સુશાંત આત્મહત્યા કેસમાં લાલ બેગ બની રહસ્ય, આત્મહત્યાનાં દિવસે સુશાંતનાં રૂમમાં હતી પરંતુ હવે…

Posted by

સુશાંતસિંહ રાજપૂતના કેસને લઈને સીબીઆઈએ નિવેદન લેવાનું શરૂ કરી દીધા છે અને સીબીઆઇની એક ટીમ કાલે ફરીદાબાદ સુશાંતસિંહ રાજપૂતના પિતા બહેન અને બનેવીનું નિવેદન લેવા માટે પહોંચી હતી. વળી આ કેસને લઈને રોજ નવા રહસ્ય ખોલી રહ્યા છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે સુશાંત તે આત્મહત્યા કરી હતી, તે દરમિયાન તેના ઘરમાં એક લાલ રંગની બેગ હતી. આ બેગ કોની હતી. હવે તે એક રહસ્ય બની ગયું છે.

સુશાંતનાં મિત્ર અંકિત એ દાવો કર્યો છે કે સુશાંતનાં ઘરે પોલીસને એક લાલ રંગની બેગ મળી હતી. અંકિતનાં જણાવ્યા અનુસાર સુશાંત લેધરની બેગનો ઉપયોગ કરતા હતા. તેમની પાસે લાલ રંગની કોઈપણ બેગ હતી નહીં. તેવામાં આ બેગ કોની હતી અને કેવી રીતે ઘરમાં આવી તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે.

મુંબઈ પોલીસ પાસે છે ઘણા બધા પુરાવા

સુશાંત સિંહે જે દિવસે આત્મહત્યા કરી હતી તે દરમિયાન તેમના ઘરમાંથી શું-શું સામાન મળેલ હતો, તેની જાણકારી ફક્ત મુંબઈ પોલીસની પાસે છે. પરંતુ મુંબઇ પોલીસ આ જાણકારી કોઈની સાથે શેયર કરવા માંગતી નથી. હકીકતમાં સુશાંત કેસની તપાસ બિહાર પોલીસ કરી રહી છે. વળી જ્યારે બિહાર પોલીસની ટીમ દ્વારા મુંબઈ પોલીસ પાસે ઘટનાસ્થળેથી મળેલ સામાનનું લિસ્ટ માગવામાં આવ્યું તો મુંબઈ પોલીસે લિસ્ટ આપવાથી ઇનકાર કરી દીધો હતો. મુંબઈ પોલીસે એવું કહેતા બિહાર પોલીસની ટીમને લિસ્ટ આપ્યું નહીં કે આ તેમના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી.

મહારાષ્ટ્ર સરકારની થઈ રહી છે નિંદા

આ કેસને લઈને મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની ખૂબ જ નિંદા થઈ રહી છે. મુંબઈ પોલીસે આ મામલામાં હજુ સુધી કેસ પણ દાખલ કરેલ નથી અને આ મામલાને આત્મહત્યાનો મામલો જ બતાવી રહેલ છે. જ્યારે બિહાર પોલીસે જે તપાસ મુંબઈમાં જઈને કરી હતી, તેમાં મળી આવ્યું હતું કે રીયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપુતને ખૂબ જ લુંટેલા હતા. બિહાર પોલીસને મુંબઈ પોલીસ દ્વારા યોગ્ય રીતે તપાસ કરવા દેવામાં આવી નહીં અને આ કેસ સાથે જોડાયેલ કોઇ પણ કાગળ બિહાર પોલીસને સોંપવામાં આવેલ નહીં. મુંબઈ પોલીસ દ્વારા દરેક એવી કોશિશ કરવામાં આવી જેનાથી બિહાર પોલીસ આ કેસની તપાસ કરી શકે નહીં.

સીબીઆઈ તપાસ ઉપર દર્શાવી આપત્તિ

મુંબઇ પોલીસનું વલણ જોઇને સુશાંતનાં પિતા કેકે સિંહે બિહાર સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. ત્યારબાદ બિહાર સરકારે કેન્દ્ર સરકાર પાસે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી અને કેન્દ્ર સરકારે આ ભલામણને માની લીધી હતી. વળી આ કેસ સીબીઆઈને સોંપવા થી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસે આપત્તિ દર્શાવી છે.

મુંબઇ પોલીસ તરફથી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવેલ છે, જેમાં પોલીસે કહ્યું છે કે મુંબઈમાં રાજ્ય સરકારની સહમતી વિના સીબીઆઈ તપાસ કરી શકાય નહીં. જો સુશાંતનાં પિતાએ મુંબઈ પોલીસ સાથે સંપર્ક કર્યો હોત તો એફઆઈઆર દાખલ કરવામાં આવતી. આ એફિડેવિટ થી સ્પષ્ટ જાણવા મળે છે કે મુંબઈ પોલીસ કોઇપણ સ્થિતિમાં આ કેસની સીબીઆઈ તપાસ ઈચ્છતી નથી.