નથી. બની શકે તો જોશમાં આવીને કોઈ કાર્ય કરવું નહીં. સંતાનો સાથે મતભેદ થવાની સંભાવના છે તથા તેમના આરોગ્યની પણ ચિંતા રહેશે. પહેલાં કરવામાં આવેલી મહેનતનું ફળ મળશે.

કર્ક રાશિ

આજે તમે શારીરિક રૂપથી મજબૂત રહેશો. લેખકો માટે સારો દિવસ છે, પોતાની રચનાઓ આજે લોકો સુધી પહોંચાડી શકશો. આર્થિક સ્થિતિમાં ખૂબ જલ્દી સુધારો થવાની સંભાવના છે. પારિવારિક જીવન ખૂબ સુખમય રહેશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પ્રાપ્ત થઇ શકે છે. જીવનસાથી સાથે આજે વધારે સમય પસાર કરી શકશો. તમારા વિચારેલા બધા જ કાર્ય સમયસર પૂર્ણ થઇ જશે.

સિંહ રાશિ

નોકરી કરતા લોકોને આજે કામનું ભારણ વધારે રહેશે. પોતાના આત્મવિશ્વાસમાં નિયંત્રણ રાખવું. જો ઘરના કોઈ સદસ્યના સ્વાસ્થ્યને લઈને પરેશાની ચાલી રહી છે, તો આજે તમને તેમાંથી મુક્તિ મળી શકે છે. કોઈપણ વાતને લઈને થોડી બેચેની પણ થઈ શકે છે. શ્રેષ્ઠ અધિકારીની પ્રાથમિકતાને કારણે તમારે કામ અને સમય પહેલા પુર્ણ કરવું પડશે. ડાયાબિટીસને કારણે પરેશાન રહી શકો છો. સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો.

કન્યા રાશિ

આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી દિવસ સામાન્ય રહેશે. પોતાની વાણી પર સંયમ રાખવું. તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. અનિયમિત દિનચર્યાને કારણે આળસ અને થાક મહેસુસ થઇ શકે છે. પોતાના પ્રિય વ્યક્તિનો પ્રેમ મેળવીને તમે શાંતિનો અનુભવ કરશો. ભૂમિ તથા ભવન સંબંધી નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહેશે. કાર્યસ્થળ પર અમુક કર્મચારી તમારો વિરોધ કરી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.

તુલા રાશિ

આજે આળસ બિલકુલ કરવી નહીં. વિદ્યાર્થીઓને આજે પોતાની મહેનતનું ફળ મળશે તથા સફળતા પણ પ્રાપ્ત થશે. શારીરિક સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થશે. નજીકના સંબંધો માં અચાનક ઉલટફેર થવાના યોગ છે, તેનાથી તમે થોડા પરેશાન જરૂર રહી શકો છો. આજે તમને પોતાના રોજિંદા કાર્યોમાં કોઈની પણ મદદ મળી શકશે નહીં. આવક માટેના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. જીવનસાથી દ્વારા આપવામાં આવેલ ઉપહાર તમને હર્ષિત કરી દેશે. સંતાનની સફળતાથી પ્રસન્ન રહેશો.

વૃશ્ચિક રાશિ

આજે તમે અન્ય વ્યક્તિઓની તુલનામાં પોતાના લક્ષ્યને થોડા વધારે ઊંચા નક્કી કરી શકો છો. આજે તમારી દરેક ઈચ્છા પુર્ણ થશે. તમારી બેદરકારી તમને ખૂબ જ ભારે પડી શકે છે. અવિવાહિત લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. લગ્નનો પ્રસ્તાવ પણ મળવાના યોગ બની રહ્યા છે. આજે તમારો વેપાર ખૂબ જ સારો ચાલશે. વેપારીઓને આજે નવીન અવસર પ્રાપ્ત થશે, જેનાથી તેમને લાભ થશે.

ધન રાશિ

આજે જમીન મકાન વાહન વગેરેના દસ્તાવેજી કાર્યો દરમિયાન ખાસ સાવધાની રાખવી. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તમારા જૂના રોગ દૂર થઇ જશે. દાંપત્યજીવનમાં પ્રેમની મીઠાશ જળવાઈ રહેશે. જીવનસાથીનું પ્રેમ ભર્યું વર્તન તમને ખુશી આપશે. કાયદાકીય અડચણ દૂર થશે. કંઈક નવું કરવાની પણ ઈચ્છા થશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓને નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતી ઉભી થશે.

મકર રાશિ

ઘણા સમયથી ચાલતી પરેશાની આજે સમાપ્ત થઈ શકે છે. પોતાની વિચારધારાને સકારાત્મક રાખવી. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ પણ હોઈ શકે છે. તમારો પાર્ટનર સંવેદનશીલ મૂડમાં રહેશે. નોકરીમાં પદોન્નતિ થશે. બેરોજગાર લોકોને આવક માટેના યોગ્ય સાધન પ્રાપ્ત થશે. આજે તમારી લવ લાઇફ ખૂબ જ સુંદર રહેશે. હનુમાનજીનાં મંદિરે જઈને દર્શન કરવા. શેર માર્કેટ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ફાયદાકારક રહેશે.

કુંભ રાશિ

આજે તમારા દ્રષ્ટિકોણમાં એક ઉલ્લેખનીય બદલાવ આવશે. માનસિક ચિંતાને કારણે પોતાના કાર્ય પર ધ્યાન આપવામાં મુશ્કેલી પડશે. તમારે કોઈપણ રીતે ખોટું બોલવાથી બચવું જોઈએ અને પોતાના સાથીની ભાવનાઓનો આદર કરવો જોઈએ. આવકના નવા સ્ત્રોત તમારી પાસે આવશે અને તમારી આર્થિક સ્થિતિને વધુ સારી બનાવવામાં મદદ કરશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે અને આધ્યાત્મિક ઉત્કર્ષની પ્રાપ્તિ થશે. ક્રોધ તથા ઉત્તેજના પર નિયંત્રણ રાખવું.

મીન રાશિ

આ રાશિની મહિલાઓ આજે લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે. કારકિર્દીમાં આગળ વધવાના અવસર પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં અનુકૂળતા વધશે. તમારું પ્રદર્શન સારું રહેશે અને તમે પોતાના કામથી પણ સંતુષ્ટ રહેશો. તમે પોતાના આત્મવિશ્વાસને કારણે જોખમ ભરેલા કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત કરશો. આજે રચનાત્મક કાર્યોમાં વધારે રુચિ રહેશે. હનુમાનજીનું ધ્યાન કરવું, કાર્યોમાં આવી રહેલી બધી જ અડચણ દૂર થઈ જશે.