રાશિફળ ૫ ઓગસ્ટ : આજે સાતમાં આસમાન પર રહેશે આ ૪ રાશિઓનું ભાગ્ય, થવા જય રહ્યા છે માલામાલ

Posted by

મેષ રાશિ

આજે તમારે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે. પ્રેમ પ્રસંગોમાં તમને સફળતા મળી શકે છે. તમારું દાંપત્ય જીવન ખૂબ જ સારું રહેશે. તમારું મન પ્રસન્ન રહેશે. પરિવાર સાથે મતભેદ આજે ઉકેલી શકાશે. તમારા કામમાં અમુક અડચણ ઊભી થઈ શકે છે. કાર્યમાં થવાના પણ યોગ બની રહ્યા છે. આજે તમને અન્ય સ્ત્રોતના માધ્યમથી ધનલાભ થશે અને અન્ય આવકની પ્રાપ્તિ માટેના સંસાધન મળશે. અન્ય લોકોના કાર્યમાં હસ્તક્ષેપ કરવો નહીં દાંપત્ય જીવન સુખદ રહેશે.

વૃષભ રાશિ

આજે તમે શારીરિક અને માનસિક રૂપથી આનંદ રહેશો. નાની-મોટી બાધાઓ તમને હતાશ જરૂર કરશે. યોજના ફળીભૂત થશે. નવા અનુબંધ થશે. તમે હિંમતથી આગળ વધશો તો તમને સફળતા જરૂર મળશે. તમે પરિવાર અને પરિવારજનોની સાથે સમયનો આનંદ લઇ શકશો. વેપારીઓ માટે સારો દિવસ છે. સંતાન તરફથી તમને સુખ મળશે. તમારી યોજનાઓને ગુપ્ત રાખવી નહીં, તો તમારું કામ બગડી શકે છે.

મિથુન રાશિ

આજે તમને ડૂબેલી રકમ પ્રાપ્ત થશે. શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના નજર આવી રહી છે. પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે. સંબંધીઓ અને મિત્રોની સાથે સંબંધોમાં સુધાર આવશે. અમુક નવું શીખવાની ઈચ્છા પોતાની ચરમ સીમા પર રહેશે. કોઈ શુભચિંતક સાથે મુલાકાત થશે, જેનાથી તમને ખૂબ જ હર્ષ થશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. જે વાત તમને ખરાબ લાગતી હોય તેવો વ્યવહાર અન્ય લોકો સાથે કરવો નહીં.

કર્ક રાશિ

આજે પોતાની જાતને નિયંત્રિત કરવાનો સમય છે. ભાગીદારીના કાર્ય આગળ વધશે. આર્થિક સ્થિતિ જો યથાવત રહેશે. ઉત્તેજિત થઈને નિર્ણય લેવા તમારા માટે નુકસાનકારક બની શકે છે, એટલા માટે થોડું ધ્યાન રાખવું જેથી બગડતા વાતાવરણ થી બચી શકાય. પત્નીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. માતાનું સહયોગ પ્રાપ્ત થશે. અનાથાલય માં જઈને અનાથ બાળકોને ભોજન કરાવો, તમારા માટે સારું રહેશે. વેપારમાં લાભપ્રદ સોદો થઈ શકે છે.

સિંહ રાશિ

આજે તમારું મન વૈચારિક સ્થળ પર બાંધી રહી શકે છે. આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, જેના કારણે તમને ભવિષ્યમાં ખૂબ જ મોટો ફાયદો થશે. આસપાસના લોકોથી થોડુ સંભાળીને રહેવું. નવા વસ્ત્ર ની ખરીદી કરી શકો છો. પત્નીનું સુખ મળશે અને તમારું મનોબળ ખૂબ જ વધશે. કર્મક્ષેત્રમાં વિસ્તાર થશે. તમારા ઘરે અચાનક કોઈ સંબંધી આવી શકે છે. તમને ઘરે મહેમાન ના આગમનથી પ્રસન્નતા થશે.

કન્યા રાશિ

આજે સામાજિક રૂપથી વ્યસ્તતા વધી શકે છે. આજે તમને દૈનિક જીવનમાં થોડી બેચેની મહેસુસ થઇ શકે છે. નિયમિત કામકાજમાં તમારું મન લાગશે. અમુક લોકો તમારાથી વધારે અપેક્ષા રાખશે. કારણ વગર મન ચિંતિત રહેશે. સમય પહેલાં તમારા કાર્ય પૂર્ણ થઇ જશે. નોકરી અથવા કાર્ય સાથે જોડાયેલ નવા વિકલ્પ મળી શકે છે. ઓફિસના કામમાં તમારી સામે ઘણા પડકારો આવશે. ધેર્યપૂર્વક નિર્ણય લેવાથી સફળતા જરૂર મળશે.

