રાશિફળ ૩૦ જુલાઈ : આજે આ ૪ રાશિઓને મળશે ધનલાભ, ભાગ્યોદયનાં અવસર પ્રાપ્ત થશે, વિરોધી થશે પરાસ્ત

Posted by

મેષ રાશિ

આજે તમારી વ્યસ્ત દિનચર્યાને કારણે તમારા જીવનસાથી તમારા ઉપર શંકા કરશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જીવનસાથીની વાતો પર ધ્યાન નહીં આપો તો પરિવારનું વાતાવરણ બગડી શકે છે. કારકિર્દીને લઈને ચિંતામાં રહેશો બૌદ્ધિક કાર્ય સફળ રહેશે. પ્રેમનો જાદુ તમને આંધળા બનાવી દેશે. કામમાં વિલંબથી પૂરા થશે. અમુક પ્રતિસ્પર્ધી અડચણ ઉભી કરવાની કોશિશ કરશે, પરંતુ તમે તેમના પર નિયંત્રણ મેળવી લેશો.

વૃષભ રાશિ

આજે તમને ઘરના વડીલો અને મિત્રો તરફથી મદદ મળશે. તમારી મહેનત અને ધગશને કારણે તમને કામમાં સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં લાભ થશે. જુના કામ પૂર્ણ કરવાનું મન બનાવી શકો છો. પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. બાળકોને લઈને તમે વધારે ચિંતિત રહી શકો છો. તેમની શિક્ષા અને સ્વાસ્થ્ય સંબંધી અમુક બાબતો તમને પરેશાન કરી શકે છે. આજે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધારે ભરોસો તમને નુકસાન પહોંચાડી શકે છે.

મિથુન રાશિ

આજે તમે રોમેન્ટિક મૂડમાં રહેશો. સપનાઓનો ડર છોડી દો અને પોતાના રોમેન્ટિક સાથીની સાથે જોડાઈ જાઓ. જોખમપૂર્ણ કાર્ય કરી શકો છો. મિત્રો અને જુના પરિચિતો તરફથી સહયોગ તમારા કામને સફળ બનાવી શકે છે. કામમાં તમને દરેક રીતે તમારી આસપાસ રહેલા લોકો સપોર્ટ કરશે. યોગ્ય સલાહ લેવી કારણ કે તમારા પક્ષમાં બેદરકારી બની શકે છે. નોકરી કરતા લોકોને પરેશાની આવી શકે છે. ઘરવાળાને સાથે કોઈપણ બાબતને લઈને મતભેદ થઈ શકે છે.

કર્ક રાશિ

મિત્રો અને સંબંધીઓની ખબરથી તમે આનંદિત થશો. જુના અધૂરા કામ તમે પૂર્ણ કરી શકશો. તમને એવી જગ્યાએથી મહત્વપૂર્ણ આમંત્રણ આવશે, જ્યાં જવાનું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તમને મોટાભાઈ અથવા પિતાનો સહયોગ મળી શકે છે. તમારું હંમેશા સત્યના રસ્તા પર ચાલવું, તમારી સૌથી મોટી ખૂબી બનશે. કમાણીની સાથે સાથે ખર્ચ પણ સમાન રૂપથી જળવાઈ રહેશે. લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.

સિંહ રાશિ

સામાજિક કાર્યોમાં સામેલ થશો. જો તમે પોતાના બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ લઈને આગળ વધશો તો તમને નફો મળી શકે છે. વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત મનને પ્રસન્નતા આપશે. સંતાનનું સુખ મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં લાભ થશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. તમે પોતાના કાર્યમાં મનપસંદ ચીજો તરફ ધ્યાન આપશો અને પોતાના ક્ષેત્રમાં નિપુણ બનશો.

