રીયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપુતનાં ૩૭માં બર્થ-ડે પર ખાસ અંદાજમાં વિશ કર્યું, શેર કરી ક્યારેય ન જોયેલી સુશાંતની અમુક ખાસ તસ્વીરો

Posted by

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપુત ભલે હવે આ દુનિયામાં નથી, પરંતુ ફેન્સ અને પોતાના ચાહનારા લોકોની યાદોમાં આજે પણ તે જીવિત છે. વર્ષ ૨૦૨૦માં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ એ એક ચમકતો સિતારો ગુમાવી દીધો હતો. સુશાંત સિંહનાં મૃત્યુ પર આજે પણ લોકો વિશ્વાસ કરી શકતા નથી. વળી હાલમાં જ સુશાંત સિંહનો જન્મદિવસ હતો, તેવામાં પરિવારથી લઈને તેના ફેન્સ સુધી બધાએ દેવંગત એક્ટરને શુભકામનાઓ આપેલી હતી. તેની વચ્ચે રિયા ચક્રવર્તીએ પણ સુશાંતની અમુક તસ્વીરો શેર કરીને તેને વિશ કર્યું હતું.

સુશાંતસિંહ રાજપુતનાં ૩૭માં જન્મદિવસનાં અવસર પર રિયા ચક્રવર્તીએ તેને પોતાના અંદાજમાં યાદ કરેલ છે. રિયાએ પોતાની અને સુશાંત સિંહની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલ છે. સુશાંત અને ફોટોમાં હસતો જોઈ શકાય છે અને તેને જોઈને તેના ફેન્સ ઈમોશનલ થઈ રહ્યા છે. રિયા ચક્રવર્તી એ સુશાંત સિંહ રાજપુતની તસ્વીરો ને ખાસ સ્ટાઇલના કેપ્શનની સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલ છે.

સુશાંતસિંહ રાજપુત અને રિયા ચક્રવર્તીની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. રિયા એ સુશાંતના જન્મદિવસ ઉપર તેના બે ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા છે, જેમાંથી એક ફોટામાં બંને કોફીના કપ પાછળ છુપાયેલા જોવા મળી રહ્યા છે અને આ તસ્વીરમાં સુશાંતની મુસ્કુરાહટ સ્પષ્ટ જોવા મળી રહી છે.

રિયા અને સુશાંત ની બીજી તસ્વીર એક સેલ્ફી છે, જેમાં રિયા ક્લિક કરી રહી છે, તો સુશાંત તેના માથા સાથે પોતાનું માથું લગાવીને મુસ્કુરાઈને પોઝ આપી રહેલ છે. રિયા એ આ ફોટોની સાથે એક કેપ્શન પણ લખેલું છે, જેમાં તેણે ઇન્ફીનિટી ની ઇમોજી લગાવીને સાથે પ્લસ વન લખેલું છે અને એક વ્હાઇટ હાર્ટ ઇમોજી પણ લગાવેલ છે.

સુશાંતસિંહ રાજપુતની આ તસ્વીરને જોઈને તેના ફેન્સ મિક્સ રિએક્શન આપી રહ્યા છે. અમુક લોકો એક્ટરની આ મુસ્કાન ઉપર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે, તો અમુક લોકો રહ્યા ચક્રવર્તીને ટ્રોલ કરવા લાગ્યા હતા. એક યુઝરે કોમેન્ટ કરીને કહ્યું હતું કે, “ફરીથી કેસ ઓપન કરો.” તો વળી બીજા યુઝરે લખ્યું હતું કે, “આ બધું સહાનુભુતિ મેળવવા માટે કરી રહી છે.”

સોશિયલ મીડિયા યુઝર પણ રિયા ની પોસ્ટ ઉપર કોમેન્ટ કરી રહ્યા છે. અમુક લોકો રિયા નો સાથ આપી રહ્યા છે તો અમુક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, “હવે આ બધું કરવાનો કોઈ ફાયદો નથી, સુશાંત આ બધું જોવા માટે હવે આપણી સાથે નથી.” વળી અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે, “આ તસ્વીરો નો હવે કોઈ સેન્સ રહેતો નથી, જે થવાનું હતું તે થઈ ગયું છે.” આવી રીતે રિયા ની પોસ્ટ ઉપર રિએક્શન આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સુશાંતશ્રીના મૃત્યુ માટે તેના પરિવારે હંમેશાથી રિયા ઉપર આરોપ લગાવ્યો હતો. તેની બહેન પ્રિયંકા સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “રિયા એ તેના ભાઈનો જીવન બરબાદ કરી નાખ્યું છે.” એટલું જ નહીં રિયા એ સુશાંતના મૃત્યુ બાદ ઘણું બધું સહન કરવું પડ્યું હતું. તે અભિનેતા ને સફેદ પાવડર આપવાના આરોપમાં જેલ પણ જઈ ચુકી છે.