તુલા રાશિ

પતિના સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી. વ્યવસાય માટે અચાનક કરવામાં આવેલી કોઈ યાત્રા સકારાત્મક પરિણામ આપશે. તમારા અટવાયેલા બધા કાર્ય પૂર્ણ થશે. કારકિર્દીની બાબતમાં તમારી ઉપર જવાબદારીઓ વધી શકે છે. આજે કોઈપણ નિર્ણય લેતા પહેલાં ખૂબ જ સમજી વિચારી લેવું. પોતાનું મન પ્રસન્ન રહેશે. તમારી આસપાસ ચહેલ-પહેલ રહેશે. તમારે એક સાથે ઘણા બધા કામ સંભાળવા પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પોતાની ક્ષમતાનો ભરપૂર લાભ ઉઠાવશો.

વૃશ્ચિક રાશિ

આજે તમારા મનોબળ કમી આવી શકે છે. રસ્તામાં જો કોઈ ગરીબ વ્યક્તિ મળે છે, તો તેને અમુક દાન અવશ્ય આપવું. તમારા અટવાયેલા પૈસા પરત મળવાની સંભાવના છે. તમે નવું કામ કરવા માટે વિચાર કરી શકો છો, જે આગળ જઈને તમને ધન લાભના અવસર પ્રાપ્ત કરાવશે. ભાઈ સાથે જમીનને લઇને વિવાદ થવાની આશંકા છે. તમે ખૂબ જ પૈસા કમાઇ શકો છો, પરંતુ તમારે પોતાની જમા પૂંજીને પારંપરિક રૂપથી રોકાણ કરવું. સાસરીયા પક્ષ તરફથી લાભ મળશે.

ધન રાશિ

આજે પોતાના પ્રિય વ્યક્તિને નજરઅંદાજ કરવા ઘરમાં તણાવનું કારણ બની શકે છે. નવા લોકો સાથે સંબંધો મજબૂત બનશે. કારકિર્દીમાં તમે નવા ઉદાહરણ સ્થાપિત કરશો. તમે જે વ્યક્તિ પાસેથી મદદની આશા રાખી હશે, તેની પાસેથી તમને સમયસર મદદ મળી રહેશે. સહકર્મીઓના કામકાજ પર વધારે ટીકા ટીપ્પણી કરવી નહીં, નહીંતર વિવાદ વધી શકે છે. મોસાળ પક્ષ તરફથી આનંદપૂર્ણ સમાચાર પ્રાપ્ત થશે. સંતાનની પ્રગતિથી મન પ્રફુલ્લિત રહેશે.

મકર રાશિ

આજે સંગઠિત થઈને કાર્ય કરવાથી તમને લાભ થશે. ટિમ વર્ક પર વધારે ધ્યાન આપવું. સંતાનના સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું. આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે, જેના કારણે તમને ખૂબ જ મોટો ધનલાભ થશે. તમારા નિરંકુશ વ્યવહારને કારણે પારિવારિક સદસ્ય નારાજ થઈ શકે છે. ગેરસમજને કારણે તમારા અને તમારા પ્રિય વ્યક્તિ વચ્ચે તિરાડ પડી શકે છે.

કુંભ રાશિ

આજે તમારે આળસમાં પોતાનો સમય બરબાદ ન કરવો જોઈએ. કાર્યમાં સફળતા અને પ્રતિસ્પર્ધીઓ પર વિજયનો નશો તમારા દિમાગમાં છવાયેલો રહેશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. મિત્રોની સાથે હસી-મજાક કરતા સમયે શબ્દોનો યોગ્ય પ્રયોગ કરવો. આજે કોઇપણ વિવાદિત મામલાને વાતચીત અને શાંતિથી ઉકેલવાની કોશિશ કરવી જોઈએ. અમુક મામલા વધારે બગડી પણ શકે છે. ભાઈ-બહેનોની સાથે મળીને તમે ઘર પર કોઈ આયોજન કરી શકો છો.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. આજે બધી પરેશાનિઓમાં શાંત રહીને પોતાના કામ પર ફોકસ કરવું જોઈએ. તમારી કારકિર્દી નવા રૂપમાં ઊભરીને આવશે. તમારી સાથે બધી જ બાબતો ધીરે ધીરે યોગ્ય થતી જશે. મિત્રોની મદદ મળી શકે છે. પાર્ટનરના સહયોગથી તમે પોતાના કામમાં સફળ બની શકશો. વાહન ચલાવતા સમયે બેદરકારી રાખવી નહીં. આવનારા દિવસોમાં તમે સમાજમાં પોતાનું નામ અને પ્રતિષ્ઠા કમાશો.