રાશિફળ ૭ ઓગસ્ટ : આજે આ ૫ રાશિનાં લોકો પર સંકટ આવી શકે છે, શત્રુઓનાં કાવતરાનો શિકાર થઈ શકો છો

Posted by

મેષ રાશિ

આજે તમારા પ્રોપર્ટીના કામ પૂરા થઈ શકે છે. ધનને લઈને વધારે નકારાત્મક થવું નહીં અને પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. મનોરંજનના કાર્યક્રમ પર ખર્ચ થઈ શકે છે. ઘરના વડીલ તથા મિત્રો તરફથી તમને અમુક લાભ મળશે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે. પરિવારમાં માંગલિક કાર્ય થશે. સંબંધોની બાબતમાં આજનો દિવસ તમારા માટે થોડો કઠિન રહેવાનો છે. વાણી પર સંયમ રાખવું અને કોઈપણ પ્રકારની ગેરસમજ પાળવી નહીં. રોજિંદા કાર્યોમાં ફાયદો થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે તમને મિષ્ટાન તરફ વધારે રુચિ રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય અથવા તેની તૈયારી થઇ શકે છે. તમારું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. રાજકીય કાર્ય સાથે જોડાયેલા જાતકો માટે સમય મિશ્રિત ફળદાયી રહેશે. વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. વ્યવસાયમાં પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. આજે મહત્વપૂર્ણ લોકોને ઇગ્નોર કરવા નહીં. કોઈ પણ પ્રકારના રોકાણ માટેની યોજના બનાવી શકાય છે. તમારા અટવાયેલા પૈસા તમને આજે પરત મળી શકે છે.

મિથુન રાશિ

આજે તમારો પારિવારિક જીવન સારું રહેશે. મનોરંજનનાં સાધનો તરફ તમારું ધ્યાન રહેશે. તમે અમુક ખાસ સંબંધોને મજબુત બનાવવાનો પ્રયાસ કરી શકો છો. પોતાના સંબંધોમાં અનુકૂળ સંતુલન જાળવીને ચાલવાથી સંતોષ જીવનનું નિર્માણ થશે. આજે તમે જે કંઈ પણ બોલો, તે બધું સમજી વિચારીને બોલવું કારણ કે તમારી નાની અમથી વાત મોટી મુસીબતનું કારણ બની શકે છે. કામકાજમાં ચડાવ-ઉતાર રહેશે. જેના કારણે તમારું મન વિચલિત થઈ શકે છે.

કર્ક રાશિ

આજે તમારા કાર્યક્ષેત્રમાં અનુકૂળતા રહેશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારો આજનો દિવસ સામાન્ય રહેશે. અમુક ચિંતાઓ તમને ખૂબ જ પરેશાન કરી શકે છે. તમારે પોતાની કાર્યશૈલીમાં થોડો સુધારો કરવાની જરૂરિયાત છે. સ્વાસ્થ્યના મામલામાં થોડું ધ્યાન રાખવું. પરિવારજનો સાથે સંઘર્ષમાં ઉતરવાનું અવસર ઊભો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ઘણા બધા લોકો તમારાથી સહમત થશે. પ્રેમની બાબતમાં આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે.

સિંહ રાશિ

નોકરીમાં પદોન્નતિના યોગ બની રહ્યા છે. પરિવારજનો સાથે સારો સમય પસાર થઇ શકે છે. તમારે માતા-પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, નહીંતર ખતરનાક સાબિત થઈ શકે છે અને તેમની બીમારી લાંબી ખેંચાઇ શકે છે. વ્યવસાય તથા કારકિર્દીમાં તમે પોતાના લક્ષ્ય તરફ આગળ વધશો. શેરબજાર, ટ્રેડિંગ વગેરેમાં અટવાયેલા પૈસા તમને પરત મળી શકે છે. બેરોજગાર લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો કહી શકાય છે. પરિવારજનોની સાથે સંબંધો સારા રહેશે.

કન્યા રાશિ

મિત્રોનો સહયોગ અને આશ્વાસન મળશે. રાજકારણમાં નુકશાન તમારો તણાવ વધારી શકે છે. તમારા ખાનપાનમાં થોડી સાવધાની રાખવાની જરૂરિયાત છે. શત્રુ તમારી પ્રસિદ્ધિને ઓછી કરવાનો પ્રયાસ કરશે. તમે પોતાના કામકાજ માં સૌથી વધારે એકાગ્રતા રાખશો. આવક અને ખર્ચના મામલામાં તમારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. સફળતા માટે ધીરજ જરૂરી છે. અમુક માનસિક તણાવ રહેવાને કારણે શારીરિક રૂપથી તમે પોતાને કમજોર મહેસૂસ કરશો.