કન્યા રાશિ

આજે તમને ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. કોઈપણ કાર્યને જલદી પૂરું કરવાની ઈચ્છા તમને નુકસાન પહોંચાડી શકે છે. જુના મામલાનો ઉકેલ મળી શકે છે. પરિવારમાં સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. તમને પોતાના લોકો દગો આપી શકે છે, માટે સતર્ક રહેવું. ધન સંબંધી પરેશાનીઓને આજે તમે ખૂબ જ સરળતાથી ઉકેલી લેશો. ઉધાર આપેલ પૈસા આજે તમને પરત મળી શકે છે. તમારામાંથી આજે અમુક લોકો ઘરેલું સ્તર પર સકારાત્મક બદલાવ લાવી શકે છે. જમીનમાં રોકાણ કરી શકો છો.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા ખૂબ જ વિચાર કરી લેવો. કારણ કે તમારી ઉતાવળનો લાભ તમારા વિરોધીઓ ઉઠાવી શકે છે. ધર્મમાં આસ્થા વધશે. પારિવારિક વાતાવરણ અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. કાર્યકુશળતા માં વધારો થશે. કામકાજ દરમિયાન અમુક નવા અવસર પ્રાપ્ત થશે. સખત મહેનત કરવાનો સમય છે. તમારી મહેનતનું પરિણામ તમને ખૂબ જ જલ્દી જોવા મળશે. અવિવાહિત યુવકો માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે કારકિર્દીમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાના સંકેત છે. આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થશે. જે ક્ષેત્રોમાં પણ પ્રયાસ કરશો તેમાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. નોકરી અને રોકાણ તમારી ઈચ્છા અનુસાર રહેશે. જે લોકો જ્વેલરીનો વેપાર સાથે જોડાયેલા છે તેમણે સતર્કતા રાખવાની જરૂરિયાત છે. તમારી દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહેશે, જેના કારણે તમારું મન અશાંત રહેશે. આજે કોઈ મોટો સોદો અથવા પાર્ટનરશીપ કરતા પહેલા સમજી વિચારીને આગળ વધવું.

ધન રાશિ

આજે અમુક કાર્યક્ષેત્રમાં તમને વિશેષ લાભ અથવા નવા અવસર પ્રાપ્ત થવાની સંભાવના છે. અચાનક તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારું અટકાયેલું ધન તમને પરત મળશે. વિવેક બુદ્ધિથી તમને સફળતા પ્રાપ્ત થશે. શક્ય છે કે આજે તમારા ઉચ્ચ અધિકારી તમારી વાતોને યોગ્ય રીતે ન સમજી શકે. વેપારમાં તમને નવા લોકોનો સાથ મળશે, જેના કારણે તમારી નવી યોજનાઓ ઉપર અસર પડશે. તપાસ કર્યા વગર કોઈપણ જગ્યાએ રોકાણ કરવાથી બચવું.

મકર રાશિ

તમને સ્ત્રી વર્ગ તરફથી લાભ થશે. મકાન તથા વાહન પ્રાપ્તિના સારા યોગ બની રહ્યા છે. પ્રિય વ્યક્તિનો સાથ પ્રાપ્ત કરી શકશો. ઘર-પરિવારના મામલામાં ધન ખર્ચ થવાની શક્યતા છે. સમયની અછતને કારણે તમારા જીવનસાથીની વચ્ચે નિરાશાના ભાવ ઉત્પન્ન થઇ શકે છે. તમારી કલાત્મક ક્ષમતાનો વિકાસ થશે. આજે તમે પોતાને ગૌરવવંત મહેસૂસ કરશો. જિદ્દી સ્વભાવને કારણે તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે. વ્યર્થના કાર્યોમાં રૂચિ વધશે.

કુંભ રાશિ

આજે ક્રોધ તથા કામવૃત્તિઓથી દૂર રહેવાની આવશ્યકતા છે, નહીંતર મુસીબતમાં પડી શકો છો. તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પારિવારિક જીવનમાં પરસ્પર તાલમેલ તમને માનસિક બળ પ્રદાન કરશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. વ્યસ્તતાને કારણે જરૂરી કાર્યોમાં અડચણ ઊભી થશે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. નવા સંબંધો અનિષ્ટકારક બની શકે છે. આજે તમારા વિરોધી પણ તમારી સામે મિત્રતાનો હાથ આગળ વધારશે. દરેક વ્યક્તિ તમારી પ્રતિભાની પ્રશંસા કરશે.

મીન રાશિ

આજે કોઈ દિલચસ્પ વ્યક્તિને મળવાની પ્રબળ સંભાવના છે. ભાગ્ય સંપૂર્ણ રીતે તમારા પર મહેરબાન રહેશે. અવસરનો લાભ ઉઠાવો અને તમારા અટવાયેલા દરેક કાર્ય પૂર્ણ કરો. માનસિક સુખ શાંતિ મળશે. તમારા વૈવાહિક જીવનમાં અમુક પરેશાની આવી શકે છે, પરંતુ દિવસના અંત સુધીમાં તેનો ઉકેલ આવી જશે. કોઈપણ વ્યક્તિને પોતાના મનની વાત જણાવવી નહીં, નહીંતર નુકસાન થઈ શકે છે. મકાન સંબંધી સમસ્યાઓનું સમાધાન થશે. આજે સમાજમાં તમને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.

Comments are closed.