રાશિફળ ૬ ઓગસ્ટ : આજે ૪ ગ્રહ બદલશે રાશિ, આ ૭ રાશિઓ માટે રહેશે ઉત્તમ દિવસ, સફળતા પગ ચુમશે

Posted by

મેષ રાશિ

આજે કોઈ હાથમાં આવેલી ચીજ અથવા અવસર તમારા હાથ માંથી સરકી શકે છે. કોઈપણ મામલામાં તમારે વાતચીત અને શાંતિથી ઉકેલવાની કોશિશ કરવી. સંતાનોની સાથે અમુક વિવાદ થવાની સંભાવના રહેલી છે. પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખવી. વેપાર કરો છો તો આજે તમને અમુક બાબતોમાં પરેશાની થઈ શકે છે. રોજગારમાં લાભ મળશે. પૈસા કમાવાની કોશિશમાં સફળતા મળી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને સમજી-વિચારીને કાર્ય કરવું.

વૃષભ રાશિ

પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. પરિવારજનોની સાથે જ સમય આનંદપૂર્વક પસાર કરી શકશો. તમારે પોતાની વાણી પર સંયમ રાખવું જોઇએ. કોઇ વાતને લઇને જીદ કરવાથી તમારે બચવું જોઈએ. તમારો જીવનસાથી તમારી અધુરી બધી જ ઇચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરશે. બેરોજગાર લોકોને આજે રોજગારી મળવાની સંભાવના રહેલી છે. બિઝનેસમાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી અને પોતાની ઉર્જાને યોગ્ય દિશામાં લગાવવી.

મિથુન રાશિ

આજે તમને પરિવાર તરફથી ભરપૂર સ્નેહ મળશે અને જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે. તમે પોતાની ઉર્જાથી ઘણું બધું પ્રાપ્ત કરી શકશો. કોઈ કઠિન પરિસ્થિતિમાં તમને અમુક લોકો તરફથી મદદ મળી શકે છે. કાર્યસ્થળ પર ખોટા આરોપ લાગી શકે છે, માટે સતર્ક રહેવું. માનસિક રૂપથી તમે સક્રિય રહેશો. રોજિંદા કામકાજમાં બદલાવ કરવાની કોશિશ કરી શકો છો. નવા કાર્યો તથા ઉદ્યોગ શરૂ કરવા માટેના યોગ બની રહ્યા છે.

કર્ક રાશિ

હવે તમે પોતાના સામાજીક ક્ષેત્રમાં તાલમેળ વધારવાની કોશિશ કરશો. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. રોકાણની બાબતમાં તમને કોઈ સલાહ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. આજે તમને ઘણું બધું શીખવા મળશે. તમારી સલાહ ઘણા લોકોના કામમાં આવશે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે. વિવાદમાં વિજય મળશે. જો તમે કોઈ પરિણામ અથવા નિર્ણયની રાહ જોઈ રહ્યા છો, તો શાંતિ રાખો બધું યોગ્ય થઈ જશે.

સિંહ રાશિ

આજે તમે પોતાને કામકાજમાં વ્યસ્ત રહેશો. એક પારિવારિક આયોજનમાં તમે બધાનું ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારામાં યોગ્યતાની કોઈ કમી નથી. તમને ઘણા નવા કામ કરવા માટેના અવસર મળી શકે છે, જેમાં તમે સફળ પણ રહેશો. તમે અન્ય લોકોની મદદ કરવા માટે તૈયાર રહેશો. તમારી મહેનતનું ફળ તમને ખૂબ જ જલ્દી મળશે. આજે તમને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. તમારી જીવનશૈલી યોગ્ય રહેશે કોઈ પણ વાતને લઈને સમજી વિચારીને જવાબ આપવો.

કન્યા રાશિ

આજે તમારી અંદર યોગ ધ્યાન કરવાની પ્રવૃત્તિ વધશે. તમારા વિરોધીઓનો પરાજય થશે. તમે પોતાને તંદુરસ્ત મહેસૂસ કરશો. આ રાશિના માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થશે અને તમારા અટવાયેલા બધા જ કાર્યોમાં પ્રગતિ થશે. વિવાદના મામલામાં પોતાને દૂર રાખવાની કોશિશ કરવી. અમુક વિવાદોમાં સમાધાન થઈ શકે છે. અટવાયેલા કામ ન ઉકેલ લાવવા માટે સ્થિતિઓ તમારી ફેવરમાં છે.

