રોબોટ 2.0 ફિલ્મની વાત પડી સાચી, 5G ના પરીક્ષણના કારણે ૩૦૦ માસૂમ પક્ષીઓએ જાન ગુમાવ્યો

થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 એક મોટા સોશીયલ ઇશ્યું પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં લોકોને એક સંદેશ આપવામાં આવ્યો હતો. જે આપણા તેમજ આપણી આસપાસના વાતાવરણને સંબંધિત હતો. આ ફિલ્મમાં અક્ષય કુમારે પક્ષી રાજનનું પાત્ર નિભાવ્યું છે. જે ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ રેડીએશન EMF ના નુકશાન થી લોકોને જાગૃત કરે છે. આ ફિલ્મમાં પક્ષીરાજને લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે રેડીએશન થી પક્ષીઓ તેમજ લોકો પર ખરાબ અસર પડે છે. તેમાં આપણને જણાવવામાં આવે છે કે મોબાઈલના ફોનના ટાવરમાંથી નીકળતા રેડીએશનના કારણે પક્ષીઓ દિવસે ને દિવસ લુપ્ત થતાં જાય છે.

જ્યારે માણસો આ વાત ને સમજવા નથી માંગતા ત્યારે પક્ષીરાજન એટલે કે અક્ષય કુમાર એક વિલન બની ને ખુબ જ કહેર મચાવે છે. પરંતુ આ ફિલ્મમાં પક્ષિરાજન દ્વારા કહેલી આ વાત અત્યારે સાચી સાબિત થઈ રહી છે. અત્યારે એવું અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મ 2.0 માં કહેલી આ વાત હવે હકીકતમાં સાબિત થઈ શકે છે.

આવી જ એક વાત નેધરલેન્ડમાં 5G ના પરીક્ષણ દરમ્યાન સામે આવી છે. આ પરીક્ષણ પક્ષીઓ માટે કાળ બનીને આવી છે. આ પરીક્ષણ દરમ્યાન ૩૦૦ મૂંગા પક્ષીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે તેની કોઈપણ ઑફિશિયલ કન્ફર્મેશન મળેલ નથી પરંતુ થોડા દિવસ પહેલા જાણવા મળ્યું હતું કે નેધરલેન્ડના એક શહેર હેકના પાર્કમાં ઘણા પક્ષીઓનું મૃત્યુ થયું હતું.

શરૂઆતમાં લોકોએ મરનાર પક્ષીઓ પર ધ્યાન ના આપ્યું પરંતુ જ્યારે પક્ષીઓની સંખ્યા ૩૦૦ સુધી પહોંચી ત્યારે મીડિયા વાળાનું ધ્યાન આ વાત પર ગયું. શરૂઆતમાં એવું જાણવા મળ્યું કે ડચ રેલ્વે સ્ટેશન પર 5G નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષણ કર્યા બાદ તુરંત જ આસપાસના વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ એક પછી એક વૃક્ષ પરથી નીચે પડવા લાગ્યા હતાં તેમજ આસપાસના બતકોમાં પણ વિચિત્ર વ્યવહાર જોવા મળ્યો. રેડીએશનનાં કારણે બતકો પોતાનું માથું વારંવાર પાણીમાં દુબાડતા નજરે આવ્યાં અને ઘણા બતક તો ત્યાંથી ભાગતા નજરે ચડ્યા.

નેધરલેન્ડ ફૂડ એન્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી ઓથોરિટી નું કહેવું છે કે મરેલા પક્ષીઓ પર અત્યારે અમે લેબમાં ટેસ્ટ કરી રહ્યા છીએ. પરંતુ મરેલા પક્ષીઓના શરીરમાં ઝેરનું એકપણ નિશાન નથી મળ્યું. પરંતુ સામે એવું આવ્યું છે કે આ બધા પક્ષીઓ ઇન્ટરનલ બ્લિડિંગ ના લીધે મૃત્યુ પામ્યા છે.

આ બધા પક્ષીઓ એકસાથે પોતાનો જીવ ગુમાવી બેઠા છે તો 2.0 ફિલ્મમાં કહેલી પક્ષીરાજનની દરેક વાત સાચી સાબિત થાય એવું લાગી રહ્યું છે. આ ફિલ્મમાં જણાવ્યા પ્રમાણે આવનારા સમયમાં 5G નું પરીક્ષણ પક્ષીઓ તેમજ મનુષ્યો માટે ખતરનાક સાબિત થશે.