તુલા રાશિ

તમારો આજનો દિવસ બિલકુલ આરામથી પસાર થવાનો છે. આજે કોઈ ખાસ કામ અથવા પડકાર રહેશે નહીં. આજે નકારાત્મક વિચારોને મનમાં આવવા દેવા નહીં. ખર્ચ પર નિયંત્રણ રાખવું. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી. સહકર્મીઓનો સહયોગ તમને પ્રાપ્ત થશે. ઉધાર લીધેલા પૈસાની લેવડદેવડમાં સગવડતા રહેશે. કામકાજથી સંબંધિત સારા અને વ્યવહારિક આઈડિયા તમારા મગજમાં આવી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી નહીં.

વૃશ્ચિક રાશિ

ઊંઘ પૂરી થવાને કારણે આજે તમે ખૂબ જ સારો મહેસૂસ કરશો. કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્ય વૃદ્ધિ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. માતા-પિતાનાં સહયોગથી તમે પોતાના જીવનમાં આગળ વધશો. સંતાન તમારી આજ્ઞાનું પાલન કરશે. અન્ય વ્યક્તિની વાતોમાં આવીને કોઇ મોટો નિર્ણય લેવો નહીં. સંતાન સાથે જોડાયેલી ચિંતાથી મુક્તિ મળશે. તે તમારું સન્માન કરશે અને તમારી વાતોને પણ મહત્વ આપશે.

ધન રાશિ

આજે તમારે પોતાના અધિકારોનો ખોટો પ્રયોગ કરવો નહીં, નુકસાન થઈ શકે છે. મનોબળ વધશે તથા સર્વવ્યાપી લાભના પ્રબળ સંકેતો બની રહ્યા છે. ઓફિસમાં સહ કર્મચારીઓનો સહયોગ મળશે. પરિવારના સદસ્યોની જરૂરિયાતોને પૂરી કરવી. વસ્ત્ર પર ખર્ચ વધી શકે છે. આજે વેપારમાં કોઇ નાના મોટા પરિવર્તન પણ આવી શકે છે. મહેનત અને સમજદારીની સાથે તમે અમુક કામ પૂર્ણ કરી શકશો, જે જોખમથી ભરેલા છે. તમારી કોઈ મોટી ચિંતા ખતમ થઈ શકે છે.

મકર રાશિ

આજે તમારી રચનાત્મકતા તમને પુરસ્કાર અપાવશે. પરિવારની મહત્વપૂર્ણ યોજનાઓ વિશે તમે પોતાના લવ પાર્ટનર સાથે વાત કરી શકો છો. વ્યવસાય અથવા નોકરીના બધા જ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારો રહેશે. આજનો દિવસ તમારો આનંદ અને ઉલ્લાસમાં પસાર થશે. પરિવારનો પૂર્ણ સ્નેહ તથા સહયોગ તમને પ્રાપ્ત થશે. તમારા અમુક મિત્રો તમને મદદગાર સાબિત થશે.

કુંભ રાશિ

આજે તમે જીવનમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી સફળતા તરફ આગળ વધશો. ગુપ્ત શત્રુ આજે તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. વિરોધીઓ સાથે વાદ-વિવાદમાં ઊતરવું નહીં. ઓફિસનો તણાવ ઘરનું વાતાવરણ પણ બગાડી શકે છે. ઓફિસમાં તમને જવાબદારી વાળું કામ મળી શકે છે. અંગત સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. પૈસાની સ્થિતિ સારી રહેશે. આજે તમને કોઈ કીમતી વસ્તુની પ્રાપ્તિ થઇ શકે છે.

મીન રાશિ

આજે તમારા ખર્ચમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં વિવાદને કારણે તણાવ આવી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું અતિ આવશ્યક છે. જે જાતકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા તેમણે પોતાની રણનીતિમાં પરિવર્તન કરવું જોઈએ, જેથી તમે પોતાના લક્ષ્ય તરફ સરળતાથી જ આગળ વધી શકો અને તેને પ્રાપ્ત કરી શકો. પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. નોકરી કરતા જાતકોએ ખૂબ જ સંભાળીને રહેવાની જરૂરિયાત છે.