તુલા રાશિ

આજે પોતાના પરિવારજનોની સ્વાસ્થ્યને લઈને તમે થોડા ગભરાયેલા જણાશો. પ્રેમ-પ્રસંગમાં તમને સફળતા મળી શકે છે. તમારું મન પ્રસન્ન રહેશે. તમે કોઈ નવી વાત શીખી શકો છો. આજે તમને કોઇ ખુશખબરી મળી શકે છે. પોતાના સમય અને ધેર્યનો સંપૂર્ણ ઉપયોગ કરવો. આજે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ દિવસ છે. પારિવારિક સદસ્યોની સાથે મતભેદ થવાની આશંકા રહેલી છે. ઓફિસનું કોઈ ખાસ કામ પૂર્ણ કરવામાં તમે સફળ રહેશો.

વૃશ્ચિક રાશિ

વિપરીત પરિસ્થિતિ ઉત્પન્ન થવા પર પોતાના ક્રોધ પર કાબૂ રાખવો. સંબંધીઓ તરફથી સારા સમાચાર મળશે. કોઈ કામમાં જીવનસાથીની સલાહ ફાયદાકારક સાબિત થશે. કારકિર્દીમાં તમે નવી સિદ્ધિ પ્રાપ્ત કરશો. શારીરિક અને માનસિક રૂપથી પ્રસન્નતાનો અનુભવ થશે. પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. જે લોકો સાથે સહયોગનું કાર્ય કરે છે તેમણે સાવધાન રહેવાની આવશ્યકતા છે. જીવનસાથી તરફથી મદદ મળી શકે છે.

ધન રાશિ

આજે તમારી મહેનત રંગ લાવશે. સામાજિક રૂપથી તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે. સંબંધોમાં તમે મધુરતા લાવી શકશો. તમે લોકોની ઈચ્છાઓને સમજવાની કોશિશ કરશો. અમુક નવી જવાબદારીઓ મળી શકે છે. તમારી નકારાત્મક વિચારસરણી તમારા ઉન્નતિના રસ્તામાં સૌથી મોટી અડચણ છે. તમે પોતાની આ વિચારધારાને બદલશો તો જ આગળ વધી શકશો. અન્ય લોકોની જરૂરિયાતને પૂરી કરવાની તમે કોશિશ કરશો.

મકર રાશિ

આજે કોઈ શ્રેષ્ઠ અને નવો વિચાર તમને આર્થિક રૂપથી ફાયદો અપાવશે. ઉચ્ચ અધિકારીઓની સાથે વાદ-વિવાદ કરવાની જરૂરિયાત નથી. ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. તમે કોઈ વસ્તુ રાખીને ભૂલી શકો છો એટલા માટે પોતાની ચીજોને સાચવીને રાખવી. તમારી જવાબદારીઓ વધી શકે છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. કામકાજમાં થોડી પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે છે.

કુંભ રાશિ

કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે. પરિવારમાં સુખ સૌભાગ્ય વર્ષે તમારે પોતાના પર ભરોસો રાખવાનું રહેશે. ઓફીસના કામકાજમાં તણાવ રહી શકે છે, જેને ઘરે લઈને આવવું નહીં, તેનાથી તમારા પરિવારની ખુશી ખતમ થઈ શકે છે. તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. લવમેટ તેની સાથે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. જીવનસાથી સાથે વધુમાં વધુ સમય પસાર કરવાની કોશિશ કરો.

મીન રાશિ

આજે તમને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના રહેલી છે. તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. કામકાજમાં પણ લાભ મળવાના યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં સ્થિતિ અનુકૂળ રહેશે અને તમારા કાર્યની પ્રશંસા થશે. સંતાન પક્ષ તરફથી સુખની પ્રાપ્તિ થશે. અન્ય લોકોની જરૂરિયાતોને પૂરા કરવાની કોશિશ કરશો. ભાઇ-બહેનનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં લાભ થશે. પ્રેમ દર્શાવવા માટે આજનો દિવસ યોગ્ય છે કંઈક નવું શીખવા મળી શકે છે.